કાચી કેરીનું વઘાર્યું – ૧૫ મિનિટમાં બનાવી ને ૧૨ મહીના સ્ટોર કરાઈ એવું સ્વાદિષ્ટ

આજે આપણે જોઈશું કાચી કેરી નું વઘાર્યું ફકત ૧૫ મિનિટ માં બનાવી ને ૧૨ મહિના સ્ટોર કરાઈ એવું સ્વાદિષ્ટ. આ વઘાર્યું તમે થેપલા,પૂરી કે રોટલી સાથે ખાઈ શકો છો.આ ખાટું મીઠું કાચી કેરી નું વઘાર્યું ખાવા બહુ ટેસ્ટી લાગે છે અને બધા ને બવ જ ભાવશે તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • લાલ મરચું
  • સૂકું મરચું
  • તેલ
  • કાચી કેરી
  • ગોળ
  • લવિંગ
  • મરી
  • તજ
  • જીરું
  • હીંગ
  • મીઠું

રીત

1- આપણે બે કાચી કેરી લઈશું જેને ધોઈ લીધી છે અને કોરી કરી લીધી છે હવે તેની છાલ કાઢીને તેના પીસ કરી લઈશું તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ.

2- સૌથી પહેલા પેન માં આપણે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં હવે એક ચમચી જીરૂ એડ કરીશું ત્યારબાદ એક સૂકું લાલ મરચું એડ કરીશું ત્યારબાદ બે તજના નાના ટુકડા એડ કરીશું.

3- હવે બે લવિંગ એડ કરીશું અને બે મરી નાખીશું હવે ચપટી હીંગ નાખીશું હવે તેમાં કાચી કેરી ના ટુકડા એડ કરીશું હવે મિક્સ કરી લઈશું હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે તેને ઢાંકીને ચડવા દઈશું.

4- હવે બે મિનિટ થઈ ગઈ છે ખોલી ને જોઈ લઈશું હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું હવે ફરી થી તેને ઢાંકી દઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેરી ચડી ગઈ છે હવે આમાં આપણે એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરી શું.જો તમારી પાસે વાઇટ ગોળ હોય તો એ પણ નાખી શકો છો.

5- જો કેરી ખાટી હોય તો તમે વધારે ગોળ નાખી શકો છો હવે ગોળ ને થોડો ઓગાળી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે અને તેમાં હવે લાલ મરચું પાવડર નાખીશું સરસ લાલ કલર આવી ગયો છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

6- આ લગભગ દસ મિનિટ માં બની જાય છે આ તમે થેપલા,ભાખરી,પૂરી અને રોટલી બધા સાથે તમે ખાય શકો છો આ તમે ઉપવાસ માં પણ ખાય શકો છો પણ જો ઉપવાસ માટે બનાવો તો તેમાં હળદર અને હિંગ નઈ નાખવાની.

7- હવે આપણું વઘાર્યું તૈયાર છે હવે ગેસ બંધ કરી દઈશું સરસ રસો પણ છે અને ઠંડો થશે એટલે ઘટ્ટ થઈ જશે તો ચાલો સર્વે કરીશું આ તમે ચટણી ની જેમ પણ ખાય શકો છો તો તમે આ ઉનાળા માં કેરી ની સીઝન માં ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *