પત્તરવેલ ના પાન ના ભજીયા – ભજીયાપ્રેમીઓ માટે ખાસ લાવ્યા છીએ આ નવીન ભજીયા…

આજે આપણે બનાવીશું પત્તરવેલ ના પાન ના ભજીયા.આપણે પત્તરવેલ ના પાન ના ભજીયા તમે ચોપડી ને પણ ઘણી વાર બનાવીએ છે . પણ તેમાં સમયે વધારે લાગે છે ઉતાવળે બનાવુ છે તો જોઈ લઈએ ભજીયા ની રેસીપી.

સામગ્રી

  • પત્તરવેલ ના પાન
  • ચણાનો લોટ
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • તેલ
  • લીંબુનો રસ
  • આદુ મરચાની પેસ્ટ
  • ખાંડ
  • ચોખાનો લોટ
  • ધાણાજીરૂ
  • મીઠું
  • હિંગ
  • ગરમ મસાલો
  • ઈનો અથવા સોડા

રીત

1- તો ચાલો આપણે હવે પત્તરવેલ ના પાન ના ભજીયા બનાવીશું.

2- સૌથી પહેલા આપણે બેટર રેડી કરીશું.

3- જેના માટે આપણે પહેલા ચણાનો લોટ લેવાનો એક કપ.તેમાં આપણે ચોખા નો લોટ એડ કરશું.બે ચમચી

4-હવે તેમાં આપણે બે ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખીશું. એમાં આપણે નાની અડધી ચમચી હળદર નાખીશું.

5-હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું.

6- હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. થોડી હિંગ એડ કરીશું.

7- હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. સાથે આપણે એક ચમચી જેટલી ખાંડ નાખીશું.

8- હવે તેમાં એક ચમચી લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું.

9- હવે આપણે તેને બધું બરાબર મિક્સ કરી લઈશું. અને ધીરે ધીરે પાણી એડ કરીશું. આપણે સ્મૂથ બેટર તૈયાર કરીશું.

10- આપણે બેટર બનાવીએ ત્યારે ગાંઠીયા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે કોઈપણ ભજીયા નું બેટર તૈયાર કરીએ છે. તે આ પ્રમાણે કરવાનું છે.

11- આપણે થોડું તેને હલાવવાનું છે જેથી ચણાના લોટ એકદમ હલકો થઈ જશે.જેથી ભજીયા સરસ ફુલસે.એટલે અને થોડું સ્મૂથ બેટર તૈયાર થાય તેવું કરવાનું છે. અને હલકો હાથ ફરે ત્યાં સુધી.

12- હવે આપણે બેટર ને થોડો સમય મૂકી રાખીશું.

13- ત્યાં સુધી આપણે પત્તરવેલ ના પાન ને સમારી લઈએ.

14- સૌથી પહેલાં આપણે પત્તરવેલ ના પાન લીધા છે પાચ કે છ નંગ જેટલા તેને ધોઈ ને કોરા કરી લીધા છે. અને તેની નસો કાપી લીધી છે.

15- હવે આપણે તેની ઝીણી ઝીણી કતરણ કરીશું.

16- સૌથી પહેલા આપણે પાનનેબંધ કરીશું. પછી ફરી બંધ કરીશું.જેટલું ફોલ્ડ નાનું હસે ને એટલી તમારી કતરણ નાની થશે.હવે આ પ્રમાણે બંધ કરીને તેને સમારી લેવાનું છે.

17- હવે તમે વિડિયો માં જોય સકો છો કે આપણી કતરણ તૈયાર થઈ ગઈ છે.

18- તો હવે આપણે આપણા બેટર માં મિક્સ કરી લઈશું. થોડું થોડું નાખીને મિક્સ કરતા જવાનું. આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાન વધારે હોય અને લોટ ઓછો હોય.

19- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખીરુ ઠીલું પણ નથી. આમાં પાંદડા વધારે છે અને લોટ ઓછો છે.

20- હજુ આપણે ઈનો નાખવાનો બાકી છે પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકી શું.

21- તેલ ગરમ થવા આવે એટલે બેટર મા આપણે થોડો ઈનો નાખીશું. બહુ વધારે પણ નહીં.

22- હવે આપણું તેલ ગરમ થઇ ગયું છે એમાં આપણે હાથ થી ભજીયુ વાળીને તેમાં મૂકવાનું છે.

23- તેને ટીસ્યુ પેપર પર કાઢતા જયશું. આ ભજીયા એકદમ ક્રિસ્પી થાય છે. અને એકદમ ઈઝી પણ છે.

24- હવે આ પ્રમાણે બધા ભજીયા ઉતારી લઇશું.

25- આ ભજીયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા ના છે. ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવાના છે.

26- આપણા ગરમાગરમ પત્તરવેલ ના પાન ના ભજીયા તૈયાર છે.

27- તો ચાલો આપણે સૌ કરીએ. આપણે એક પત્તરવેલ નું પાન લઈશું. તેના ઉપર આપણે ભજીયા મુકીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેટલો અવાજ આવે છે કેટલા ક્રિસ્પી બન્યા છે.

28- ગરમાગરમ પત્તરવેલ ના પાન ના ક્રિસ્પી ભજીયા તૈયાર છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *