મીઠાઈની દુકાન જેવા મીઠા શક્કરપારા – નાના મોટા દરેકને પસંદ આવે એવા શક્કરપારા…

આજે આપણે ઘરે જ બનાવીશું મીઠાઈ ની દુકાન જેવા મીઠા શક્કરપારા કેવી રીતે બનાવા તેની રીત જોઈશું. પરંતુ એક સિક્રેટ સામગ્રી જોઈશું. તો શક્કરપારા નો ટેસ્ટ સો ગણો વધી જશે.અને આ સિક્રેટ સામગ્રી થી બનાવશો તો એકદમ ખસ્તા અને મોઢામાં ઓગળી જાય એવા બને છે. તો ચાલો આપણે બનાવીએ.

સામગ્રી

  • દળેલી ખાંડ
  • મેંદો
  • ઘી
  • ઈલાયચી પાઉડર
  • કસ્ટર પાવડર
  • તેલ
  • મીઠું

રીત

1- આજે આપણે મીઠાઈ ની દુકાન જેવા ખસ્તા શક્કરપારા બનાવીશું તેના માટે તારા બનાવવા માટે ત્રીજા ભાગ નું દૂધ લઈશું. અને ત્રીજા ભાગનું ઘી લઈશું. અને ઘી ને થોડું ગરમ કરી લીધું છે. તેમાં એડ કરીશું.

2- હવે તેમાં દળેલી ખાંડ લઈશું. દૂધ ગરમ છે તેથી ખાંડ જલ્દી ઓગળી જશે. અને બધું સરસ મિક્સ કરીને હવે તેમાં દોઢ કપ મેંદો નાખી શું.

3- તેમાં આપણે અડધી નાની ચમચી ઈલાયચી પાવડર નાખી શું. હવે આપણે સિક્રેટ સામગ્રી નાખીશું કસ્ટર પાવડર 1 ચમચી એડ કરીશું. કસ્ટર પાવડર નાખવાથી તેની ફ્લેવર ખુબ સરસ આવે છે. અને ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે.

4- હવે તેમાં આપણે ચપટી મીઠું નાખીશું. કોઈપણ સ્વીટમાં મીઠું નાખવાથી એની મીઠાશ વધી જાય છે. હવે બધું આપણે સરસ મિક્સ કરી લઈશું.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હજુ એવું લાગે છે કે કઠણ લોટ છે. તો તેમાં એક ચમચી જેટલું પાણી એડ કરીશું. જો તમને આ સ્ટેજ પર લાગે તો તમે પાણી એડ કરી શકો છો.

6- આપણે લોટની એકથી બે મિનિટ માટે સરસ મસળી લઈશું.અને સોફ્ટ કરી લઈશું. શક્કરપારા માં ખાંડ છે એટલે લોટ સરસ બંધાશે.

7- હવે આપણે તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી દઈશું. હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણો લોટ સરસ થઈ ગયો છે. હવે લોટને સરસ મસળી લઈશું.

8- હવે આ લોટમાંથી બે ભાગ કરી લઈશું. પછી તેને વણી લેવાનું છે. પછી સાઈડ પરથી ક્રેક પડે તો વાંધો નઈ પછી તેને કટ કરી લઈશું.

9- તેને આપણે ચોરસ સેપ માં કાપી લઈશું. સૌથી પહેલા ઉભા અને આડા કટ કરી લઈશું.તમે ચાહો તો ડાયમંડ સેપ માં કાપી શકો છો.

10- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા સક્કરપારા કપાઈ ગયા છે. તેને હવે એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે થોડી થીકનેસ રાખી શકો છો.

11- જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે તે ડબલ થઇ જશે.શક્કરપારા ને ફ્રાય કરવા માટે એક કડાઈ માં તેલ લઈશું. તેલ બહુ ગરમ ના હોવું જોઈએ. આપણા સક્કરપારા થોડા જાડા છે. એટલે એકદમ ધીમા તાપે તેને ફ્રાય કરી લઈશું.

12- હવે ધીરે ધીરે શક્કરપારા ઉપર આવે તેવું તેલ હોવું જોઈએ.વધારે ગરમ હસે તો ઉપર થી બ્રાઉન થઇ જશે અને અંદરથી કાચા હસે અને ખસ્તા નઈ થાય.તેલ માં નાખ્યા પછી તેને ચમચીથી હલાવતા રહેવાનું છે.

13-જેથી શક્કરપારા નીચે બેસી ના જાય. જો નીચે બેસી જશે તો તેના પર ડાઘ પડી જશે.આમ ફેરવતા ફેરવતા એકદમ ક્રિસ્પી થાય.ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે. અને સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે.

14- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા સક્કરપારા સરસ ફ્રાય થઈ ગયા છે.અને સરસ કલર આવી ગયો છે. અને એકદમ ફૂલી પણ ગયા છે.અને ક્રિસ્પી બન્યા છે.

15- હવે આપણે તેને ટીસ્યુ પેપર કાઢી લઈશું. અને બાકીના શક્કરપારા ને આ જ રીતે ફ્રાય કરી લઈશું. અને બધા સક્કરપારા ને બરાબર ઠંડા થવા દઈશું.

16- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા સક્કરપારા એકદમ મીઠાઈ વાળા ની દુકાન જેવા બન્યા છે ને? જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા જુઓ એકદમ સરસ બન્યા છે અને તેની ઠીક નેસ પણ જોવો એકદમ મીઠાઈ વાળા ની દુકાન જેવા.

17-આ સક્કરપારા ને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. એકદમ ખસ્તા અને ક્રિસ્પી બન્યા છે ને?

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *