નાના બાળકોની મનપસંદ ક્રિસ્પી અને ટેસ્ટી રવાની પાણીપુરી બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું રવા માંથી પાણીપુરી પુરી. આપણે બે રીતથી જોઈશું. વણીને પણ અને રોટી મેકર થી આ બંને રીત થી જોઈએ. ફક્ત અડધો કલાકમાં જ સોં પાણીપુરીની પુરી તૈયાર થઈ જશે. અને એકદમ ક્રિસ્પી અને બધી જ ફૂલેલી બનશે. તો ચાલો બનાવી લઈએ સૌની ફેવરિટ પાણીપુરીની પુરી.

સામગ્રી

  • ૧ કપ- ઝીણો રવો
  • ૧મોટી ચમચી- કોર્ન ફ્લોર
  • મીઠું

રીત- 1-સૌથી પહેલા આપણે ૧ કપ ઝીણો રવો લઈશું. જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો મિક્સરમાં પીસી લેવાનો.

2-હવે તેમાં એક મોટી ચમચી કોર્ન ફ્લોર લઈશું. સફેદ કોર્ન ફ્લોર લેવાનો છે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.


3-હવે આપણે પાણીથી લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી એડ કરતાં જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું કે લોટ તમારો ઢીલો હોવો જોઈએ.સોજી છે એટલે તે ફૂલે છે.હવે તેને મસળી લઈશું.

4-તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ એકદમ ઢીલો છે ટાઈટ નથી.લોટ સોફ્ટ હોવો જોઈએ.હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી દઈશું.

5-હવે 15 મિનિટ થઈ ગઈ છે.હવે આપણો લોટ કઠણ થઈ ગયો છે. એટલે સોજી ફુલી ગઈ છે.હવે તેના નાના નાના લુઆ બનાવાના છે.

6-હવે આપણે પાટલી પર વણી લઈશું. નાની અને પાતળી પૂરી વણ વાની છે. પછી તેને ફ્રાય કરીને પણ જોઇશું. હવે આપણે રોટી મેકર ની પુરી જોઈશું.

7- સૌથી પહેલા રોટી મેકર ને ગરમ કરી લઈશું. ગરમ થઈ જાય પછી એક નાનો લુઓ મુકી દઈશું. અને પછી પ્રેસ કરી લેવાનું છે. રોટી મેકર માં પાણીપુરી ખૂબ જલ્દી બની જાય છે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું.

8- હવે તેને ફ્રાય કરી લઈશું. તળવા માટે આપણું તેલ સરસ ગરમ હોવું જોઈએ. હવે તેમાં હાથ થી વનેલી પૂરી નાખીશું.અને એક ચમચી થી પ્રેસ કરી લઈશું.એટલે આપણી પુરી તરત જ ફૂલી જશે.

9-આપણી પાણીપુરીની પુરી ને પલટાવી લેવાની છે અને સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાની છે. હવે રોટી મેકર માં જે વણી હતી તે જોઈશું.


10-આપણી સરસ ક્રિસ્પી પૂરી થઈ ગઈ છે. અને તેને ચેક કરવા માટે ઝારામાં કાઢીએ ત્યારે તેને હલાવવાની એટલે તેનો ખખડવાનો અવાજ આવશે.

11-હવે આપણે રોટી મેકર માં જે બનાવી છે તે નાખીશું. તેને પણ ચમચીથી પ્રેસ કરી લઈશું. રોટી મેકર ની બધી જ પુરી ફૂલી ને દડા જેવી થઈ જશે. લગભગ એકસાથે દસ પુરી થઈ જાય છે.

12-હવે તેને પલટાવી લેવાની. અને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. અને રવા ની પુરી છે એટલે એકદમ ક્રિસ્પી બનશે.

13-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી પાણીપુરી ની પુરી એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. હવે તેને કાઢી લઈશું.

14-પૂરીને આપણે હંમેશા ચાયણામાં જ કાઢવાની. આને નીચે એક બાઉલ રાખવાનું જેથી તેલ બધું નીચે જતું રહે. અને તમે જે ડબ્બામાં ભરવાના હોય તેમાં નીચે ટીસ્યુ પેપર ઉપર મૂકી દેવાનું. એટલે વધારાનો ઓઈલ બધુ નીકળી જાય.

15- આપણે પૂરીને થોડી ઠંડી થવા દઈશું. આપણે જે વણીને બનાવી હતી તે પણ એકદમ ક્રિસ્પી બની છે.અને રોટી મેકર માં બનાવી તે પણ એકદમ ક્રિસ્પી બની છે.તો તમે ચોક્કસથી આ રેસિપી ને ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *