દાલ ખીચડી – બહાર જેવી પરફેક્ટ મેઝરમેન્ટ સાથે દાલ ખીચડી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ

આજે આપણે બહાર જેવી પરફેક્ટ મેજરમેન્ટ સાથે દાલ ખીચડી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ જોઈશું. અત્યારે લોકો ખીચડી ખાવા બહાર જતા હોય છે તો આવી ખીચડી ઘરે કેમ ના બને. ખીચડી બનાવવા માટે નાની-નાની ટિપ્સ છે.

1- જ્યારે ખીચડી બનાવતા હોય ત્યારે દાળ અને ચોખા લેતા હોય છે. તો સૌથી પહેલા દાળ તમે કઈ લઇ સકો છો. મગ ની મોગર દાળ અને ચોખા આ બન્ને. જ લેતા હોય છે. અમુક જગ્યાએ ત્રણ દાળ મિક્સ પણ હોય છે જેમ કે મગની મોગર દાળ,ચણા દાળ,અડદની દાળ પણ હોઈ છે અને તુવેર દાળ પણ હોઈ છે. અથવા તમે આ બે દાળ પણ લઈ શકો છો.

2- હવે જ્યારે તમે ખીચડી બનાવતા હોય ત્યારે તેના જે ચોખા આવે છે.એટલે કે બાસમતી ચોખા નહીં લેવાના.તેના સિવાય ના જાડા ચોખા છે.જીરાસર ચોખા છે તે લઈ શકો છો.એટલે ખીચડી એકદમ લસલસતી બને છે.જ્યારે ખીચડી બનાવીએ ત્યારે કોઈ વાર છૂટી છૂટી પડી જતી હોય છે. હવે તમે ખીચડી બાફવા મૂકો ત્યારે શું વાત નું ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા દાળ અને ચોખા અને ધોઈ લેવાના છે.અને તેને અડધો કલાક રહેવા દઈશું.

3- જ્યારે તમે કૂકર માં બાફવા મૂકવાને બદલે એક તપેલા માં મુકજો.કૂકર ની અંદર એક તપેલું મૂકી તેની અંદર દાળ અને ચોખા મૂકી દેવાના છે.હવે તમે અડધી વાડકી દાળ લેતા હોય અને અડધી વાડકી ચોખા લેતા હોય ત્યારે તો તેની અંદર ત્રણ ઘણું પાણી ઉમેરવાનું છે.આમ કરવાથી દાળ ચોખા સરસ રીતે ચડી જશે.અને ઉપર થી પાણી ઉમેરવાની જરૂર નહીં પડે.અને ખીચડી એકદમ સરસ બનશે.

હવે તેની અંદર એક ચમચી ઘી ઉમેરવાનું છે. જ્યારે તમે નોર્મલ ખીચડી બનાવતા હોય ત્યારે તો તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેર શો અને તેમાં ચપટી હળદર અને તેમાં મીઠું ઉમેરી બાફવા મૂકી દઈશું. અને કુકર માં મુકો ત્યારે ઉપરથી સીટી કાઢી લેવાની છે અને તેની પર વાડકો ઢાંકી દેવાનો છે.તેને વીસ થી પચીસ મિનિટ કુક થવા દઈશું.

4- જ્યારે ખીચડી બનાવી હોય ત્યારે જમવાના કલાક પહેલા ખીચડી તૈયાર કરી લેવાની છે.અને તેની અંદર નું પાણી જે છે તે સોંસાય જશે.અને ખીચડી સરસ રીતે ચડી જસે.જો તરત ને તરત બનાવશો તો એમ લાગશે કે દાણો ચડ્યો નથી. એમ લાગશે.તો આ રીતે ખીચડી બાફી ને મૂકી દેવાની છે.

હવે તેમાં અલગ અલગ ફલ્વેર ની ખીચડી તમે પ્લાનિંગ કરી ને બપોરે બનાવી ને રાખી શકો છો. પછી સાંજે તેનો ફક્ત વઘાર જ કરવાનો હોય છે.જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે બધી ખિચડી મળતી હોય છે. જેમાં પંજાબી સ્ટાઇલ ખીચડી મળતી હોય છે.અને પાવભાજી ખીચડી મળતી હોય છે. પછી સાઉથ ઇન્ડિયન ખીચડી મળતી હોય છે તેવી બહુ અલગ અલગ વેરાઈટીઝ હોય છે.

5- બધા માં તેનો બેઝ હોય છે.તે પ્રમાણે નો વઘાર કરી જે ખિચડી તૈયાર કરી તે ઉમેરવામાં આવે છે.તો અત્યારે આપણે દાલ ખીચડી બનાવી રહ્યા છે તો દાલ પાલક ખીચડી બધાની બહુ જ ફેવરિટ છે. અત્યારે પાલક ખુબ સરસ આવી રહ્યા છે. તો આપણે દાલ પાલક ખીચડી બનાવી હોય તો તેનો બેઝ તૈયાર કરીને રાખી દેવાનો છે. સૌથી પહેલા પાલકને ઉકળતા પાણીમાં નાખીને કાઢી લેવાની છે. ત્યારબાદ તેને ક્રશ કરી લેવાની છે.

જ્યારે પાલક ઉકળતી હોય ત્યારે 3થી 4 લીલા મરચા નાખી દેવાના છે. એટલે તીખાશ પણ સરસ આવી જાય. પાલકની પેસ્ટ પણ તૈયાર કરીને રાખી લેવાની છે. જ્યારે વઘાર કરીએ ત્યારે ઘી નો વઘાર કરવાનો છે.ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવાનું છે.આખા લાલ મરચાં અને તમાલપત્ર પણ ઉમેરી દેવાના છે.

6- હવે જે આપણે પાલક ની પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી દેવાની છે.પેસ્ટ ને ઉમેરી તેને સરસ રીતે સાંતળી લેવાની છે.જો તમને ગમે તો થોડા પ્રમાણમાં આદુ છીણી ને એડ કરી શકો છો.હવે તેમાં ચપટી ગરમ મસાલો ઉમેરી શું.અને મીઠું ઉમેરી શું.અત્યારે પાલક ના ભાગ નું મીઠું ઉમેરીશું. જ્યારે ખીચડી બાફતા હોય ત્યારે એક સિક્રેટ ટિપ્સ જે છે ત્યારે ખીચડી માં એક ચમચી ખાંડ ઉમેરવાની છે.

જેથી દાળ અને ચોખા ઓરીજનલ મીઠાશ જે છે આ ખાંડ ના કારણે બહુ સરસ આવશે.તો તમે જરૂર થી ટ્રાય કરજો. પછી જે પાલક સંતળાય જાય ને તેની અંદર જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે એડ કરીશું.જે ખિચડી તૈયાર થાય તો તેની અંદર એક ચમચો ફેરવી લેવાનો છે.જેથી દાળ અને ચોખા ભાગી જાય અને એકરસ થઈ જાય.

7- હવે જે પાલક ની પેસ્ટ જે છે તેમાં ઉમેરી દેવાનું છે.હવે તમને એમ લાગે કે ખીચડી થોડી ઘટ્ટ છે તો થોડા પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે. તમે પાણી જે ઉમેરો તે થોડું ગરમ પાણી ઉમેરવાનું છે. જો ઠંડુ પાણી ઉમેરો તો તેનો ટેસ્ટ બરાબર નહીં આવે. જ્યારે ખીચડી ગરમ હોય ત્યારે જ તેની અંદર ચમચો ફેરવી લેવાનો છે. તો દાળ-ચોખા સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પાલકની પેસ્ટ માં આપણે ખીચડી ઉમેરી દીધી છે તો હવે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું.

અને એક નાની ચમચી લાલ મરચું પાવડર અને એક ચપટી હિંગ ઉમેરી શું.ઉપર થી એડ કરીશું.તેનો સ્વાદ બહુ સરસ લાગે છે.અને બધું મિક્સ કરી લઈશું.તો તમે જોશો તો એકદમ લીલી છમ એવી દાળ પાલક ખીચડી તૈયાર થઈ જશે. અને આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. આ ખીચડી તમે દહી સાથે પણ ખાય શકો છો. અને કઢી સાથે પણ ખાઈ શકો છો. તો તમે ચોક્કસથી ખીચડી બનાવજો અને ખાસ જે નાની નાની ટિપ્સ છે તેને ચોક્ક્સ થી યાદ રાખજો.જો તમારો બેઝ સરસ હસે તો અલગ ટાઇપ ની બહુ ખીચડી બનાવી શકશો.તો તમે આ નાની નાની ટિપ્સ ને ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *