કાઠીયાવાડી ઢાબા સ્ટાઇલ રીંગણનો ઓળો બનાવવાની રીત

આજે આપણે બનાવીશું કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ રીંગણનો ઓળો બનાવવાની રીત જોઈશું. આપણે રીંગણ ની પસંદગી કેવી રીતે કરવી તે પણ જોઇશું. અને શેકવાની પરફેક્ટ રીત જોઈશું. આપણે એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરીને રીંગણનો ઓળો બનાવીશું. તેનાથી રીંગણના ઓળા નો ટેસ્ટ એકદમ સરસ આવશે. તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો. તો ચાલો બનાવીને એકદમ ટેસ્ટી એવો રીંગણનો ઓળો.

સામગ્રી

  • ડુંગળી
  • ટામેટા
  • લીલુ લસણ
  • આદુ,લસણ
  • લીલા ધાણા
  • મીઠું
  • હળદર
  • લાલ મરચું
  • ધાણાજીરું પાવડર
  • રીંગણ
  • લીલા મરચાં
  • જીરું
  • ગરમ મસાલો
  • દહીં

રીત

1- સૌથી પહેલા આપણે ચારસો ગ્રામ રીંગણ લઈશું. રીંગણ માં આપણે વજનમાં હલકું હોય તેવું લેવાનું. ત્યારબાદ આઠ થી 10 ની કડી અને એક આદુ નો ટુકડો લઈશું. બે મોટા ટમેટા ઝીણા સમારીને લઈશું. ત્યાર બાદ અડધો કપ લીલું લસણ લઈશું.

2- જ્યારે તમે રીંગણ ની પસંદગી કરો ત્યારે એકદમ હલકુ લેવાનું. જેમાં બી નું પ્રમાણ ઓછું હોય. હવે આપણે વચ્ચેથી રીંગણ ને કટ કરી લઈશું. અને ચેક કરવાનું છે તે રીંગણ સડેલું તો નથી ને. ત્યારબાદ લસણની કડી તેમાં વચ્ચે દબાવીને સેટ કરી લેવાની છે.

3- આપણે લસણ ની કડી ને પણ સાથે શેકી લઈશું. તેનો ખુબ સરસ આવે છે. આઠ થી દસ લસણ ની કડી અંદર દબાવી ને ખોસી દેવાનું છે.હવે આપણે રીંગણ પર એક નાની ચમચી જેટલું તેલ લગાવી લઈશું.અને આખા રીંગણ પર લગાવી લઈશું.આ રીતે શેકવા થી તેની છાલ ઈજિલિ નીકળી જશે. રીંગણ ને શેકવા માટે ગેસ પર એક નાની જાળી મૂકી દઈશું.હવે તેની પર રીંગણ મૂકી દઈશું.

4- હવે રીંગણ ને પલટાવતા પલટાવતા રીંગણ ને શેકી લઈશું.તેને બધી બાજુ થી શેકવા નું છે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે અંદર થી રીંગણ સરસ શેકાય ગયું છે.હવે આપણે ગેસ બંધ કરી દઈશું.હવે જે લસણ છે તેને કાઢી લઈશું.હવે રીંગણ ને તરત જ ઠંડા પાણીમાં મૂકી દઈશું. આ રીતે કરવાનું તેની છાલ ઈજીલિ નીકળી જશે. હવે બધી જ છાલ તેની કાઢી લઈશું.હવે રીંગણ સરસ ચોખ્ખું થઈ ગયું છે.હવે તેનું ડીટુ કટ કરી લઈશું.અને ચપ્પુ ની મદદથી નાના નાના કટ આપી દઈશું.

5- હવે જે લસણ કાઢયું હતું તે પણ તેમાં નાખીશું. હવે તેને મેસર થી મેસ કરી લઈશું.હવે આપણું રીંગણ સરસ મેસ થઈ ગયું છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેને સાઈડ માં મૂકી દઈશું.હવે એક પેન મૂકી દઈશું.હવે તેમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું. ગેસ ધીમો રાખીશું.તેલ ગરમ થાય એટલે તેમાં અડધી નાની ચમચી જીરું નાખીશું. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું.

6- હવે તેમાં બે લીલા મરચા ઝીણા સમારેલા નાખીશું.હવે ડુંગળી સરસ ગુલાબી થઈ ગઈ છે.હવે તેમાં મસાલા કરી લઈશું.હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું.હવે મસાલા ને આને આપણે અડધી મિનીટ માટે સાંતળી લઈશું.હવે આ સ્ટેજ પર ગેસ ધીમો કરી દઈશું.હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખીશું.અને મિક્સ કરી લઈશું.ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું.

7- હવે તેને મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ માટે કુક કરી લઈશું. વચ્ચે વચ્ચે આપણે ફેરવતા રહીશું. જેથી નીચે ચોંટી ન જાય.હવે તેમાં અડધો કપ લીલું લસણ નાખીશું.તેને પણ સરસ મિક્સ કરી લઈશું.હવે તેને પણ એક મિનિટ માટે ઢાંકીને કુક કરી લઈશું.હવે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.હવે તેલ છુટુ પડવા લાગ્યું છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો અને કલર પણ સરસ આવ્યો છે.આ સ્ટેજ પર ફેટી ને દહીં નાખીશું.આપણે દહી ને સતત હલાવતા રહીશું.જેથી દહી ફાટી ના જાય.અને હલાવતા મિક્સ કરી લઈશું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ છુટુ પડવા લાગ્યું છે.અને ગ્રેવી એકદમ સરસ કલર ફૂલ બની છે.હવે આપણે તેમાં મેસ કરેલું રીંગણ નાખીશું.અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું.હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે.હવે તેને ફરી ઢાંકીને બે મિનિટ માટે કુક કરી લઈશું.હવે તેને ચેક કરી લઈશું.હવે આપણો રીંગણ નો ઓળો બની ને તૈયાર થઈ ગયો છે.

9- હવે છેલ્લે તેમાં અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું. ત્યારબાદ છીણેલું આદું નાખી શું.તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.હવે બન્ને ને સરસ મિક્સ કરી લઈશું.હવે ફરી તેને ઢાંકીને કુક કરી લઈશું.હવે એક મિનિટ થઈ ગઈ છે.આપણો રીંગણ નો ઓળો બની ને તૈયાર થઈ ગયો છે.

10- હવે તેમાં બાકી નું જે લસણ હતું તે નાખીશું.અને લીલા ધાણા નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.ગરમા ગરમ ઓળા ને બાજરી ના રોટલા સાથે ખાઈ શકો છો. હવે તેને સર્વે કરીશું. જ્યારે તમે ઢાબામાં રીંગણનો ઓળો મંગાવો તો ખૂબ જ તેલ વારો હોય છે.આ એકદમ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ ગયો છે.તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *