ગરમીમાં બનાવો એકદમ રીફ્રેશીંગ રોઝ લેમોનેડ ઘરે બનાવેલા રોઝ સીરપથી

કેમ છો મિત્ર? ગરમીની શરૂઆત થઇ ગઈ છે તો બધાના ઘરમાં શરબત અને બરફવાળું પાણી વગેરે પીવાની પણ શરૂઆત થઇ ગઈ હશે. તો આજે હું લાવી નવીન અને યમ્મી રિફ્રેશિંગ રોઝ લેમોનેડ.જો તમે હજી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અહીંયા ક્લિક કરીને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો. આજે આપણે બનાવીશું ગરમી માં બનાવો એકદમ રીફ્રેશીંગ રોઝ લેમોનેડ ઘરે બનાવેલા રોઝ સીરપ થી જ. આ જ્યૂસ આપણે ઉનાળા માં બનાવી શકીએ છે. જ્યારે વધારે ગરમી હોય ત્યારે.તો ચાલો બનાવવાનું શરૂ કરીએ.

સામગ્રી

  • સંચળ પાવડર
  • ફુદીનો
  • લીંબુ નો રસ
  • રોઝ સીરપ
  • મીઠું
  • પ્લેન સોડા
  • આદુ નો રસ

રીત

1- સૌથી પહેલા બે ગ્લાસ લઈશું.તેમાં બે ચમચી લીંબુ નો રસ નાખીશું.ત્યારબાદ પાચ થી છ ફુદીના ના ટુકડા બન્ને ગ્લાસ માં નાખીશું.ત્યારબાદ ૧/૪ટેબલ સ્પૂન મીઠું નાખીશું.

2- હવે બન્ને ગ્લાસ માં ૧/૪ટેબલ સ્પૂન સંચળ પાવડર નાખીશું.ત્યારબાદ બે ચમચી રોઝ સીરપ નાખીશું.હવે તેમાં પ્લેન સોડા એડ કરીશું.

3- હવે ચમચી થી મિક્સ કરી લઈશું.હવે ઉપર થી રોઝ ની પાંદડી થી ગાર્નિશ કરી લઈશું.હવે લીંબુ ની ફાડ મૂકી દઈશું.તો બિલકુલ તૈયાર છે તમારું રોઝ રીફ્રેશીંગ રોઝ લેમોનેડ.તો તમે પણ ઘરે જ રોઝ સીરપ થી નેચરલ બનાવી લો.

4- હવે લીંબુ નો જ્યુસ બનાવીશું.આ જ્યુસ માં આપણે ખાંડ નો ઉપયોગ નથી કરવાનો. સૌથી પહેલા ફુદીના ના પાન તોડી ને લઈ લઈશું.હવે તેને ખલ માં ક્રશ કરી લઈશું.હવે તેની સાથે લીંબુ ના થોડા પીસ નાખીશું.

5- લીંબુ ના છાલ સાથે ક્રશ કરવાથી તેનો રસ બહાર નીકળશે.તેનો ટેસ્ટ બહુ સરસ આવશે.હવે તેને આપણે સર્વિગ ગ્લાસ માં લઇ લઈશું.આપણે બે ગ્લાસ બનાવીશું.પણ તમારે ગમેતે તેટલા ગ્લાસ બનાવી શકો છો.તે મુજબ ફુદીનો અને લીંબુ નો ઉપયોગ કરીશું.

6- હવે તેમાં બરફ ના ટુકડા નાખીશું.હવે તેમાં એક એક ચમચી આદુ નો રસ નાખીશું.ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે બન્ને ગ્લાસ માં એક એક લીંબુ નો રસ નાખીશું.

7- હવે તેમાં અડધો અડધો ગ્લાસ પાણી નાખીશું.હવે બરાબર મિક્સ કરી લઈશું.હવે સાદી સોડા એડ કરીશું.હવે બન્ને ગ્લાસ માં થોડું થોડું મધ એડ કરીશું.હવે બરાબર મિક્સ કરી લઈશું.હવે ઉપર થી ચાટ મસાલો ભભરાવી શું.તો તમે પણ ઉનાળા માં ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *