રોઝ સીરપ – કોઈપણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનાવો રોઝ સીરપ ગરમીમાં મળશે ઠંડક…

આજે આપણે નેચરલ રોઝ સીરપ એકદમ સરળ રીતે ઘરે જ બનાવીશું. તેનો ઉપયોગ રોઝ સરબત રોઝ મિલ્ક અલગ અલગ ટાઈપ ના રોઝ મિલ્ક બનાવી શકો છો.તો ચાલો શરૂ કરીએ.

સામગ્રી

  • ગુલાબ ની પાંદડી
  • ખાંડ
  • બીટ
  • પાણી

રીત

1- સૌથી પહેલા એક પેનમાં ૨ કપ પાણી લઈશું.તેમાં બે કપ ખાંડ નાખીશું.ધીમા ગેસ પર ખાંડ બે ઓગાળી લેવાની છે.હવે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. હવે તેમાં 2 કપ ગુલાબની પાંદડી નાખીશું.

2- હવે ગુલાબની પાંદડીઓ ને બે મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકાળી લઈશું. હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગુલાબની પાંદડી નો કલર બદલાઈ ગયો છે. હવે તેમાં આ પિન્ક કલર લાવવા માટે કોઈપણ ફૂડ કલર નો ઉપયોગ નથી કરવાનો. તેમાં ૪ થી ૫ એ નાના બીટના ટુકડા નાખી દઈશું.

3- હવે ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ કલર આવ્યો છે.બે ચમચી ગુલાબ જળ એડ કરીશું.

4- હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે ફરીથી બે મિનિટ માટે આ સીરપ ને ઉકળવા દઈશું. ત્યાર બાદ દોઢ ચમચી લીંબુનો રસ નાખીશું. જેથી ખાંડના કણ થતા હોય તે નહીં થાય. ખાંડની એક તારની ચાસણી નથી કરવાની.

5- હવે તેને આંગળી માં લઇ ચેક કરી લેવાનું. કે થોડું ચીકણું લાગતું હોય તો ગેસ બંધ કરી દેવાનો. હવે સીરપ ને ગાડી લઈશું. અને બીટના ટુકડા અલગ કરી દેવાના. સીરપ ઠંડુ થાય એટલે કે આજ ની બોટલ ભરી દેવાનું.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે. તેમાંથી તમે રોઝ મિલ્ક, રોઝ સરબત,રોઝ લસ્સી પણ બનાવી શકો છો. અત્યારે આપણે રોઝ મિલ્ક બનાવીશું. ઠંડા દુધના ગ્લાસ માં જેટલું ગળ્યું જોઈએ તેટલા પ્રમાણમાં સીરપ નાખી દેવાનું. અને સારી રીતે મિક્સ કરી લેવાનું. અને તમારું રોઝ મિલ્ક બનીને તૈયાર થઇ જશે. બહાર રોઝ મિલ્ક માં કેમિકલનો ઉપયોગ થાય છે. એટલે તે વધારે પિન્ક લાગે છે.

7- પણ આ ટેસ્ટમાં કોઈ ફેર નઈ લાગે.રોઝ નો એકદમ નેચરલ ટેસ્ટ આવશે.આ રોઝ સીરપ ને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતે ઘરે રોઝ સીરપ ન બનાવ્યું હોય તો આ રેસિપી જોઈને તમે જરૂર થી બનાવી લો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *