ખૂબ જ ઓછા સમયમાં મીઠાઇવાળાની દુકાન જેવી અંગૂર રબડી બનાવવાની રીત- Angoor Rabdi

આજે આપણે બનાવીશું ખુબ જ ઓછા સમયમાં મીઠાઈ વાળા ની દુકાન જેવી અંગુર રબડી બનાવવાની રીત જોઈશું.આપણે એક કલાક માં જ અંગુર રબડી બનાવીશું.અને કઈ રીતે સોફ્ટ બને.અને ગટ્ટ બને તે જોઈશું.


સામગ્રી

  • દૂધ
  • કેસર
  • મિલ્ક પાવડર
  • કાજુ,બદામ,પિસ્તા
  • ખાંડ
  • વિનેગર
  • ઈલાયચી પાવડર

રીત

1- સૌથી પહેલા રબડી બનાવી લઈશું.તેના માટે દોઢ લિટર દૂધ લઇ લઈશું.અને ફૂલ ફેટ લેવાનું છે.દૂધ ઉકળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું.હવે જે સાઈડ માં મલાઈ જામતી હોય તેને પણ રીમુવ કરતા જઈશું.

2- હવે ગેસ ધીમે જ રાખવાનો છે.અને પા ચમચી કેસર લીધું છે અને તેને થોડા ગરમ દૂધ માં પલાળી લઈશું.હવે દૂધ ને વીસ થી પચીસ મિનિટ ઉકાળી લઈશું.અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.તે દરમિયાન આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈશું.


3- હવે બે ચમચી નીડો મિલ્ક પાવડર નાખીશું.હવે તેમાં બે થી ત્રણ ચમચી દૂધ નાખીશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું.હવે દૂધ આપણું અડધું થઈ ગયું છે.અને દૂધ નો કલર પણ બદલાઈ ગયો છે.હવે તેમાં આપણે મિલ્ક પાવડર નું મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરીશું.હવે તેને હલાવી મિક્સ કરી ને ફરી થી પાચ થી સાત મિનિટ માટે ઉકળવા દઈશું.હવે તેમાં અડધો કપ ખાંડ લઈશું.તે એડ કરીશું.

4- હવે તેને મિક્સ કરી લઈશું.હવે તેમાં નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું.અને કેસર વારું દૂધ એડ કરીશું.હવે તેમાં ત્રણ મોટી ચમચી કાજુ ,બદામ,પિસ્તા ને ઝીણા સમારીને ને રાખ્યા હતા તે એડ કરીશું.અને ફરી બે મિનિટ માટે તેને ઉકાળી લઈશું.અને સતત હલાવતા રહીશું.હવે દૂધ ઘટ્ટ થઈ ગયું છે.તો ગેસ બંધ કરી દઈશું.હવે દૂધ ને એક બાઉલ માં કાઢી લઈશું.

5- હવે તેને આપણે ફ્રિઝ માં મૂકી દઈશું.તેને પાચ થી છ કલાક માટે મૂકી દઈશું.હવે આપણે અંગુર બનાવવા માટે એક લિટર દૂધ મુકીશું.અને ધીમા ગેસ પર સતત હલાવતા રહીશું.અને દૂધ તમારે ફેટ વગર નું લેવાનું.હવે આપણું દૂધ ઉકળી ગયું છે.હવે ગેસ બંધ કરી દઈશું.હવે દૂધ ને ફાડવા માટે વિનેગર લઈશું.

6- હવે બે ચમચી વિનેગર લઈશું.દૂધ માં થોડું થોડું એડ કરતા જવાનું.જ્યારે બધું વિનેગર નખાય જાય પછી ચમચા ને ધીરે ધીરે હલવાનો.ધ્યાન રાખો કે ગેસ બંધ રાખવાનો છે.જેથી આપણું પનીર એકદમ સોફ્ટ બને છે.હવે દૂધ ને પાણી અલગ થઈ ગયું છે.હવે એક ગરણી મૂકી દઈશું.અને તેના પર એક કોટન નું કપડું મૂકી દઈશું.હવે તેમાં નાખી ને ગાળી લઈશું.એટલે પાણી બધું અલગ થઈ જશે.

7- હવે પનીર ને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું.જેથી વિનેગર ની ખટાશ જે છે તે નીકળી જશે.અને બધું પાણી નિતારી લઈશું.હવે તેને પાચ મિનિટ માટે રાખી દઈશું.હવે જે પાણી છે તેને લોટ બાંધવા માં યુઝ કરી શકો છો.હવે તેને હાથ થી મસળી લઈશું.હવે તેમાં એક ચમચી ખાંડ નાખીશું.હવે ફરી થી મસળી લઈશું.હવે આપણો લોટ સરસ થઈ ગયો છે.એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે નાના નાના બોલ્સ બનાવી લઈશું.


8- હવે તેને ચાસણી માં ઉકાળી લઈશું.હવે એક પેન લઈશું.હવે તેમાં એક લિટર પાણી એડ કરીશું.હવે તેમાં અડધો કપ ખાંડ નાખીશું.હવે પાણી ને ઉકળવા દઈશું.હવે આપણે અંગુર બનાવ્યા હતા તે એડ કરીશું.અને તે ધીરે ધીરે ઉપર આવી જશે.હવે બધા સરસ ઉપર આવી ગયા છે.હવે તેને આ જ રીતે ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું.

9- હવે બધા જ અંગુર સરસ ઉપર આવી ગયા છે.હવે તેને ઢાકણ ઢાકી બાર મિનિટ માટે કુક કરી લઈશું.હવે તેને બાર મિનિટ સુધી ખોલી ને જોવાના નથી.હવે તેમ વિડિયો માં જોઈ શકો છો કે આપણા અંગુર બધા ફૂલી ને ડબલ થઈ ગયા છે.હવે આપણે ગેસ બંધ કરી દઈશું.હવે કાણા વારી ચમચી લઈ ને પ્રેસ કરી વધારા નું પાણી કાઢી લઈશું.

10- હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે તેને આપણે લઈ લઈશું.હવે તેમાં બધા જ અંગુર નાખી દઈશું.હવે તેને મિક્સ કરી લઈશું.હવે તેને ફરી ઢાંકી ને ચાર થી પાંચ કલાક માટે ફ્રીઝ માં મૂકી દઈશું.હવે તેને સર્વે કરીશું.તેના માટે એક પ્લેટ લઈ લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ક્રીમી અને મીઠાઈ વાળા ની દુકાન જેવી જ અંગુર રબડી બની છે.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *