કેરી – ફળોનો રાજા સ્પર્ધા – શાહી ટુકડા વિથ મેંગો રબડી, કેરીની આ નવીન વાનગી તમને અને પરિવારજનોને ખુબ પસંદ આવશે.

શાહી ટુકડા વીથ મેંગો રબડી:–

**********************

આ વાનગીમાં મેંગો નો ઉપયોગ કરેલો છે. કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે. ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે.

સામગ્રી:-

******
દૂધ –૫૦૦ ગ્રામ

બ્રેડ–પ સ્લાઈસ

કેસર કેરીનો પલ્પ–૧ કપ

ખાડ–૧ કપ

ઈલાયચી–૧/૨ ચમચી

કાજુ,બદામ,પીસ્તા –૩ ચમચી

કેસર –૧૦ તાતણા

તળવા માટે તેલ–૧ કપ

રીત:–

****
સ્ટેપ ૧:-રબડી બનાવવા માટે

**********************
૧)એક તપેલીમાં દૂધ ગરમકરવા મૂકો.દૂધ ઉકળે એટલે તેમાં ૪ થી ૫ ચમચી ખાડ,ચપટી ઈલાયચી પાવડર,ડ્રાયફ્રુટ ટુકડા કરેલા,કેસર ના તાતણા અને બે બ્રેડને મિક્સરમાં ક્રશ કરીને ઉમેરો.

૨)૧૦ મિનિટ ધીમા તાપે હલાવો.

૩)હવે,ગેસ બંધ કરી દો.રબડી ને ઠંડી થવા દો.

૪)ઠંડી થાય એટલે કેરીનો પલ્પ ઉમેરો અને મિક્સ કરી દો.


૫)મેંગો રબડી તૈયાર છે.

*સ્ટેપ ર :-બ્રેડને તળવા માટે

*********************
૧)એક કડાઈમાં તેલ ગરમ કરી લો.

૨)૩ બ્રેડને ત્રિકોણ આકારમાં કટ કરી ૬ ટુકડા કરી લો.

૩)હવે,કડાઈમાં બ્રેડના ટુકડા ને ગોલ્ડન કલરના તળી લો.

૪)બાઉલમાં લઈ લો.

સ્ટેપ ૩:-ચાસણી માટે

*****************
૧)એક તપેલીમાં ૧/૨ કપ ખાડ અને ૧ કપ પાણી લઈને ઉકાળો.

૨)તેમાં ઈલાયચી પાવડર અને કેસર ના તાતણા નાખો.


ખાડ ઓગળી જાય પછી પ મિનીટ હલાવી લો.

ગેસ બંધ કરી દો.

સ્ટેપ ૪:–સર્વિંગ માટે

****************
૧)બ્રેડના ટુકડાને ચાસણીમાં એક મિનિટ ડુબાડી ને કાઢીને સર્વિંગ પ્લેટમાં લઈ લો.

૨)ઉપરથી મેગો રબડી રેડો.

૩)હવે કાજુ,બદામ,પીસ્તા થી સજાવો.

૪)સાથે મેં જાતે કેરીથી બનાવેલું ફુલ થી સજાવટ કરી છે.

૫)તો તૈયાર છે,શાહી ટુકડા વિથ મેંગો રબડી.

સ્પર્ધક : હિના નાયક (અમદાવાદ)


તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *