ઈડલી સાંભાર… – દરેક ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરીટ ઈડલી હવે બનાવો તો આવીરીતે સજાવટ જરૂર કરજો.

ઈડલી સાંભાર….!!!!

અમારી આખાય કુટુંબની પ્રિય ડીશ.

અરે ત્યાં સુધી કે કરિયાણાવાળાને ત્યાં રવો અને અડદની દાળ વારંવાર લેવા જઇએ તો એય પૂછતો કે તમે સાઉથઈન્ડિયન છો???

પણ ભાઈ હવે એવું ક્યાં રહ્યું જ છે કે આ ડીશ આ જગ્યાની હવે તો બધું બધા ખાતા જ હોય છે

ઈડલી માટે જોઈતી સામગ્રી….

3 વાડકી ચોખા ને એક વાડકી અડદની દાળ બન્ને ભેગાં 6 કલાક પલાળી રાખવા. ત્યારબાદ એમા સ્વાદ મુજબ મીઠુ નાંખીને મિક્સરમાં વાટી લો.


હવે ઈડલીના કુકરની દરેક વાડકીમાં તેલ લગાવી ને વાટેલા ખીરા મા ચપટી ખાવાનો સોડા મિક્સ કરી ને થોડું થોડું ખીરું ભરો.


આમ બધી જ ઈડલી બનાવી દો.

હવે સાંભાર ની સામગ્રી….. 🥘

1 વાડકી તુવેર દાળ

1 નંગ સમારેલું ટામેટું

5 નંગ લીલા મરચા

1 નંગ સમારેલી ડુંગળી

7,8..પાંદડા લીમડાના

સાંભાર મસાલો

1 ચમચી મેથી

1 ચમચી આખા ધાણા

સરગવો

1 વાડકી સમારેલી દુધી.

બાકી દરરોજ વપરાતા મસાલા… હળદર મરચું મીઠું ધાણાજીરૂ…

1 વાડકી તુવેર દાળ ને એક કલાક સુધી પલાળી ને રાખો.

ત્યારબાદ એને ફરીથી ધોઈને કુકરમાં ચપટી હીંગ અને હળદર અને એક ટામેટું નાખીને 4 સીટી બોલાવી બાફી લો.


બાફેલી દાળને ક્રશ કરી ને જરૃર મુજબ પાણી ઉમેરો. હવે ગેસ ચાલું કરી ગેસ પર મૂકો.

દાળ મા… સ્વાદ મુજબ મીઠુ, મરચું, હળદર, ધાણાજીરૂ, સરગવો, દુધી,મેથી, આખા ધાણા, તથા સાંભાર મસાલો બધું જ નાંખીને ધીમા તાપે ઊકળવા દો.


10 મિનિટ બાદ કડાઈમાં વઘાર માટે વઘારીયા મા તેલ મૂકો. ચપટી રઈ નાખો… રઈ તતડે ત્યાં સુધી વાડકીમાં લીલા મરચા ટામેટું ડુંગળી આ બધું જીણું સમારીને તૈયાર કરવું હવે તતડેલી રાઈમા હીંગ લીમડો જીરૂ તથા તૈયાર કરેલા મરચા ટામેટા અને ડુંગળી નાખી દો.

હલાવતા રહો… હવે એમા સાંભાર મસાલો ઉમેરો બધું જ બરાબર સંતળાઈ જાય એટલે ઊકળવા મૂકેલી દાળમાં મિક્સ કરી દો.


હવે ફરીથી હલાવો અને 10 મિનિટ સુધી ઉકળવા દો છેલ્લે કોથમીર નાખી ને વધુ સ્વાદિષ્ટ બનાવાશે.

બસ તૈયાર છે સાંભાર… 🥘

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *