કેરી – ફળોનો રાજા સ્પર્ધા – કેરીના ફ્લેવરની આ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકશો.

કેરી એટલે ફળો નો રાજા. અને આજે હુ તમારિ માટે લઇ આવી છુ એક અનોખિ અને સ્વાદિષ્ટ વાનગી. જે જટપટ અને સરળ રીતે બનાવિ શકાય છે ઓછા સમય મા. ચલો તો શરુ કરીયે એક એવી કેરિ ના વેસ્ટ માંથી બેસ્ટ એક નવિ વાનગી.

આ ડીશ તમે સ્ટાટર તરિકે પણ લઇ શકો છો.

સામગ્રી :


* કેરિ નો રસ કાઢતા વધેલો પલ્પ્

* ચીલિ ફ્લિક્સ્

* ગરમ મસાલો

* મીઠુ

* દહી

* મરિ પાવડર

* ધાના જીરુ પાવડર

* મેગી કયૂબ

* લસણ આદુ પેસ્ટ

* ઓલીવ ઓઇલ

* બાફેલા બટાકા , ડુગંડી ,કેપ્સિકમ (એક સરખા ટૂકડા મા કાપેલા)

* પાસલી

રીત :


* સૌ પ્રથમ એક બાઉલ મા બધા સુકા મસાલા , દહિ, આદુ લસણ પેસ્ટ, મેગી કયૂબ, કેરિ નો પલ્પ્ સારી રીતે મીક્શ કરી લો.

* હવે તેમા ઓલીવ ઓઇલ અને પાસલી ઉમેરી મીસ્રન ને સતત હલાવી એકરસ કરી લેવો.


* હવે આ મીસ્રન મા ધિમે ધિમે બાફેલા બટાકા , ડુગંડી ,કેપ્સિકમ ઉમેરો.

* હવે આ મિક્સર ને ૧૦-૧૫ મીનીટ રહેવા દો.


* ૧૫ મીનીટ પછી તેને ઓવન મા મીડીયમ તાપમાન પર બેક થવા દો.


* ગોલ્ડન કલર થાય ત્યા સુધિ થવા દેવુ.

* ગ્રીન ઓનીયન સાથે સર્વ કરી લેવુ.

તો તૈયાર છે સરસ મઝા નુ સ્વાદિસ્ટ સ્ટાટર .


નોંધ :

* કેરી નો પલ્પ મે જે કેરિ નો રસ કાઢતા રેસા વાળો જે પલ્પ હોય છે એ લિધેલ છે, જે આપને ફેંકી દેતા હોઇયે છે

* દહિ પાનિ વગર નુ લેવાનુ છે જેથિ લિક્વિડ વધી ના જાય

* તમે આ ડિશ નોન સ્ટીક મા પન બાનાવી સકો છો.

* ઓલીવ ઓઈલ ની બદલે નોરમલ ઓઇલ પન લઇ સકો છો

સ્પર્ધક : માર્ગી પટેલ (વડોદરા)
તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *