ઘઉં ના મુઠીયા અને તીખી કઢી – પાણી માં બાફેલા આ મુઠીયા પોચા અને સ્વાદિષ્ટ છે અને એની સાથે કઢી નો combo તો જોરદાર છે

ઘઉં ના મુઠીયા અને તીખી કઢી

રાજસ્થાન અને ઉત્તરીય પ્રદેશો માં ઘણી લોકપ્રિય આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ અને સ્વાદ થી ભરપુર છે. આ કઢી , ગુજરાતી કઢી ની જેમ ગળપણ વાળી ની પણ ખાટી અને તીખી છે. પાણી માં બાફેલા આ મુઠીયા પોચા અને સ્વાદિષ્ટ છે અને એની સાથે કઢી નો combo તો જોરદાર છે . આપ ચાહો તો લીલા આદુ-મરચા પણ ઉમેરી શકો છો .

પેહલા આપણે મુઠીયા બનાવીશું…

સામગ્રી :

• ૨ વાડકા ઘઉં નો લોટ

• ૨ મોટી ચમચી ચણા નો લોટ

• ૧ વાડકો રાંધેલો ભાત (ઓપ્શનલ)

• ૧/૨ વાડકો છીણેલી દુધી (ઓપ્શનલ)

• ૧/૨ ચમચી હળદર

• ૧ ચમચી લાલ મરચું

• ૩-૪ ચમચી તેલ

• મીઠું

રીત :


ઘઉં ના લોટ માં બધો મસાલો ઉમેરી , કઠણ લોટ બાંધો. આ લોટ ને લાંબા મુઠીયા જેવા બનાવો.

મોટા અને પોહળા તપેલા માં પાણી ઉકાળી આ મુઠીયા ને આ પાણી માં ૧૫-૧૭ min સુધી બાફો…


મુઠીયા માં છરી નાખી ચેક કરો કે બફાઈ ગયા કે નહિ …


પાણી નીતારી દો. ઠંડા થાય એટલે કટકા કરી લો . કડાય માં ૩-૪ ચમચી તેલ ગરમ કરો. ૧ ચમચી રાઈ ઉમેરો .. તતડી જાય એટલે એમાં ૨ સુકા લાલ મરચા અને હિંગ નાખી મુઠીયા ઉમેરો .. મીઠું અને મરચું સ્વાદનુસાર ઉમેરો. ધીમા તાપે થોડા કડક થવા દો.

આ મુઠીયા અને ગરમ ખાટી કઢી સાથે પીરસો..

ખાટી કઢી ની રીત :

સામગ્રી :

• ૨ વાડકા ખાટું દહીં

• ૩ ચમચી ચણા નો લોટ ( ઘણા ઘઉં નો લોટ પણ વાપરે છે )

• મીઠું

• ૧/૨ ચમચી હળદર

• ૧/૪ ચમચી રાઈ

• ૧/૨ જીરું

• ૧/૪ મેથી ના દાણા

• ૧-૨ લાલ સુકા મરચા

• લીમડા ના પાન

• મીઠું

• ૧.૫ ચમચી ઘી

રીત :


તપેલા માં દહીં, મીઠું , ચણા નો લોટ સરસ મિક્ષ કરી લો. એમાં ૨ ગ્લાસ્સ જેટલું પાણી ઉમેરો . હળદર ઉમરી ગેસ પર ઉભરો આવવા દો .


નાની કડાય માં ઘી લઇ ગરમા કરો . પછી તેમાં રાઈ, જીરું , મેથી ના દાણા , સુકા લાલ મરચા ઉમેરો. જીરું તતડી જાય એટલે લીમડા ના પાન અને હિંગ ઉમેરો. લાલ મરચું ઉમેરી તરત આ વઘાર કાઢી માં મિક્ષ કરો . કઢી ને ૮-૧૦ min માટે ઉકાળો . આ કઢી ગરમ રોટલી કે ભાત સાથે પણ પીરસી શકાય …


તો તૈયાર છે કઢી અને મુઠીયા …


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *