સક્કરપારા – રસગુલ્લા અને ગુલાબજાંબુની ચાસણી હવે ફેંકી દેતા નહિ, બનાવો આ સક્કરપારા…

ઘણી વાર એવું બનતું હોય કે હોંશે હોંશે બનાવેલ ગુલાબજામુન કે રસગુલ્લા તો ફાટફાટ ખવાય જાય પણ વધેલી ચાસણી નું શુ ???

તો ચાલો બનાવીએ આ વધેલી ચાસણી માંથી સક્કરપારા. આ સક્કરપારા ચા સાથે કે એકલા નાસ્તા મા પણ પીરસી શકાય. મેં અહીં રસગુલ્લા ની વધેલ ચાસણી નો ઉપયોગ કર્યો છે . ચાસણી ના હોય કે ચાસણી ઉમેર્યા બાદ પણ જો ગળપણ ઓછું લાગે તો ખાંડ નો ભૂકો ઉમેરી શકાય.

સામગ્રી :

• 1 વાડકો મેંદો

• 1 વાડકો ઘઉં નો લોટ

• 3 મોટી ચમચી રવો

• ચપટી મીઠું

• 3 મોટી ચમચી ઘી

• તળવા માટે તેલ

રીત ::


સૌ પ્રથમ મોટી થાળી માં મેંદો, ઘઉં નો લોટ, રવો, મીઠું અને ઘી લો. હાથ થી સરસ રીતે મિક્સ કરો.. ત્યારબાદ આ મિશ્રણ માં ચાસણી ઉમેરો.


ચાસણી મોળી હોય તો સાથે ખાંડ નો ભૂકો ઉમેરો. ચાસણી થી જ લોટ બંધાઈ જશે. હાથ માં થોડા ટીપા તેલ કે ઘી લઈ લોટ ને કુણવો


પાટલા પર મોટી અને જાડી રોટી વણો.. સક્કરપારા સહેજ જાડા જ સારા લાગશે. છરી ની મદદ થી ચોરસ કે ડાયમન્ડ શેપ કાપો.

ગરમ તેલ માં ધીમા તાપે તળો. વચ્ચે જરૂર લાગે તો ગેસ ની આંચ મધ્યમ કરો. ફૂલ આંચ પર ના તળો. કાચા રહી જશે.


બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમ હશે ત્યારે પોચા લાગશે ઠંડા પડતાં કડક બનશે. ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો.


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *