કમાલ રાશિદ ખાન એટલે કે કેઆરકેએ ફરી એકવાર સલમાન ખાનને લઈને સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. KRKએ બેક ટુ બેક ટ્વિટમાં ખુલાસો કર્યો છે કે સલમાન ખાને તેને મારવા માટે 50 કરોડની સોપારી આપી છે.
જો કે કેઆરકેની આ પોસ્ટમાં કેટલી સત્યતા છે તે જાણી શકાયું નથી, પરંતુ તેની આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહી છે.તેમની પાસે પેન ડ્રાઈવ પણ છે. આ પેનડ્રાઈવમાં એક સનસનીખેજ ફાઈલ છે. પરંતુ જો KRK તેને લેવા માંગે છે તો તેણે 10 લાખ ચૂકવવા પડશે. કેઆરકેએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તેણે મને કહ્યું છે કે સલમાન ખાને મુંબઈ અને દિલ્હી પોલીસને 50 કરોડમાં મારી સોપારી આપી છે.

હું ભારત જઈશ તો મારી નાખવામાં આવશે – KRK :
તેમણે કહ્યું છે કે આમાં ઘણા મંત્રીઓ પણ સામેલ છે. તેથી જ્યારે પણ હું ભારત જઈશ મને મારી નાખવામાં આવશે. તેણે દાવો કર્યો છે કે તેની પાસે સલમાન ખાન અને કેટલાક રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓના રેકોર્ડિંગ છે.
દિલ્હી અને મુંબઈ પોલીસ કૃપા કરીને ધ્યાન આપો :
કેઆરકેએ લખ્યું છે કે પ્રિય દિલ્હી અને મુંબઈ પોલીસ કૃપા કરીને નોંધ લો, અગાઉ કોઈએ મને મેઈલ મોકલીને એક મંત્રીના પીએ હોવાનો દાવો કર્યો હતો. તેમણે મને વિગતો માટે તેમનો સંપર્ક કરવા કહ્યું છે. જ્યારે મેં તેને આપેલા નંબર પર ફોન કર્યો ત્યારે તેણે બીજા નંબર પરથી મારો સંપર્ક કર્યો.

કોલ કરનારનો નંબર પણ શેર કર્યો :
તેણે મારા વિશે રેકોર્ડિંગ હોવાનો દાવો કર્યો હતો. આ સાથે KRKએ ટ્વીટ પર કોલ કરનારનો નંબર પણ શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે કેઆરકે સલમાન ખાનના નામને લઈને ઘણી વખત વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે. સલમાન ખાનની દરેક ફિલ્મમાં કેઆરકે તેના નેગેટિવ રિવ્યુ સાથે પ્રભુત્વ ધરાવે છે.
