સાઉથ ઇંડિયન સાંભાર મસાલા – હવે બહારથી તૈયાર પેકેટવાળો મસાલો લાવવાની જરૂરત નહિ રહે…

સાઉથ ઇંડિયન સાંભાર મસાલા :

એરોમેટિક, ફ્લેવરફુલ સાંભાર મસાલો સાઉથ ઇંડીયન ફુડ્સને ખૂબજ ડીલીશ્યશ બનાવે છે. તેના વગર સાઉથ ઇંડિયન રસોઈ રેસિપિ અધુરી છે. ત્યાંના રાઇસ અને વેજીટેબલ્સમાં પણ મસાલા ઉમેરવામાં આવતા હોય છે. તેથી આમ જોઇએ તો સાંભાર મસાલો એ સાઉથ ઇંડિયન કીચનનો એક અભિન્ન્ન ભાગ છે. ત્યાંની ટ્રેડીશનલ રેસિપિઓ તો મસાલા વગર બનતી જ નથી.

હોમ મેડ સાંભાર મસાલો શેકેલા ફ્રેશ સ્પાયસીસમાંથી બનાવવમાં આવતો હોવાથી ફ્રેશ, એરોમેટિક હોય છે, તેને સામભારમાં ઉમેરી ઇડલી, ઢોસા, મેંદુવડા વગેરે સાથે ખાવામાં આવે છે.

દરેક મસાલાઓને વારા ફરતી શેકીને તેને સાથે ગ્રાઇંડ કરવામાં આવે છે.

તેના માટે આખા મસાલા જેવાકે આખા ધણા,જીરુ, લાલ મરચા, મરી દાણા, મેથી વગેરે સારી ક્વોલિટિના લઇ, સાફ કરી લેવા. ત્યારબાદ તેને તપાવી લેવા ખૂબજ જરુરી છે. તપાવીને ગ્રાઇંડ કરીને બનાવવામાં આવેલા મસાલાની સેલ્ફ લાઇફ વધી જતી હોય છે.

આજે હું અહીં ખૂબજ સરસ એરોમેટીક સાઉથ ઇંડિયન સાંભાર મસાલો બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ઘરે બનાવેલા સાંભારમાં ઉમેરેવાથી સાઉથ ઇંડિયન સાંભાર જેવો જ ટેસ્ટ આવશે.

સાઉથ ઇંડિયન સાંભાર મસાલો બનાવવા માટેની સામગ્રી :

  • 50 ગ્રામ આખા ધાણા
  • 1 ટેબલ સ્પુન આખુ જીરુ
  • 25-30 મીઠા લીમડાના પાન
  • 1 ટેબલ સ્પુન કાળા મરીના દાણા
  • 2 ટેબલ સ્પુન મેથીના દાણા
  • 1 ટી સ્પુન રાઈ
  • 1 ટી સ્પુન હળદર પાવડર
  • ¼ ટી સ્પુન હિંગ
  • 2 ટેબલ સ્પુન ચણાની દાળ
  • 1 ટેબલ સ્પુન અડદની દાળ
  • 1 ટેબલ સ્પુન ચોખા
  • 10-12 સૂકા આખા લાલ મરચા ( 5 કાશ્મીરી + 5 તીખા )
  • 1 ટી સ્પુન સોલ્ટ

સાઉથ ઇંડિયન સાંભાર મસાલો બનાવવાની રીત :

સૌ પ્રથમ બધા આખા મસાલા સાફ કરી કચરો કાઢી લ્યો. ત્યારબાદ તેને સુર્યના તાપમાં તપાવી લ્યો.

હવે સ્લો ફ્લૈમ પર એક થીક બોટમની કડાઇ ગરમ કરો. હવે ફ્લૈમ એકદમ સ્લો કરી લ્યો.

તેમાં 50 ગ્રામ આખા ધાણા અને 1 ટેબલ સ્પુન આખુ જીરુ ઉમેરી એકદમ સ્લો ફ્લૈમ પર શેકો. તેમાંથી સરાસ અરોમા આવવા લાગે અને કલર ચેંજ થઇ બરાબર શેકાઇ જાય એટલે તેને એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે કડાઇને ફરીથી સ્લો ફ્લૈમ પર મૂકી ગરમ કરી તેમાં 2 ટેબલ સ્પુન ચણાની દાળ, 1 ટેબલ સ્પુન અડદની દાળ, 1 ટેબલ સ્પુન ચોખા ઉમેરી મિક્ષ કરી તેને પણ ડ્રાય રોસ્ટ કરી લ્યો. બન્ને દાળ થોડી બ્રાઉન કલરની થઇ જાય અને ચોખા પણ બરાબર શેકાઇ જાય એટલે તેમાં સાથે 10-12 સૂકા આખા લાલ મરચા ( 5 કાશ્મીરી + 5 તીખા ) ઉમેરી તેને પણ રોસ્ટ કરો. મરચા ફુલી જાય અને સરસ ક્રીસ્પી કરવા. મરચાનો કલર ચેંજ ના થાય ત્યાંસુધી એકદમ સ્લોફ્લૈમ રાખી રોસ્ટ કરો.

હવે તેને પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

ત્યારબાદ તે જ કડાઇમાં 1 ટી સ્પુન રાઈ, અને 2 ટેબલ સ્પુન મેથીના દાણા ઉમેરી રોસ્ટ કરો. રાઇ બરાબર તતડી ને ફુલી જાય અને મેથી બ્રાઉન કલરની થઇ બરાબર શેકાઇ જાય એટલે તેને પણ સાથે પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે 25-30 મીઠા લીમડાના પાન કડાઇમાં ઉમેરી તેનો કલર બહુ ચેંજ ના થાય અને એકદમ ક્રીસ્પી થઇ જાય ત્યાં સુધી રોસ્ટ કરો. ઠંડા પડે એટલે તેનો હાથથી બારીક ભૂકો કરો.

ત્યારબાદ ગ્રાઇંડરનો જાર લઇ તેમાં રોસ્ટેડ આખાધાણા અને જીરુ ઉમેરો.સાથે રોસ્ટેડ બન્નેદાળ, ચોખા અને મરચા ઉમેરો. તેમાં હિંગ, હળદર અને મરીના દાણા ઉમેરો.(મરીના દાણા રોસ્ટ કરવા નહી).

હવે જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ગ્રાઇંડ કરી લ્યો. એકદમ ફાઇન પાવડર ફોમમાં ગ્રાઇંડ કરવાથી સાઉથ ઇંડિયન સાંભાર મસાલાને ચાળવાની જરુર નથી. છેલ્લે તેમાં સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો જેથી તેમની સેલ્ફ લાઇફ પણ વધી જશે.

એકદમ પરફેક્ટ, માર્કેટમાં મળતા સાંભાર મસાલા જેવો જ આ મસાલો બને છે. કિંમતમાં પણ મારકેટના મસાલા કરતા ઘણોજ સસ્તો પડશે. સાંભારમાં ઉમેરવાથી ખૂબજ સરસ અરોમા અને ટેસ્ટ આવશે.

તો સાંભારમાં ઉમેરી એરોમેટીક, ટેસ્ટી અને હેલ્ધી સાંભાર બનાવવા માટે હોમ મેડ સાઉથ ઇંડિયન સાંભાર મસાલો રેડી છે.

સાંભાર મસાલો ગ્રાઇંડ થઈ ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી રુમ ટેમરેચર પર આવવા દ્યો.બરાબર ઠંડો પડી જાય પછી જ તેને સ્ટોર કરવા માટે એર ટાઇટ ગ્લાસના જાર કે બોટલમાં ભરી પેક કરો. ફ્રીઝમાં રાખવાથી 3-4 મહિના ફ્રેશ રહેશે.

તમે પણ ચોક્કસથી બનાવજો. નેક્સ્ટ રેસિપિ સાંભારની આપીશ.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *