રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભાર ઘરે કેવી રીતે બનાવો તેની ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ઘરે કેવી રીતે બનાવો તેની ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ જોઈશું.

1- સૌથી પહેલા તુવેરદાળ કેટલી લેવાની સંભાર બનાવવામાં.તો તમે પા કપ તુવેર દાળ લો તો ચા થી પાચ બાઉલ સંભાર બનાવી શકો છો. દાળ ને પેહલા પલાળી લેવાની છે. પછી કૂકર માં બાફી લેવાની છે.જ્યારે પણ કૂકર માં બાફતા હોઈએ ત્યારે આ ટિપ્સ ખાસ યાદ રાખજો.કે કૂકર માં ઢાંકણા પર તેલ લગાવી લેવાનું છે.જેથી દાળ ઉભરાય નહીં.અને બે થી ત્રણ ગણું પાણી ઉમેરી દેવાનું છે.

2- હવે દાળ બાફી લેવાની.દાળ બાફતી વખતે થોડી હળદર પણ ઉમેરીશૂ.જેથી સંભાર નો કલર સરસ આવશે.આ સૌથી પહેલી ટિપ્સ છે. જ્યારે આપણે સંભાર વઘારી એ ત્યારે બે રીત થી વઘાર તા હોઈએ છે.એક તો દાળ માં બધા વેજીટેબલ ઉમેરી દેતા હોય છે.સાઈડ માં વઘાર કરી અને ઉપર થી ઉમેરી દેતા હોય છે.

આ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ પણ કહી શકાય છે.અને બીજી એક સ્ટાઇલ છે આપણે જ્યારે તેલ મૂકી રાય મેથી ની વઘાર કરી અને મીઠા લીમડા નો વઘાર કરી અને ટામેટા ને સાંતળી લઈએ.અને પછી બાફેલી દાળ ઉમેરીએ.અને પછી ઉકળવા દઈએ. આજે આપણે અલગ રીત જોઈશું.


3- સૌથી પહેલા એક પેસ્ટ તૈયાર કરીશું. તેના માટે એક મિક્સર જાર લઈ લઈશું.તેની માટે બે મોટા ટામેટા લેવાના છે.તેની સાથે એક ચમચી લાલ મરચું પાવડર,બે ચમચી ધાણાજીરું પાવડર,બે ચમચી સંભાર મસાલો ઉમેરવાનો છે.

આપણે મોટા ભાગે સંભાર મસાલો બહાર થી જ લાવતા હોઈએ છે.અને પા ચમચી હિંગ નાખીશું.અને પા ચમચી હળદર નાખીશું.અને તેની સાથે આઠ થી દસ મીઠા લીમડા ના પાન નાખીશું.અને એક નાની ચમચી આંબલી ઉમેરિશુ.હવે આ પેસ્ટ ને ક્રશ કરી લઈશું.

4- હવે આપણે આ પેસ્ટ ને વઘારી લઈશું.પેહલા તો તેલ મૂકીશું.અને તેમાં રાય અને મેથી નો વઘાર કરીશું.અને મીઠો લીમડો એડ કરીશું. પછી જે તમે વેજીટેબલ ઉમેરવા માગતા હોય એ ઉમેરી શકો છો.તમે દુધી,સરગવાની સીંગ આ બધું એડ કરી શકો છો.આ વેજીટેબલ ને બાફવા ની જરૂર નથી.

કાચા જ થોડા શેકી લેવાના છે.અને પછી આપણે જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરવાની છે.અને તેને સરસ રીતે સાંતળી લેવાની છે.અને જરૂર પડે તો પા કપ પાણી પણ ઉમેરી શકો છો.અને સરસ રીતે સાંતળી લેવાની છે.એટલે તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળી લઈશું. હવે આ પેસ્ટ સંતળાય જાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરી દેવાની છે.


5- હવે આ સંભાર ને ઉકળવા દેવાનો છે. હમેશાં યાદ રાખજો કે જ્યારે સંભાર બનાવો હોય ત્યારે જમવાના ચાર કલાક પેહલા બનાવી દેવાનો.જેથી તેનો ટેસ્ટ બહુ સરસ રીતે ચડી જાય છે.અને તમે જ્યારે સંભાર બનાવો ને ત્યારે મીઠા નું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે.

કારણકે ઢોંસા કે ઈડલી તેની સાથે જ ખાતા હોઈએ છે.એટલે આ વાત ખાસ યાદ રાખજો.હવે જે સંભાર છે તેને બાર થી પંદર મિનિટ ઉકાળી લેવાનો છે.જેમ જેમ સંભાર ઉકળશે તેમ જે પેસ્ટ એડ કરી હતી તેનો ટેસ્ટ ખુબ સરસ આવશે.અને તેની થીક્નેસ પણ બહુ સરસ આવતી જશે.

6- તમને જે જોઈએ છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર એ તૈયાર થઈ જશે.અને પછી તેને ઢોંસા ઈડલી સાથે ખાઈ શકો છો. તો તમે ચોક્કસ થી ઘરે બનાવજો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *