મેથી ચોખાનું શાક – ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત આ શાક તમારા ભોજનમાં લગાવશે ચાર ચાંદ…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત મેથી ચોખાનું શાક બનાવવાની પરફેક્ટ રીત” આ શાક તમે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે પણ બનાવી શકો છો. આ ખૂબ જ ફટાફટ બની જતું શાક ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.જોતા જ મોઢામાં પાણી આવી જ ગયું હશે??

ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એકવાર ઘરે ટેસ્ટ કરશો તો ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.ખાધા પછી પણ સ્વાદ દાઢે જ વળગી જશે.એક વખત ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૩ ટેબલ સ્પૂન મેથી ના દાન
  • ૩/૪ કપ ચોખા
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧ ટી સ્પૂન
  • મીઠા લીમડા ના પણ
  • ૨ ટેબલ સ્પૂન લસણ અને મરચા ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૧ ટી સ્પૂન ધાણા જીરું
  • ૫ કપ જાડી અને ખાટી છાશ
  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :


૧. મેથી અને ચોખા ને અલગ અલગ ધોઈ ને અલગ જ પલાળી દેવા ૩૦ મિનિટ માટે.

૨. હવે એક તપેલા માં તેલ મૂકી રાય, જીરું, લીમડો, લસણ મરચા ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

૩. હવે એમાં હિંગ ઉમેરો અને પલાળેલી મેથી ને પાણી કાઢી ને ઉમેરો.

૪. ૨ મિનિટ સાંતળી ને એમાં પલાળેલા ચોખા પાણી કાઢી ને ઉમેરવા અને ૨ મિનિટ સાંતળવા.

૫. હવે એમાં ૧ કપ પાણી ઉમેરો.


૬. હવે એમાં હળદર, મીઠું, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી ને વધુ એક કપ પાણી ઉમેરી ને ઢાકી ને ચઢવા દો.

૭. પાણી સુકાય અને ચોખા નો દાણો ચઢે એટલે એમાં છાશ ઉમેરવી.

૮. હવે આ શાક ને ઉકાળવા દેવું અને પછી મીઠું ચેક કરી લેવું.

૯. શાક જાડું થાય તો એમાં વધુ પાણી કે છાશ ઉમેરવું.

૧૦. ૧૦ મિનિટ જેવું ઉકળે એટલે ગરમાગરમ કડક ભાખરી કે મકાઈ ના રોટલા જોડે સર્વ કરો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *