સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ હોમમેડ સંભાર મસાલો

આજે આપણે સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ હોમમેડ સંભાર મસાલો બનાવીશું.આ મસાલો ઘરે બનાવો તો સારો એવો ટેસ્ટ આવે છે અને સસ્તો પણ પડે છે અને એકદમ ટેસ્ટી સંભાર બને છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ચણા દાળ
  • અડદ ની દાળ
  • ચોખા
  • મીઠો લીમડો
  • મરી
  • સૂકું લાલ મરચું
  • હીંગ
  • આખા ધાણા
  • જીરું
  • તજ
  • લવિંગ
  • મેથી ના દાણા

રીત

1- તો સૌથી પહેલા આપણે એક પેન માં બે ચમચી આખા ધાણા લઈશું,તેને ડ્રાય રોસ્ટ કરી લઈશું આપણે બહાર થી મસાલો લાવીએ તેના કરતા ઘરે જે બનાવીએ તેનો ટેસ્ટ કઈક અલગ જ આવતો હોય છે.

2- હવે એક ટેબલ સ્પૂન જીરું નાખીશું, આ શેકાય ત્યારે જે સુગંધ આવે તે બહુ સરસ આવે છે ચાર ઘર સુધી ખબર પડે કે આજે કોઈ ના ઘરે સંભાર બને છે રોસ્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેનો કલર બદલાઈ અને તેની સુગંધ આવે ત્યારે આ રોસ્ટ થઈ ગયું હોય તેમ સમજવું.

3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ રોસ્ટ થઈ ગયું છે તેનો કલર પણ બદલાઈ ગયો છે તો તેને એક બાઉલ માં કાઢી લઈશું,હવે આપણે બધી દાળ રોસ્ટ કરવાના છે.

4- હવે તેમાં એક ટેબલ સ્પૂન ચણા દાળ લઈશું,ત્યારબાદ એક ચમચી અડદ ની દાળ લઈશું,આમાં ઘણા લોકો તુવેર ની દાળ પણ એડ કરતા હોય છે હવે આપણે ચણા ની દાળ અને અડદ ની દાળ ને ડ્રાય રોસ્ટ કરી લઈશું.

5- હવે તેને ધીમા ગેસ પર ડ્રાય રોસ્ટ કરી લઈશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ દાળ શેકાય ગઈ છે તેનો કલર પણ થોડો બદલાઈ ગયો છે હવે તેને પણ બાઉલ માં કાઢી લઈશું.

6- હવે એક અડધી ચમચી મરી લઈ લઈશું,ત્યારબાદ એક તજ નો ટુકડો લઈશું અને બે લવિંગ એડ કરીશું અને અડધી ચમચી મેથી દાણા એડ કરીશું, ત્યારબાદ એક ચમચી કાચા ચોખા એડ કરીશું.તમે કોઈપણ ચોખા લઈ શકો છો,હવે આ બધું જ ડ્રાય રોસ્ટ કરીશું, ચોખા નાખવાથી સંભાર થોડો ઘટ્ટ થશે.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કલર બદલાઈ ગયો છે હવે આ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે હવે તેને એજ બાઉલ માં કાઢી લઈશું,હવે પેન માં એક ચમચી મીઠા લીમડાના પાન એડ કરીશું, ત્યારબાદ બે થી ત્રણ સૂકા લાલ મરચા લઈશું આને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાન ઈઝીલી તૂટી જાય છે એટલે આ ડ્રાય રોસ્ટ થઈ ગયું છે.

8- હવે આને પણ એજ બાઉલ માં કાઢી લઈશું.હવે ગેસ બંધ કરી દઈશું, હવે તેમાં થોડી હીંગ નાખીશું,હવે આ બધું આપણે મિક્સર માં ક્રશ કરી લઈશું હવે સરસ ક્રશ થઈ ગયું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.સંભાર મસાલા પાવડર તૈયાર છે આને તમે કોઈપણ એર ટાઈટ બરણી માં ભરી શકો છો.

9- આ સંભાર મસાલા પાવડર તૈયાર છે તો તમે પણ આ રેસિપી જોઈ ને એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *