ગુજરાતી સ્ટાઇલ ગોળ કેરીનું અથાણું ઘરે કેવી રીતે બનાવવું

આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ગોળ કેરી નું અથાણું ઘરે કેવી રીતે બનાવવું તે જોઈશું.આ બધા જ ગુજરાતીઓ ના ઘરે બનતું આ ગોળ કેરી નું અથાણું એકદમ ગુજરાતી સ્ટાઇલ માપ સાથે બનેલું છે.આ ગોળ કેરી ના અથાણા ને પૂરી સાથે રોટલી કે ભાખરી સાથે કે મુઠીયા સાથે પણ ખાઈ શકો છો.અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવી લઈએ ગોળ કેરી નું અથાણું.

સામગ્રી

  • આચાર મસાલો
  • ગોળ
  • વરિયાળી
  • કાચી કેરી
  • આખા ધાણા ના કુરિયા
  • મીઠું
  • હળદર
  • ખારેક

રીત

1- આપણે અહીંયા ૫૦૦ ગ્રામ કેરી લઈશું કેરી ની પસંદગી કરતી વખતે તમે તોતાપુરી લઈ શકો છો,અથવા રાજાપુરી પણ લઈ શકો છો,અને દેશી કેરી પણ લઈ શકો છો, ધ્યાન રાખવાનું છે કે એકદમ ફ્રેશ હોય અને તેમાં ગોટલી નાની હોય તેવી કેરી લેવાની.

2- કેરી પોચી ના હોવી જોઈએ,હવે કેરી ની છાલ કાઢી લઈશું,હવે આપણે તેને કટ કરી લઈશું તેના નાના ટુકડા કરી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો.ત્યારબાદ તે રીતે જ બધી કેરી કટ કરી લઈશું,કારણકે હજુ આપણે મીઠા અને હળદર માં નાખીશું એટલે તે થોડા નાના થઈ જશે.

3- જો બહુ નાનાં ટુકડા હશે તો વધારે નાના થઈ જશે.પછી ગોળ માં એકદમ સોસાઈ જશે,હવે કેરી બધી કટ થઈ ગઈ છે ત્યારબાદ એક મોટી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ બે ચમચી મીઠું નાખીશું.હવે બધી જ કેરી ને મિક્સ કરી લઈશું,હવે તેને ઢાંકી દઈશું હવે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

4- હવે તેને ઢાંકીને ને ૨૪ કલાક માટે રહેવા દઈશું.જેથી તેમાંથી પાણી છૂટી જશે,હવે સરસ અથાઈ ગઈ છે.હવે આપણે કેરી ના ટુકડા ને સુકવી લઈશું, એક કોટન કપડાં માં. આ કેરી ના ટુકડા ને પંખા નીચે નઈ સૂકવવાના તેને ઘર માં જ રાખવાના,ત્યારબાદ ચાર કલાક બાદ તેને કોરી કરી લઈશું.

5- હવે આપણે કેરી માં નાખવા માટે એક કિલો ગોળ લઈ લઈશું.આપણે જેટલી કેરી લીધી હોય તેટલો ગોળ લેવાનો.આપણે અહીંયા ૫૦૦ ગ્રામ કેરી લીધી છે તો ૫૦૦ ગ્રામ ગોળ લઈશું,હવે ગોળ ને છીણી લઈશું. જેટલો ઝીણો છીણાસે એટલું જલ્દી અથાણું બનશે.

6- હવે ચાર કલાક થઈ ગયા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો કેરી સરસ સુકાઈ ગઇ છે ટુકડા સરસ કોરા થઈ ગયા છે અને અંદર થી એકદમ પોચા થઈ ગયા છે અને ઉપર થી એકદમ સરસ કોરા થઈ ગયા છે તેમાં સેજ પણ પાણી નથી.હવે આપણે અથાણું બનાવી લઈશું,હવે તેલ ને ગરમ કરી લઈશું.

7- આપણે અહીંયા એક કપ સીંગતેલ લઈ લઈશું,તમે તલ નું તેલ પણ લઈ શકો છો હવે તેને ગરમ કરી લઈશું.તેલ ને એટલું ગરમ કરવાનું કે તેમાંથી વરાળ નીકળે એટલું ગરમ કરી લેવાનું છે. આમ કરવાથી આપણું અથાણું આખું વર્ષ સારું રહેશે.અને જો તમે કાચું તેલ નાખશો તો અથાણું બગાડવાની સંભાવના રહે છે.

8- હવે તેલ ગરમ થઈ ગયું છે હવે તેલ ને બરાબર ઠંડુ થવા દઈશું હવે અથાણું બનાવવા માટે એક સ્ટીલ ની તપેલી લઈશું,અને તપેલી ને એકદમ કોરી કરી લેવાની જો તપેલી માં ભેજ નો ભાગ હશે તો તમારું અથાણું બગડી જશે. મોટી તપેલી લઈશું જેથી તમારે ફેરવવા માં ઈઝી રહે.

9- હવે આપણે એક કપ અથાણા નો મસાલો લઈશું તમે તૈયાર મસાલો પણ લઈ શકો છો અને તમે ઘરે પણ બનાવી શકો છો,૫૦૦ગ્રામ કેરી છે તો તેની સાથે ૧૫૦ ગ્રામ મસાલો લઈશું, ત્યારબાદ આપણે ધાણા ના કુરિયા લઈશું.આપણે લગભગ પા કપ ધાણા ના કુરિયા લઈશું.

10- હવે તેમાં બે ચમચી આખી વરિયાળી લઈશું.આનો ટેસ્ટ બહુ સરસ આવશે,હવે તેમાં એક ચમચી આખા મરી લઈશું આ તમારે નાખવા હોય તો નાખી શકો છો ત્યારબાદ પાચ થી છ લવિંગ નાખીશું,હવે એક મોટી ચમચી મીઠું નાખીશું,હવે બધું સરસ મિક્સ કરી લઈશું હવે તમે અડધો કપ ખારેક ને ઝીણા ટુકડા માં કટ કરી લઈશું,આ પણ તમને પસંદ હોય તો તમે નાખી શકો છો.

11- આ તમે ગોળ કેરી ના અથાણા માં તમે ખાવ ત્યારે આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને આ બાળકો ને ખૂબ પસંદ આવતી હોય છે હવે આપણે ગોળ ને ઝીણો ઝીણો છીણી લીધો છે તે પણ એડ કરીશું હવે આપણે મસાલા ને અને ગોળ ને સરસ મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે હાથ થી સરસ મિક્સ કરી લીધું છે.

12- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોળ અને મસાલો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં કેરી ના ચિરીયા નાખી દઈશું હવે તેને પણ હાથ થી સરસ મિક્સ કરી લઈશું,ત્યારબાદ તેમાં તેલ એડ કરીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે અથાણું આપણું સરસ મિક્સ થઈ ગયું છે.

13- હવે તેમાં તેલ એડ કરીશું,હવે સરસ મિક્સ કરી લઈશું તેલ તમને ઓછું લાગે તો ફરી થી તેલ ગરમ કરી એડ કરી શકો છો.જો એકસાથે તેલ નાખશો તો ગોળ ઓગળી જશે.એટલે આપણે ઓછું તેલ નાખ્યું છે,ફરી જરૂર પડશે તો નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું,હવે તેને ઢાંકીને ત્રણ દિવસ રહેવા દઈશું,ત્રણ દિવસ માં તેને બે થી ત્રણ વાર તેને હલાવતા રહીશું.

14- તમે ત્રણ દિવસ પછી જોશો તો તૈયાર થઈ ગયું હશે.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે હવે ત્રણ દિવસ થઈ ગયા છે ગોળ સરસ ઓગળી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે અને રસો પણ તૈયાર થઈ ગયો છે.હવે તેને બરણી માં ભરી લઈશું,આપણું અથાણું તૈયાર થઈ ગયું છે હવે આપણે કાચ ની બરણી માં ભરી લઈશું.આપણે બરણી ને તડકે કોરી કરી લેવાની તેમાં સેજ પણ ભેજ ના રહે તે રીતે.

15- આપણે કાચ ની જ બરણી માં ભરી લેવાનું,જો પ્લાસ્ટિક બોટલ માં ભરાસો તો અથાણું બગડી જતું હોય છે.કાચ ની બોટલ માં અથાણું સારું જ રહેતું હોય છે આપણે બહુ જ અથાણું ભરી લઈશું,હવે તેનું ઢાંકણ ઢાંકી તમારે જ્યારે અથાણું ખાવું હોય ત્યારે ખાઈ શકો છો.જો તમે ચોક્કસથી આ રીતે બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *