શાહી વેજ બિરયાની – ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે આ શાહી બિરિયાની બહુ સરળ રીત છે…

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. જો તમે હજી સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અહીંયા ક્લિક કરીને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી વેજ બિરયાની બનાવવાની રીત જોઈશું.

સામગ્રી

  • બાસમતી ચોખા
  • કાજુ
  • કીસમીસ
  • મીઠું
  • ઘી
  • ઈલાયચી
  • ડુંગળી
  • લીલા મરચાં
  • લાલ મરચું
  • લસણ
  • મરી
  • લવિંગ
  • તજ
  • આદુ
  • હળદર
  • ધાણાજીરું
  • તમાલપત્ર
  • ગરમ મસાલો
  • મિલ્ક
  • જીરું
  • કેસર
  • બટાકા
  • ગાજર
  • કેપ્સિકમ
  • વટાણા
  • ફણસી
  • ફુદીનો
  • ફ્લાવર
  • ટામેટા

રીત

1- સૌથી પેહલા અડધો કલાક બાસમતી ચોખા ને પાણી મા પલાળી રાખી શું.તેના થી વધારે પાણી લેવાનું છે.તેને ઓસાવી ને ભાત ને અધકચરો કુક કરીશું.આપણે પાણી ને ઉકાળી લઈશું.હવે પાણી ઉકળી ગયું છે.તો તેમાં ચોખા નાખીશું.

2- હવે તેમાં એક ચમચી મીઠુ નાખીશું.અને થોડું ઘી નાખીશું.તેને ઢાકવાનું નથી. તેને એકદમ ચડવા નથી દેવાનો.જ્યારે બિરીયાની બનાવીશું ત્યારે બાકી નો કુક થઈ જશે.હવે બાકી ના પાણી ને કાઢી લઈશું.હવે તેને ઠંડો પડવા દઈશું.હવે પેન માં એક ચમચી ઘી ગરમ કરીશું.

3- હવે કાજુ ના ટુકડા ને ફ્રાય કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગુલાબી કલર આવી ગયો છે.હવે તેને પ્લેટ માં કાઢી લઈશું.હવે એક ચમચી જેટલા કીસમીસ છે તેને પણ ફ્રાય કરી લઈશું.હવે તેને પણ કાઢી લઈશું.હવે આપણે ડુંગળી ને પણ ફ્રાય કરી લઈશું.તે થોડી ગોલ્ડન બ્રાઉન થશે એટલે કાઢી લઈશું.હવે ડુંગળી થઈ ગઈ છે તો તેને કાઢી લઈશું.આનો ટેસ્ટ બહુ સરસ આવશે.

4- હવે આપણે પેસ્ટ બનાવી દઈશું.હવે લીલા મરચા,મરી,ઈલાયચી,લવિંગ,લસણ,આદુ અને તજ આ બધું આપણે મિક્સર જારમાં લઈ લઈશું.ત્યારબાદ એક ચમચી ખસખસ એડ કરીશું.ત્યારબાદ એક ચમચી હળદર એડ કરીશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી ધાણજીરૂ એડ કરીશું.ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો નાખીશું.અને અડધી ચમચી ફુદીના નો પાવડર નાખીશું.હવે પાણી નાખ્યા વગર ક્રશ કરી લઈશું.

5- હવે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.હવે ઘી ગરમ કરીશું.તેમાં એક તમાલપત્ર નાખીશું.ત્યારબાદ એક ચમચી જીરું નાખીશું.હવે પેસ્ટ એડ કરીશું.હવે ઘી માં સાંતળી લઈશું.અને એક કેપ્સિકમ નાખીશું.હવે તેમાં એક ગાજર એડ કરીશું.હવે તેમાં ત્રણ મોટા ટામેટા નાખીશું.હવે તેમાં બાફેલા વેજીટેબલ નાખીશું.

6- હવે એક કપ ફ્લાવર એડ કરીશું.ત્યારબાદ એક બાફેલું બટકું લઈશું.ત્યારબાદ વટાણા બાફી ને નાખ્યા છે.અને કોર્ન છે અને ફણસી પણ એડ કરીશું.હવે તેને સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે મિક્સ કરી લઈશું.હવે ગેસ બંધ કરી દઈશું.હવે લીલા ધાણા નાખીશું.હવે બે ચમચી કાચું મિલ્ક કેસર નાખી ને રેડી રાખવાનું છે.

7- હવે તે જ પેન માં થોડું ઘી લઈશું.હવે આપણે લેયરિંગ ની પ્રોસેસ કરીશું.તેના માટે નીચે ભાત મુકીશું.હવે બીજું લેયર વેજીટેબલ મૂકવાના છે.ફરી થી ઉપર રાઈસ મુકીશું.હવે બીજા બધા વેજીટેબલ છે તે બધા એડ કરીશું.હવે લાસ્ટ માં બધા રાઈસ એડ કરીશું.હવે જે ડુંગળી ફ્રાય કરી હતી તે ઉપર મુકીશું.હવે કીસમીસ અને કાજુ નાખીશું.હવે લાસ્ટ કેસર વારું મિલ્ક છે તેને સ્પ્રિંગલ કરીશું.

8- હવે આ તૈયાર થઈ ગયું છે.હવે તેને ઢાકી દઈશું.હવે દસ મિનિટ થઈ ગઈ છે.હવે બિરીયાની થઈ ગઈ છે.હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.ગરમા ગરમ શાહી વેજ બિરયાની તૈયાર થઈ ગઈ છે.તો તેને રાયતા સાથે ખાઈ શકો છો.તો બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *