શિયાળું સ્પેશિયલ દાણા મુઠીયા શાક બનાવવાની એકદમ સરળ રેસિપી

આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ દાણા મુઠીયા નુ શાક એક દમ સરળ રીત થી. દાણા એટલે શિયાળામાં ભરપૂર મળતી તુવેર,પાપડી અને ચોરી ના દાણા માંથી આપણે શાક બનાવીશું. અને મેથી માંથી આપણે તેના મુઠીયા બનાવીશું. અને જો લીલું લસણ મળતું હોય તો લીલુ લસણ નાખી શકો છો. આ શાક તમે રોટલી, પરોઠા સાથે ખાસો તો ખાતા જ રહી જશો. તો ચાલો શિયાળુ દાણા વાળું શાક બનાવી લઈએ.

સામગ્રી

  • તુવેરના દાણા- અડધો કપ
  • પાપડી ના દાણા- અડધો કપ
  • ચોરા ના દાણા- અડધો કપ
  • ઘઉંનો કરકરો લોટ
  • બેસન
  • તેલ
  • આદુ-લસણની પેસ્ટ
  • લીલા મરચાની પેસ્ટ
  • ઝીણી સમારેલી મેથી
  • તલ
  • આમચૂર પાવડર
  • ગોળ
  • અજમો
  • કસ્તુરી મેથી
  • લીલા ધાણા
  • ખાંડ
  • હિંગ
  • હળદર
  • ગરમ મસાલો
  • રાય
  • જીરું
  • મીઠું
  • ઝીણા સમારેલા ટામેટા
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર

રીત-


1- સૌથી પહેલા આપણે ત્રણેય દાણા ને બાફી લઈશું.દાણા બફાય ત્યાં સુધી આપણે મુઠીયા નો લોટ બાંધી લઈશું. તો આપણે ઘઉંના કરકરો એક કપ લોટ લઈશું. હવે તેમાં બે ચમચી ઝીણો બેસન નો લોટ લઈશું.

2- હવે આપણે દોઢ ચમચી તેલ નાખીશું. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે એક નાની ચમચી લીલા મરચાં ની પેસ્ટ નાખીશું.અને એક નાની ચમચી આદુ અને લસણ ની પેસ્ટ નાખીશું.

3- હવે અડધો કપ ઝીણી સમારેલી મેથી એડ કરીશું. અને એક મોટી ચમચી તલ નાખીશું. હવે એક નાની ચમચી અજમો લઈશું અને અજમાને આ રીતે હાથ થી મસળી ને નાખીશું.

4.ત્યારબાદ આપણે એક મોટી ચમચી ખાંડ લઈશું. અને તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઇ શકો છો.ત્યારબાદ તેમાં આપણે પા ચમચી હિંગ નાખીશું.હિંગ નાંખવાથી મૂઠિયાં પચવામાં આસાન રહે છે.

5.હવે આપણે પા ચમચી હળદર નાખીશું.અને સ્વાદ મુજબ મીઠુ નાખીશું.મીઠું નાખ્યા બાદ હવે અડધું લીંબુ નો રસ નાખીશું.

6.આ લેવલ પર તમે થોડી ખટાશ માટે આમચૂર પાવડર નાખી સકો છો અને બધા જ મસાલા અને લોટ ને આપણે બરાબર મિક્સ કરી લઈશું.બધું મિક્સ થઈ જાય એટલે આપણે જરૂર મુજબ પાણી ઉમેરી શું.


7.આપણે લોટ થોડો કડક બાંધવાનો છે તે પણ પાણી થી ઢીલો બાંધવાનો નથી.હવે આ લોટ માંથી નાના નાના લુવા પાડીશું અનેં નાના નાના બોલ બનાવી લઈશું અને મુઠિયા ને તળી લઈશું.

8- આપણે મુઠીયા ને તળવા માટે ધીમા ગેસ પર તેલ ગરમ કરી લીધું છે. અને તેમાં આપણે બધા મુઠીયા નાખીશું. ધ્યાન રાખવાનું છે કે તેલ તમારું બહુ ગરમ ના હોઉં જોઈએ. જેથી ધીમા તાપે જ તરી લઈશું.જેથી અંદર થી સરસ ચડી જાય. જો તેલ વધારે ગરમ હશે તો ઉપરથી બ્રાઉન કલર આવી જશે અને અંદરથી કાચા રહેશે.

9- હવે આપણે ધીમા તાપે તેને ફેરવતા ફેરવતા ફ્રાય કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મુઠીયા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે. અને સરસ ફ્રાય થઈ ગયા છે. હવે તેને એક ટીસ્યુ પેપર પર કાઢી લઈશું.

10- હવે આપણે શાક નો વઘાર કરી લઈશું. હવે એક પેન લઈશું અને તેમાં 3 મોટી ચમચી તેલ નાખીશું. તેલ થોડું વધારે લેવાનું છે જેથી આપણું શાક ટેસ્ટી બને છે. હવે તેમાં અડધી ચમચી રાય નાખીશું. અને અડધી ચમચી જીરૂ નાખીશું. ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું. હવે રાયને સરસ તતડવા દઈશું.

11- હવે એક મોટી ચમચી તલ નાખીશું. અને હવે એક નાની ચમચી લીલા મરચાની પેસ્ટ નાંખીશું. અને એક નાની ચમચી આદુ-લસણની પેસ્ટ નાખી શું. અને આદુ મરચાં અને એક મિનીટ માટે સાંતળી લઈશું. હવે તેમાં બે મોટા ટામેટા ઝીણા સમારેલા નાખીશું. અને હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે ઢાંકીને કુક થવા દઈશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી કુક થવા દઈશું.

12- હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે. આપણા ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. સૌથી પહેલા પણ એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અને એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું. જીરુ પાવડર નો ટેસ્ટ ખુબ સરસ આવે છે અને અડધી નાની ચમચી હળદર નાખીશું. અને ટામેટાને આપણે સરસ મિક્સ કરી લઈશું. આપણે ગેસ ધીમો જ રાખવાનો છે. હવે તેને ફરીથી ઢાંકીને કુક કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી બની ગઈ છે. અને સરસ કલર પણ આવ્યો છે.


13- હવે આપણે બાફીને દાણા તૈયાર રાખેલા તે એડ કરીશું. હવે તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને તેને ટામેટામાં આ જ રીતે સાંતળી લઈશું. અને ત્યાર પછી પાણી નાખીશું. હવે એક મિનિટ થઈ ગઈ છે.હવે આપણે બે ગ્લાસ પાણી નાખીશું. પાણી થોડું વધારે જ નાખવાનું કારણ કે મુઠીયા પણ પાણી શોષી લેતા હોય છે. એટલે એકદમ કોરું ના થઈ જાય. હવે આપણે તેને ઢાંકીને ફરીથી ત્રણ મિનિટ માટે કુક થવા દઈશું.

14- હવે ચાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વિડીયો માં એકદમ સરસ દાણા રસાવાળા થઈ ગયા છે. અને હવે તેમાં બાકીના મસાલા અને મુઠીયા નાખીશું. સૌથી પહેલા આપણે ફ્રાય કરેલા મુઠીયા નાખીશું. અને તેને મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તમને એવું લાગે કે પાણી ઓછું છે તો તમે ઉમેરી શકો છો. હવે આપણે એક મોટી ચમચી ગોળ નાખીશું.

15- હવે બધું મિક્સ કરીને ફરીથી ઢાંકી લઈશું. ફરીથી બે મિનિટ માટે કુક કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાણા મુઠીયા નુ શાક તૈયાર થઈ ગયું છે. અને રસો પણ એકદમ સરસ થઈ ગયો છે. હવે તેમાં એક નાની ચમચી કસ્તુરી મેથી નાંખીશું. અને પા ચમચી ગરમ મસાલો નાખીશું. હવે એક મોટી ચમચી લીલા ધાણા નાંખીશું. અને મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું. હવે ના મુઠીયા નુ શાક તૈયાર થઈ ગયું છે.

16- હવે તેને ગરમાગરમ સર્વ કરીશું. શિયાળાની સીઝન આવી ગઈ છે તો દાણા બજાર માં મળતા જ હોય છે તો આ દાણા મુઠીયા નુ શાક જરૂરથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *