સોજી ઘુઘરા – આ સ્ટફ ઘૂઘરા ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે…

બધા લોકો એ દિવાળીના તહેવારમાં ઘુઘરા ખાવાની મજા માણી હશે. હોલી અને દિવાળીના તહેવારો દરમ્યાન સ્વીટ તરીકે ખાસ ઘુઘરા બનાવવામાં આવતા હોય છે, પરન્તુ અમારે ત્યાં બધાને ઘુઘરા ભાવતા હોવાથી એ સિવાયના સમયમાં પણ બનતા હોય છે. તેમાં સોજી, ડ્રાય કોકોનટ, સુગર, ડ્રાય ફ્રુટ્સ, સુગર, એલચી કે જાયફળ વગેરેના મિશ્રણથી સ્ટફીંગ બનાવીને સ્ટફ કરવામાં આવે છે, ઘીમાં ડીપ ફ્રાય કરવામાં આવે છે, જે ખૂબજ નટી, એરોમેટિક ટેસ્ટ આપે છે. જેથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે, નાના મોટા બધાની ખૂબજ પસંદીદા સ્વીટ બની રહે છે. તેમાં માવો પણ ઉમેરવામાં આવે છે, પરન્તુ માવો ઉમેરવાથી તેની સેલ્ફ લાઇફ ઘટી જાય છે.

તેથી અહીં હું લાંબા સમય ફ્રેશ રહે તેવા, માવા વગરના સોજીના સ્ટફીંગ કરેલા અને દરેક સામગ્રી રોસ્ટ કરીને સ્ટફ કરેલા ઘુઘરાની રેસિપિ આપી રહી છું, તો તમે પણ એક્વાર તમારા રસોડે ચોક્કસથી મારી આ રેસિપિ ફોલો કરીને ટ્રાય કરજો.

સોજી ઘુઘરા બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ સ્ટફીંગ બનાવી લેવું

સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ સોજી
  • 4 ટેબલ સ્પુન ઘી
  • ¾ કપ કાજુનો ભૂકો
  • 1 ટેબલ સ્પુન ઘી
  • 1 ¼ કપ સુગર પાવડર અથવા તમારા ટેસ્ટ મુજબ
  • ¾ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ
  • 3 ટેબલ સ્પુન પિસ્તા સ્લિવર્સ
  • 3 ટેબલ સ્પુન બદામના સ્લિવર્સ
  • 1/3 કપ કીશમીશ
  • 1 ટેબલ સ્પુન ખસખસ
  • ½ ટી સ્પુન ઘી
  • 1 ½ ટી સ્પુન ગ્રીન એલચી પાવડર
  • ઘી ઘુઘરા ફ્રાય કરવા માટે

સ્ટફીંગ બનાવવાની રીત:

સૌ પ્રથમ પેન કે થિક બોટમ્ડ લોયમાં 1 ½ કપ સોજી અને 4 ટેબલ સ્પુન ઘી મિક્ષ કરી સ્લો ફ્લૈમ પર રોસટ કરો. સોજી ફુલી જાય અને તેમાંથી સરસ અરોમા આવવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરો. પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

ત્યારબાદ તેમાં અધકચરો કાજુનો ભૂકો 1 ટા સ્પુન ઘી માં લાઇટપિંક થાય ત્યાં સુધી રોસ્ટ કરી લ્યો. પ્લેટમાં ટ્રાંસફર કરો.

ત્યરબાદ ગ્રેટેડ કોકોનટ ડ્રાય રોસ્ટ કરી પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

આ બધી સામગ્રીને રુમ ટેંપરેચર પર આવે ત્યાં સુધી ઠંડી પડવા દ્યો.

ત્યારબાદ એ જ પેન કે લોયામાં 3 ટેબલ સ્પુન પિસ્તા સ્લિવર્સ, 3 ટેબલ સ્પુન બદામના સ્લિવર્સ, 1/3 કપ કીશમીશ, 1 ટેબલ સ્પુન ખસખસ ને ½ ટી સ્પુન ઘી મૂકી સ્લો ફ્લૈમ પર જરા રોસ્ટ કરી લ્યો. તેને પણ એકદમ ઠરવા દ્યો.

દરેક સામગ્રી બિલ્કુલ ઠરે પછી મિક્ષ કરી તેમાં 1 ¼ કપ સુગર પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

અથવા તમારા સ્વાદ મુજબ સુગર પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં 1 ½ ટી સ્પુન ગ્રીન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે આ સ્ટફીંગ સ્ટફ કરવા માટે રેડી છે.

ઘુઘરાનો લોટ બાંધવા માટેની સામગ્રી :

  • 2 ½ કપ મેંદાનો ચાળેલો લોટ
  • ½ ટે સ્પુન મેંદો
  • પિંચ સોલ્ટ
  • ½ ટેબલ સ્પુન સુગર
  • 5 ટેબલ સ્પુન ઘી – મોણ માટે

ઘુઘરાનો લોટ બાંધવાની રીત :

મિક્ષિંગ બાઉલમાં 2 ½ કપ મેંદાનો ચાળેલો લોટ, ½ ટે સ્પુન રવો, પિંચ સોલ્ટ, ½ ટેબલ સ્પુન સુગર અને 5 ટેબલ સ્પુન ઘી – મોણ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી થોડો ટાઇટ –સોફ્ટ લોટ બાંધો. ત્યારબાદ 10 મિનિટ રેસ્ટ આપો.

તેમાંથી નાના નાના 42 લુવા બનાવો.

તેમાંથી એક લુવુ લઇ નાની પુરી બનાવો. 2 ટેબલ સ્પુન સ્ટફીંગ મૂકી, પુરીને કિનાર પર પાણી લગાવી દ્યો. બન્ને સાઇડ્સની કિનાર ભેગી કરી પ્રેસ કરી સિલ કરો. અંગુઠા અને આંગળી વડે વાળતા જઇ કિનાર પર ઘુઘરાની કર્લી ડિઝાઇન બનાવો. ( પિક. માં બતાવ્યા પ્રમાણે )

આ પ્રમાણે બધા ઘુઘરા બનાવી લ્યો. ઘીમાં લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો.

અથવા

જો તમે ઘુઘરા મોલ્ડ માં બનાવવાથી જલદી બને છે. મેં અહિં ઘુઘરના મોલ્ડમાં પુરી મૂકી તેમાં 2 ટેબલ સ્પુન સ્ટફીંગ મૂકી કિનારી પર પાણી લગાવ્યુ છે. ત્યારબાદ બન્ને સાઇડ્સ ભેગી કરી મોલ્ડ બંધ કરી જરા પ્રેસ કરવાથી સરસ ઘુઘરાનો શેઇપ બનશે. આ પ્રમાને બધા ઘુઘરા બનાવી લ્યો.

ત્યારબાદ એક લોયામાં ઘી ગરમ ઘી મૂકી, ઘુઘરાનેબન્ને બાજુ વારા ફરતી ફ્લિપ કરી, સ્લો ફ્લૈમ પર ઘુઘરા લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો. જારામાં લઇ ઘી નિતારી પ્લેટમાં કાઢી લ્યો.

ગરમ ગરમ ઘુઘરા ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. સ્ટોર કરવા માટે ઘુઘરાને એકદમ ઠરવા દઈ ત્યારબાદ જ તેને એર ટાઇટ કંટેઇનરમાં 1 મહિના સુધી સ્ટોર કરો.

ખૂબજ ટેસ્ટી, હેલ્ધી અને એરોમેટીક, ઘીમાં ડીપ ફ્રાય કરેલા ઘુઘરા ફરદાણ સાથે સ્વીટ સાથે સર્વ કરી શકાય, એમ જ પણ ખાય શકાય. ઘરે આવેલા ગેસ્ટ અને ઘરના બધા લોકો ને સોજી ઘુઘરા ખૂબજ ટેસ્ટી લાગશે. તમે પણ આ સોજી ઘુઘરા ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *