સુરતી લોચો – આજે શીખો સુરતીલાલાઓ નો પ્રિય એવો લોચો તમે પણ શકશો સરળતાથી…

સુરતીલાલાઓ નું ફેમસ સ્ટ્રીટ food સુરતી લોચો .તો હું આજે તમને ચટાકેદાર સુરતી લોચો રીત સાથે શીખવીશ .

લોચો એ સ્ટીમ ગુજરાતી ફરસાણ તરીકે પ્રખ્યાત છે .તમે એને નાસ્તા માં પણ બનાવી શકો છો .

સુરત નો આ લોચો ખુબ લોક પ્રિય છે .જે ખાવા માં ખુબ ટેસ્ટી હોય છે .જે ટેસ્ટ માં તીખો અને ચટપટો હોય છે .તો તમે આજે જ
ઘરે બનાવો .

બનાવ નો સમય :20-25 મિનિટ

તૈયારી નો સમય :10-15 મિનિટ

સામગ્રી :

– 1/2 કપ ચણાની દાળ

– 1/3 કપ અડદની દાળ

– આદું – મરચાં

– સ્વાદ મુજબ મીઠું

– 1 પેકેટ ઇનો

– 1/2 ચમચી હળદર

– જરૂર મુજબ પાણી

લોચા નો મસાલો બનવા :

– 1 ચમચી શેકેલા જીરું પાવડર

– 1 ચમચી સંચળ પાવડર

– 1 ચમચી મરી પાવડર

-1/2 ચમચી મીઠું

– હિંગ ચપટી

મસાલો બનવા ની રીત :


એક વાડકી મા જીરું ,સંચળ ,મરી પાવડર અને મીઠું લઇ બરાબર મિક્ષ કરી તૈયાર કરવું .

રીત :

સ્ટેપ :1

ચણાની દાળ અને અડદ ની દાળ બંને લઈ એક વાસણ માં લઇ 5-6 કલાક પલાણી રાખવી .

સ્ટેપ :2


આ પલાળી રાખેલી બંનેવ દાળ ને એક મિક્સર જાર માં લઈ તેમાં 2 નંગ મરચાં અને 1/2 ઈન્ચ આદું નો ટુકડો લઇ ક્રશ કરી લેવું .

Step:3


આ મિશ્રણ ને એક વાસણ માં લઈ ખીરા થી થોડું પાતળું બેટર રેડી કરવા એ પ્રમાણે પાણી ઉમેરવું .

Step:4


આ મિશ્રણ માં હવે 1 પેકેટ ઇનો ,હળદર અને મીઠું ઉમેરી બેટર તૈયાર કરવું .

સ્ટેપ :5


હવે , એક સટીમ કૂકર માં ઢોકળા ની થાળી ઉતારીએ એમ આ બેટર ને સટીમ કરી લોચા ની થાળી ઉતારી લેવી .

Step:6


આ થાળી ઉપર મગફળી નું તેલ અને ત્યારે કરેલો મસાલો ઉમેરી .ગરમ ગરમ સર્વ કરવું .

સ્ટેપ :7


આ લોચાને તમે જીણી સેવ અને કાંદા સાથે લઇ શકો .

નોંધ :

અડદ ની દાળ ને બદલે તમારી પાસે અડદ નો લોટ હોય તો એ પણ લઈ શકો .મગફળી નું તેલ ના હોય તો તમે જે ઘરે વપરાતા હોય એ તેલ પણ લઇ શકો છો .અને ઇનો ની બદલે તમે ખવાનાં સોડા નો પણ ઉપયોગ કરી શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *