તમને બીટ ન ભાવતું હોય તોય આ વાંચીને ચોક્કસ અવનવી રેસિપી ટ્રાય કરવી ગમશે…

લોહીમાં હોમોગ્લોબિનની અછત છે? બીટરૂટ ખાવાની સલાહ વારંવાર મળે છે? તો આ બધી જ રેસિપી તમારી રાહ જોઈ રહી છે.


તમે એવી કોઈ વાનગી વિશે સાંભળ્યું છે જે રંગે ખૂબ જ આકર્ષક હોય અને સૌથી વધુ આરોગ્યપ્રદ હોય? જે સ્વાદમાં પણ ખૂબ મીઠું હોય અને તમામ પ્રકારના દર્દીઓને માટે એક ઉત્તમ દવા હોય? નહીં ને? તો અમે તેનું નામ આપને જણાવીએ છીએ. આપને જાણીને નવાઈ લાગશે કે બીટરૂટ એક એવું કંદ છે જે લગભગ બારેમાસ મળે છે ને તેની સૌથી વધુ ઉપપોગિતા છે શરીરના સ્વાસ્થ માટે.


એ એક એવું ટોનિક છે જો તમે દરરોજ તમારા ભોજનમાં સામેલ કરશો તો ક્યારેય તમારે લોહીમાં હિમોગ્લોબિન ઘટવાની કે એનિમિયા થવાની ફરિયાદ નહીં રહે. હેર અને સ્કીન કેર માટે તથા વજન વધારવું હોય કે ઘટાડવું તેને જરૂર ખાઈ શકાય છે. બીટરૂટમાંથી શરીરને જોઈતા તમામ પ્રોટિન, વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ, ફાઈબર્સ અને કુદરતી શર્કરા મળી આવે છે.


બીટરૂટને કાચું પણ ખાઈ શકાય છે અને તેમાંથી વિવિધ રેસિપી બનાવીને વૈવિધ્યપૂર્ણ ભોજન બનાવી શકાય છે.


આજે અમે તમને બીટરૂટની એવી જાણકારી આપીએ કે જે તમે નહીં જાણતા હોવ, સાથે તેમાંથી બનતી ૧૧ ટેસ્ટી રેસિપી પણ બતાવીએ જે બનાવીને રોજિંદા જીવનમાં તેની ઉપયોગિતા વધારી શકશો. બીટરૂટ એ એક એવી વનસ્પતિ છે જેનો રસોઈમાં પણ સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે. બની શકે કે અમુક લોકોને તેનો રતાશવાળો ગુલાબી રંગ ન ગમતો હોય, કોઈને તો તેને જોઈને રક્ત જેવું લાગે અને ઉલ્ટી કરી દેવાનું મન થઈ જાય. કોઈને તેનો મીઠો સ્વાદ ખૂબ ભાવે તો કોઈને સહેજેય ન ગમે. પણ અમે જણાવેલી આ રેસિપી અને રસપ્રદ માહિતી જાણીને તમે બીટરૂટ ખાવાનું જરૂર મન કરશો. તો આવો, જાણીએ આ અનોખા કંદ વિશે અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ વિશે.


બીટરૂટ કઈ રીતે ખરીદવું?

બીટરૂટ ખરીદતી વખતે ધ્યાન રાખવું કે તે એકદમ કડક અને નક્કર હોય. પોચાં અને કરચલીવાળાં બીટરૂટ ન ખરીદવા. તેની સાથે તેની ઉપરની ગાંઠ કાઢેલી ન હોવી જોઈએ. પાંદડાંવાળી કડક ગુલાવી દાંડી હોય તો તે લાંબો સમય પછી પણ ઘરે લાવીને વાપરી શકાય છે.

બીટરૂટ ખાવાના લાભઃ


તેમાંથી ૧૦૦ગ્રામમાંથી ૪૫ કેલેરી મળે છે. તેને કાચાજ સલાડમાં કાપીને, બાફીને કે કોઈપણ વાનગીમાં ઉમેરીને ખાઈ શકાય છે. લોકેલેરી છે, જેથી વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. તે આયર્ન અને દરેક પોષક તત્વોથી ભરપૂર છે જે લોહીશુદ્ધિ માટે જરૂરી છે. તે કુદરતી શર્કરા ધરાવે છે જેથી ડાયાબિટિક માટે પણ ગુણકારી છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ એજિંગ છે જેથી તમારી ત્વચાની ચમક અને વાળની લંબાઈ માટે પણ ખૂબ જ લાભદાયી છે. ચહેરાની કુદરતી લાલી વધારે છે બીટરૂટ.

તેને કેમ સાચવવું?


તે ૭થી ૧૦ દિવસ સુધી ફ્રિઝમાં રહી શકે છે પરંતુ તેની ઉપરની ગાંઠ ન કાઢવી અને તેની છાલ ન છોલવી. તેના સલાડ માટે ગોળ કાપવા જેથી સમારતી વખતે તેનો રસ ન નીકળી જાય.

બીટમાંથી બનતી આ અવનવી રેસિપી ટ્રાય કરવી ગમશે…

કબાબ


પનીર કે ટોફૂને ખમણીને બીટરૂટનું ખમણ કરી તેમાં ઉમેરી દેવું. મસાલેદાર ગુલાબી રંગના કબાબ બની શકે છે તેમાંથી. તળવાને બદલે ઓછા તેલમાં સાંતળી પણ શકાય છે.

સલાડ


કાકડી, પાલખ, કોબી જેવા શાકપાનને એકસરખાં સમારીને કે ખમણીને તેનું કચુંબર બનાવી શકાય છે. લીંબુનો રસ અને મરી, મીઠું, સંચળ નાખીને કે એમ જ મસાલા વિના પણ સારું લાગશે.

સેન્ડવિચ

સેન્ડવિચમાં ટમેટાં, કાકડી, ડુંગળી અને કોબીની સાથે બીટના પત્તિકાં પણ ઉમેરીને સેન્ડવિચ બનાવી શકાય છે. છટણી કે સોસ સાથે સારું લાગશે.

પંચડી


આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. જેને કોકોનેટ ઓઈલમાં રાંધવામાં આવે છે અને પારંપરિક દક્ષિણ ભારતીય મસાલાથી વઘારાય છે. આ એક તીખી મસાલેદાર વાનગી છે. જે ઉપમાની જેમ બ્રેકફાસ્ટમાં લઈ શકાય.

મિલ્ક શેક

સ્ટ્રોબેરી કે વેનિલા આઈસ્ક્રીમ સાથે ઠંડો કરેલો મિલ્ક શેક ખૂબ જ સરસ લાગે છે. શેક બનાવવા તેને પહેલાં બાફી લેવું અને રૂમ ટેમ્પ્રેચર પર લાવીને ટૂકડા કરીને જ ક્ર્શ કરવું જોઈએ.

શોટ્સ


પાણી કે સોડા સાથે બેરી ફ્રૂટ્સ સાથે મિક્સ કરીને ક્ર્શ પલ્પ બનાવીને તેનું શરબત બનાવવું. ગ્લાસમાં લઈએ ત્યારે તેમાં લીંબુનો રસ, મરી, મીઠું કે સંચળ ભભરાવી શકાય. બીટનું બાફેલું પાણી પણ આમાં ઉપયોગમાં લઈ શકાય.

કોકોનટ પિંક સૂપ


નારિયેળના દૂધમાંથી બનાવેલ સૂપમાં બાફીને ખમણેલ બીટરૂટ ઉમેરવાથી તે વધારે હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. સાથે તેમાં કાકડી, કેપ્સીકમ અને કોબીના ઝીણા સમારેલા કટકા પણ ઉમેરી શકાય.

બીટ કોરમા


લીલું કોપરું, પનીર, ચીઝ અને બધાં જ પ્રકારના સલાડ લીફ, ફણાસીના કટકા, બ્રોકલી જેવાં શાકને એકદમ ઝીણું સમારીને તેમાં સાવ ઓછા મસાલા અને મીઠું નાખીને કોરમા બનાવી શકાય. બપોરે કે રાતે એક બાઉલ આ ખાઈ લઈએ તો સારું ડાયેટ મીલ થઈ શકે.

બીટનો હલવો


બીટને બાફીને તેને ખમણી લો. ઘી પેનમાં લઈ ગરમ કરીને સાંતળવું, માવો, ખાંડ અને સૂકો મેવો ભભરાવીને રવાના શીરાની જેમ બીટનું કુદરતી પાણી સૂકાઈને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવવો. વાટકીમાં લઈને ગરમા ગરમ કે ઠંડો કરીને ખાઈ શકાય.


તમને આમાંથી કઈ રેસિપી ગમી જરૂર કહેજો અને તમે અગાઉ કંઈ બીટરૂટમાંથી બનાવ્યું હોય તો પણ અચૂક શેર કરજો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *