તાંદળજાની ભાજી – મગની દાળનું શાક – ભાજી અને મગની દાળનાં કોમ્બિનેશનથી બનતા ખુબજ સ્વાદિષ્ટ શાકની રેસીપી

તાંદળજાની ભાજી – મગની દાળનું શાક :

ચોમાસામાં શાક માર્કેટમાં અનેક પ્રકારની ભાજીઓ આવતી હોય છે. જેવીકે પાલકની ભાજી, મેથીની ભાજી, ભાજી માટેના ફૂલ, કલીની ભાજી, તાંદળજાની ભાજી વગેરે… તાંદળજાની ભાજીને અમેરન્ટસ કે ચીની સ્પીનેચ પણ કહેવામાં આવે છે. દરેક ઘરોમાં બધી ભાજીઓ અલગ અલગ પ્રકારે બનાવવામાં આવતી હોય છે.

અહી હું તાંદળજાની ભાજી અને મગની દાળનાં કોમ્બિનેશનથી બનતા ખુબજ સ્વાદિષ્ટ શાકની રેસીપી આપી રહી છું. તાંદળજાની ભાજીમાં સારા એવા પ્રમાણમાં કેલરીઝ અને મિનરલ્સ રહેલા છે. તેથી તે ખુબજ પૌષ્ટિક છે. તે પાચન અને ગળાના દુખાવાની સમસ્યા તેમજ શ્વાસ લેવાની સમસ્યામાં રાહત આપે છે. મગ પણ અનેક પૌષ્ટિક આયુર્વેદિક ગુણો ધરાવે છે. આથી બંનેનું સાથે મિક્ષ શાક બનાવવાથી આ તાંદળજાની ભાજી અને મગની દાળનું શાક અતિશય પૌષ્ટીક બનશે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોને ખુબજ સ્વાદિષ્ટ લાગશે અને માફક પણ આવશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

તાંદળજાની ભાજી અને મગની દાળનું શાક બનાવવા માટેની સામગ્રી :

  • ૩૦૦ ગ્રામ તાંદળજાની ભાજી
  • ૧ કપ મગની ફોતરા વગરની દાળ
  • ૧ ટમેટું બારીક સમારેલું
  • ૧૦-૧૨ કાળી ફોલેલી લસણની કળી ખાંડેલી
  • ૪ ટેબલ સ્પુન ઓઈલ
  • ૧/૨ ટી સ્પુન આખું જીરું
  • પીંચ હીંગ
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ૧/૨ ટી સ્પુન હળદર પાવડર
  • ૩ ટેબલ સ્પુન ધાણા જીરું પાવડર
  • ૩/૪ કપ પાણી
  • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો

સૌ પ્રથમ દાળને ૨-૩ વાર પાણીથી ધોઈને ૧ કલાક માટે પાણી ઉમેરી પલાળી રાખવી. ૧ કલાક બાદ દાળથી પાણી કાઢી નીતારી લેવી.

ભાજીમાંથી પાન કાપી લઈ તેને પણ ૨-૩ વાર પાણીથી ધોઈ ચાળણીનાં મૂકી નીતારી લેવા.

લસણની કળીઓ ફોલીને તેને ખાંડી લેવી.

તાંદળજાની ભાજી અને મગની દાળનું શાક બનાવવાની રીત :

પેનમાં ૪ ટેબલ સ્પુન ઓઈલ ઉમેરી મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો. ગરમ થાય એટલે તેમાં ૧/૨ ટીસ્પુન આખું જીરું ઉમેરી તતડે એટલે તેમાં ખાંડેલું લસણ ઉમેરી વ્હાઈટજ રહે અને કલર ચેન્જ ના થાય ત્યાં સુધી જરા સાતળો.

હવે તેમાં ધોયેલી ભાજીના પાન પણ ઉમેરી બરાબર હલાવી મિક્ષ કરી લ્યો. ૧-૨ મિનીટ કુક કરો. થોડા સંતળાઈ એટલે તેમાં મગની પલાળીને નિતારેલી દાળ ઉમેરો સાથે સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરો. બધું સ્પુન વડે મિક્ષ કરી લ્યો. ૨-૩ મિનીટ ઢાકીને કુક કરો. દાળ અધકચરી બફાઈ જશે.

હવે તેમાં ૧/૨ તી સ્પુન હળદર, ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો, ૨ ટેબલ સ્પુન ધાણા જીરું, ૧ ૧/૨ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્ષ કરો. સાથે બારીક સમારેલું ટમેટું ઉમેરો. મિક્ષ કરી તેમાં ૩/૪ કપ પાણી ઉમેરી મિક્ષ કરો. ઢાકીને દાળ બરાબર કુક થઇ જાય ત્યાં સુધી સ્લો ફ્લેઈમ પર ઢાકીને કુક કરો.

અથવા દાળ પ્રેસ કરવાથી મેશ થઇ જાય ત્યાં સુધી કુક કરો. સ્પુન વડે હલાવી લ્યો. થોડું ઓઈલ છુટું પડતું લાગે એટલે ફ્લેઈમ બંધ કરી દ્યો. ૧/૨ લેમન જ્યુસ ( ઓપ્શનલ ) ઉમેરી મિક્ષ કરો.

હવે ખુબજ હેલ્ધિ અને ટેસ્ટી એવું ગરમા ગરમ તાંદળજાની ભાજી અને મગની દાળનું શાક સર્વ કરવા માટે રેડી છે. આ શાક ફૂલકા રોટલી, પરોઠા સાથે સર્વ કરવાથી ખુબજ ટેસ્ટી લાગશે. ઘરનાં દરેક લોકોને ખાવું ખુબજ પસંદ પડશે. તો તમે પણ આ વરસાદી માહોલમાં લંચ કે ડીનરમાં ચોક્કસથી ટ્રાય કરજો. ખુબજ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *