સેવ ટામેટા – ઢાબા જેવું જ કાઠિયાવાડી સેવ ટામેટા નું ટેસ્ટી શાક હવે બનશે તમારા રસોડે…

કાઠિયાવાડી સ્ટાઈલ માં સેવ ટામેટા નું શાક બનાવો ઘરમાં બધા વારંવાર ફરમાઈશ કરશે. મિત્રો આજે આપણે ખૂબ જ ટેસ્ટી ઢાબા જેવું જ કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક ની રેસીપી વિડીયો રેસીપી દ્રારા જોઈએ.

• તો જનરલી સેવ ટામેટા નું શાક બધાને ઘરે બનતું જ હોય છે પણ આ રીતે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવશો તો ઘરમાં બધા વારંવાર ફરમાઈશ કરશે. તો મિત્રો ચાલો જોઈએ. રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

  • • 2&1/2 ચમચી તેલ
  • • ½ ચમચી રાઈ
  • • ½ ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • 1 ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું
  • • 1&1/2 ચમચી ધાણાજીરું પાવડર
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 4 થી 5 ઝીણા સમારેલા ટામેટા
  • • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • • આદું મરચાં અને લસણ ની પેસ્ટ
  • • ગોળ
  • • સેવ
  • • કોથમીર

રીત:-

• સ્ટેપ 1:-એક નોનસ્ટિક પેનમાં તેલ લો અને ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે ત્યારે તેમાં જીરુ અને હિંગ ઉમેરી લો અને ડુંગળી , આદું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

• સ્ટેપ 2:-ડુંગળી ને સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 3:-હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમરેવું અને બરાબર મિક્ષ કરી લો. અને ઢાંકણ ઢાંકી ને કૂક થવા દો.

• સ્ટેપ 4:-સાતેક મિનિટ સુધી કુક થાય ત્યારબાદ તેમાં તેલ છૂટું પડી ગ્યું છે હવે એમાં ½ ગ્લાસ પાણી ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. અને ઢાંકી ને કુક થવા દો.

• સ્ટેપ 5:-હવે એમાં થોડો ગોળ ઉમેરી લો અને ગોળ ટોટલી ઓપ્શનલ છે. થોડીવાર કુક થવા દો.

• સ્ટેપ 6:-સેવ અને કોથમીર ઉમેરી લો અને સવિૅંગ બાઉલમાં સવૅ કરી લો. તો ખૂબ જ ટેસ્ટી ઢાબા જેવું જ કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક રેડી છે.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

YouTube channel:- Prisha Tube

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *