તરબુજ ની છાલ ના અપ્પમ – તરબુચની છાલને કચરામાં ના ફેંકશો બનાવો આ નવીન અપ્પમ…

કેમ છો ફ્રેન્ડસ….

ગરમી ખુપ શરુ થઇ ગઈ છે… યેટલે તરબુજ લાવતા જ હોઈયે તો તરબુજ ખાઈને છોતરા ફેંકવાના નથી એનીપણ આજે આપણે રેસિપી બનાવીશું… પણ… આજે આપણે કાઇક અલગ જ રેસિપી બનાવાના છે … તરબુજ નો સફેદ ગર્ગ, ઓટ્સ અને મખાનાં ના અપ્પમ…એકદમ હેલ્થી રેસિપી બનવાની છે.

ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.

આપણે રવા માંથી ખીરામાંથી અપ્પમ બનાવતા તો હોય છે પણ આજે વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી બનવાની છે.. તરબૂચની છાલ અને તેના બીજ પણ ઘણા ફાયદાકારક હોય છે. તરબૂચનો સફેદ ભાગ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તરબૂચમાં વિટામિન-એ મોટા પ્રમાણમાં હોય છે. તે તમારી આંખો અને હૃદય માટે સારૂ હોય છે.

તરબૂચની છાલમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન-સી, વિટામિન-એ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંકનું પ્રમાણ વધરે હોય છે. ત્યારે આ સફેદ ભાગમાં Citrulline હોય છે. તે ફ્રી રેડિકલ્સથી બચવામાં મદદગાર સાબિત થયા છે. આ એક એનિમો એસિડ છે, જે હૃદયમાં લોહીનું સંચાર માટે જરૂરી છે. તો ચાલો મિત્રો ફટાફટ બનાવીએ હેલ્થી અપ્પમ…

“તરબુજ ની છાલ ના અપ્પમ”

સામગ્રી –

  • ૧ નાનો બાઉલ – તરબુજ નો સફેદ ગર્ગ
  • ૧ નાનો બાઉલ – મખાના
  • ૧ નાનો બાઉલ – ઓટ્સ
  • અર્ધો બાઉલ – શેકેલા સીંગદાણા નો પાઉડર
  • અર્ધો બાઉલ – દહી
  • ૨ ચમચી – પીસેલા આદુ મરચા
  • ૧ ગાજર – છીણેલું
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • થોડી સમારેલી કોથમરી

રીત :-

અચાનક ઘરે કોઈ મહેમાન આવી ગયા હોય તો બનાવો આ ફટાફટ બની જતા અપ્પમ ખુબ ટેસ્ટી પણ લાગ છે..

સૌ પ્રથમ એક બાઉલમાં ઓટ્સ, મખાના પાઉડર, સીંગદાણા નો ભૂકો, તરબુંજના છોતરા નું છીણ,આદુમરચાની પેસ્ટ, કોથમરી,દહી , મીઠું બધું ઉમેરી મિક્સ કરી લેવું.

દહી અને છીણ ઉમેરવાથી પાણી ની જરૂર પડતી નથી હોતી પણ જરૂર પડે તો થોડું ઉમેરવું.

હવે મિશ્રણ ને દસ મિનિટ માટે ઢાંકી ને રાખી મુકવું.

હવે અપ્પમ પાત્ર ને ગરમ કરવું તેમાં મિશ્રણ ઉમેરી અપ્પમની એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને ફેરવી નાખો અને બીજી બાજુને ચડવા દો.

અપ્પમની સાઈડ પલટાવતાં પહેલા તેના પર એક ટીંપુ તેલ નાખો જેથી બીજી બાજુ બરાબર ચડે. બસ આવી જ રીતે બાકીના અપ્પમ ઉતારી લો. અપ્પમને લીલી ચટણી કે સૉસ સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો.

તો તૈયાર છે એકદમ હેલ્થી અને વેસ્ટ માંથી બેસ્ટ તરબુજ ની છાલ ના અપ્પમ…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *