ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો – હવે જયારે પણ હાંડવો બનાવવાનું વિચારો તો આ રીતે બનાવજો…

ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો :

ચોખા અને દાળમાંથી બનવવામાં આવતો હાંડવો બનાવવાની લાંબી પ્રોસેસ છે. જલ્દી અને સરળ રીતે હાંડવો બનાવવા માટે લોટનો ઉપયોગ કરવાથી તાત્કાલીક બનાવી શકાય છે. તેમાં વેજીટેબલ ઉમેરવાથી હાંડવો ખૂબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંટ વેજેટેબલ હાંડવો બનાવવાની રેસિપિ આપી રહી છું. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો બનવાવા માટેની સામગ્રી :

  • 1 કપ બેસન
  • 1 કપ ચોખાનો લોટ
  • 1 કપ રવો
  • 2 ટીસ્પુન સોલ્ટ
  • 1 ટી સ્પુન સુગર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર
  • 1 ટી સ્પુન ધાણાજીરુ પાવડર
  • 2 કપ ખાટુ દહીં,( દહીં ખાટું ના હોય તો 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ ઉમેરવું)
  • 3 ટેબલ સ્પુન બોઇલ કરેલા ફ્રેશ લીલા વટાણા
  • 1 કપ ખમણેલું ગાજર
  • 2 કપ ખમણેલી દુધી
  • 1 ટેબલસ્પુન આદુ મરચા, લસણની પેસ્ટ
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • 2 ટેબલ સ્પુન વ્હાઇટ તલ + 1 ટી સ્પુન
  • ઓઇલ જરુર મુજ્બ – હાંડવો કુક કરવા માટે
  • 1 ટી સ્પુન બેકિંગ સોડા + 1 ટેબલ સ્પુન પાણી
  • રાઈ બધા હાંડવાના વઘાર માટે –જરુર મુજબ
  • તલ બધા હાંડવાના વઘાર માટે –જરુર મુજબ
  • લીમડાના પાન – બધા હાંડવાના વઘાર માટે –જરુર મુજબ

ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો બનવાવાની રીત :

સૌ પ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલમાં ચાળણી મૂકી તેમાં વારફરતી 1 કપ બેસન, 1 કપ ચોખાનો લોટ અને 1 કપ રવો ઉમેરતા જઇ ચાળી લ્યો. હવે તેમાં 2 ટીસ્પુન સોલ્ટ અને 1 ટી સ્પુન સુગર ઉમેરી બધું મિક્ષ કરી લ્યો. હવે તેમાં 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર અને 1 ટી સ્પુન ધાણાજીરુ પાવડર ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ખાટુ દહીં ઉમેરી મિક્ષ કરી થિક બેટર બનાવી લ્યો. હવે તેમાં 1 કપ ખમણેલું ગાજર અને 2 કપ ખમણેલી દુધી ઉમેરો. સાથે તેમાં 1 ટેબલસ્પુન આદુ મરચા, લસણની પેસ્ટ ઉમેરો. સરસ મિક્ષ કરી લ્યો.

હવે અ બનેલા મિશ્રણમાં 1 ટી સ્પુન આખુ જીરુ, 2 ટેબલ સ્પુન વ્હાઇટ તલ અને 3 ટેબલ સ્પુન બોઇલ કરેલા ફ્રેશ લીલા વટાણા ઉમેરો. સારી રીતે મિક્ષ કરીને ફીણી લ્યો. બનેલા બેટરને 15 થી 20 મિનિટ રેસ્ટ આપો.

20 મિનિટ બાદ તેમાં 1 ટી સ્પુન બેકીંગ સોડા ઉમેરો અને તેના પર 1 ટેબલ સ્પુન પાણી ઉમેરી ફિણી લ્યો. જેથી બેટર ફ્લફી થઇ હલકુ બની જશે. જરુર પડે તો કંસીસટંસી સેટ કરવા માટે થોડું પાણી ઉમેરો. બેટર ઠીક હોવું જરુરી છે. હવે બેટર ઇંસ્ટંટ હાંડવો બનાવવા માટે રેડી છે.

*એક થીક બોટમનું લોયુ લઇ, મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકી, તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરો. 1 ટીસ્પુન જેટલા ઓઇલથી તેની સાઇડ્સ પણ ઓઇલથી ગ્રીસ કરો જેથી હાંડવો સાઇડ્સ પર સ્ટીકના થઇ જાય.

ઓઇલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં ½ ટી સ્પુન રાઇ ઉમેરી તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન અને તલ ઉમેરો. એ પણ તતડે એટલે તેમાં 3 ટેબલ સ્પુન ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવાનું રેડી કરેલું બેટર ઉમેરો. બેટર વધારે ઉમેરવાથી હાંડવાને ફ્લીપ કરતા તુટી જશે, તેમજ અંદર થોડી કચાશ રહેશે. નાનો હાંડવો બનાવવાથી જલ્દી પણ બનશે.

હવે લોયાને ઢાંકીને હાડવાને 5-7 મિનિટ સ્લો ફ્લૈમ પર કૂક થવા દ્યો.

ત્યારબાદ ઢાંકણ ખોલીને હાંડવા પર થોડા તલ સ્પ્રિંકલ કરો. હાંડવાની કિનાર ગોલ્ડન કલરની અને ક્રંચી થયેલી દેખાશે. તવેથી વડે પહેલા હાંડવાને લોયાના બોટમથી અલગ કરી લ્યો. ત્યારબાદ તેને તવેથાથી વડે હળવેથી ફ્લીપ કરી લ્યો. ઉપર આવેલ હાંડવાની સાઇડ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રંચી દેખાશે. એજ રીતે નીચેની સાઇડ કૂક કરી લ્યો. બન્ને સાઇડ્સ સરસ ગોલ્ડ્ન ક્રીસ્પી થઇ જાય એટલે હાંડવાને પ્લેટ્માં ટ્રાંસફર કરી, બાકીના હાંડ્વો પણ આ રીતે બનાવો.

હવે હેલ્ધી, ટેસ્ટી એવો ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો સર્વ કરવા માટે રેડી છે. કેચપ અને લીલીચટણી સાથે સર્વ કરવાથી વધારે ટેસ્ટી લાગશે. નાના મોટા બધાને ખૂબજ ભાવશે. તમે પણ જરુરથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *