રસપ્રદ છે આ મંદિરની સ્ટોરી, અહીંયા પ્રસાદમાં લાડુ નહિ, ચડાવવામાં આવે છે બોટલનું પાણી

દેશના તમામ મંદિરોમાં અનેક પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય મંદિરમાં પાણીની બોટલ કે પાણીના પાઉચ ચઢાવતા સાંભળ્યા છે કે જોયા છે? આવું જ એક મંદિર ગુજરાતમાં આવેલું છે. જ્યાં લાડુ અને મીઠાઈની જગ્યાએ ભગવાનને પાણીની બોટલ ચઢાવવામાં આવે છે. આ મંદિર પાટણથી મોઢેરા વચ્ચે આવેલું છે. આ મંદિરના નિર્માણની કહાણી પણ ઘણી રસપ્રદ છે. આવો જાણીએ આ મંદિરની અનોખી પરંપરા અને વાર્તા વિશે.

મંદિરની વાર્તા અકસ્માત સાથે જોડાયેલી છે

ગુજરાત ની એક અનોખું મંદિર,જ્યાં માનતા પૂરી થવા પર શ્રીફળ નહિ પરંતુ પાણીની બોટલ અને પાઉચ ચઢાવવામાં આવે છે,દરેક મનોકામના થાય છે પૂરી,નાના ...
image socure

આ મંદિરના નિર્માણની વાર્તા એક અકસ્માત સાથે જોડાયેલી છે. હકીકતમાં, 21 મે, 2013 ના રોજ, મંદિરની આ જગ્યા પર ઓટો રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા, આ ઓટોમાં 2 બાળકો પણ હતા, બાળકો ખૂબ તરસ્યા હતા, તેઓ લોકો પાસે પાણી માંગી રહ્યા હતા. પરંતુ પાણી ન હતું અને તેના કારણે બાળકો તરસથી મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ આ સ્થળે અવારનવાર અકસ્માતો થવા લાગ્યા હતા.

.બાળકોને ભગવાન માનવામાં આવે છે

ગુજરાત ની એક અનોખું મંદિર,જ્યાં માનતા પૂરી થવા પર શ્રીફળ નહિ પરંતુ પાણીની બોટલ અને પાઉચ ચઢાવવામાં આવે છે,દરેક મનોકામના થાય છે પૂરી,નાના ...
image socure

આ ઘટનાઓ બાદ સ્થાનિક લોકોને ખબર પડી કે આ તમામ ઘટના બંને બાળકોની તરસના કારણે બની રહી છે. આવી સ્થિતિમાં, સ્થાનિક લોકોએ બંને બાળકોને દેવતા માનીને એક નાનું મંદિર બનાવ્યું અને ત્યાં પૂજા કરવાનું શરૂ કર્યું. કહેવાય છે કે મંદિરના નિર્માણ પછી નજીકના કુવાઓનું ખારું પાણી પણ મીઠું થઈ ગયું અને માર્ગ અકસ્માતો પણ બંધ થઈ ગયા. અહીં માત્ર પાણી જ ચઢાવવામાં આવતું નથી, પરંતુ લોકો એવું પણ માને છે કે આ પાણીને પ્રસાદના રૂપમાં પીવાથી શરીરના દરેક રોગ દૂર થઈ જાય છે.

પ્રસાદ ચઢાવવાથી માનતા પુરી થાય છે

આસ્થાના આ પાવન મંદિરમાં પૂર્ણ થાય છે લોકોની માનતાઓ, પ્રસાદ કે સોનાચાંદીની વસ્તુઓ ચઢાવવાના બદલે ફક્ત પાણી ચઢાવીને થાય છે મનોકામનાઓ પૂર્ણ
image socure

મંદિરની માન્યતા છે કે જો કોઈ અહીં જળ ચઢાવે છે તો તેની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં દરરોજ ભક્તોની ભીડ હોય છે અને હજારો લોકો પાણીની બોટલો અને પાણીના પાઉચ ચઢાવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *