અડદિયા પાક લચકો – ઠંડો ઠંડો શિયાળો આવ્યો અને હેલ્થી હેલ્થી અડદિયા લાવ્યો…

મિત્રો, શિયાળાની સીઝન આવી રહી છે અને શિયાળો આવે એટલે સૌને અડદિયા યાદ આવે. અડદિયા એ નાના -મોટા સૌને ખુબ જ પસંદ હોય છે. શિયાળાની સીઝનમાં અડદિયા હેલ્થ માટે પણ ફાયદાકારક છે માટે જ તો આ સીઝન અડદિયા ખુબ ખવાય છે,

તો આજે હું અડદિયા નહિ પણ અડદિયાનો લચકો બનાવવાની રેસિપી શેર કરું છું જે ખુબજ સરળતાથી અને ઝડપથી બની જાય એવી મીઠાઈ છે, આ લચકો પ્રસંગોમાં પણ ખુબ બનતો હોય છે જે નાના મોટા સૌને ભાવે તેવી સ્વીટ છે તો ચાલો અડદિયાનો લચકો બનાવવાની રેસિપી જોઈએ

સામગ્રી :

  • Ø 500 ગ્રામ અડદનો લોટ
  • Ø 400 મિલી ઘી
  • Ø 300 ગ્રામ ખાંડ
  • Ø 9 ટેબલ સ્પૂન ગરમ દૂઘ
  • Ø 1 ટેબલ સ્પૂન સુંઠનો પાઉડર
  • Ø ડ્રાયફૂટ્સ જરૂર મુજબ

રીત :

1) લચકો બનાવા માટે અડદનો લોટ જાડો અને કરકરો લેવાનો છે. તો સૌપ્રથમ આ લોટને ધાબો આપવાનો છે. ધાબો દેવા માટે 3 ટી સ્પૂન ઘી અને 3 ટી સ્પૂન ગરમ દૂઘ લેવું.

2) ઘી અને હુંફાળું દૂધ એડ કરી મિક્સ કરી લેવાનું છે. ઘાબા દેવાની કન્સિસ્ટન્સી મુઠી પડે એવી રાખવાની છે.

3) હવે આ બધું બરાબર દાબીને 15 થી 20 મીનીટ માટે ઢાંકીને રાખી દેવું.

4) 20 મીનીટ પછી આ લોટને ચાળવાનો છે જેથી લોટના ગઠ્ઠા ન રહે. જે વાસણમાં લોટ શેકવાનો છે એજ વાસણમાં લોટ ચાળી લેવો. લોટ ચાળવા માટે ઘઉં ચાળવાના આંકનો ઉપયોગ કરી શકાય. ધીમે -ધીમે કરીને બધો જ લોટ ચાળી લેવાનો છે જેથી લોટમાં લમ્સ ન રહે.

5) હવે લોટમાં 400 મિલી ઘી નાખી લોટ શેકવાનો છે. થોડી વાર માટે સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખવી, ઘી તથા લોટ સારી રીતે એકરસ થઇ જાય એટલે સ્ટવની ફ્લેમ સ્લો કરી દેવી.

6) સતત ચલાવતા રહી લોટ શેકવાનો છે. આ પ્રોસેસ માટે ભારે તળિયાવાળું વાસણ લેવું જેથી નીચે લોટ બેસીના જાય.

7) લોટ જાળીદાર અને ફ્લફી થાય એટલે તેમાં હું 2 ટી સ્પૂન દૂધ એડ કરવું આ રીતે વચ્ચે વચ્ચે દૂધ એડ કરવાથી અડદિયા ખુબજ સ્વાદિષ્ટ અને દાણેદાર બને છે. લોટને ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. સતત હલાવતા રહેવાનું છે.

8) એડ કરેલું દૂધ લોટમાં એબઝોર્બ થઈ જાય એટલે ફરી પછી 2 ટી સ્પૂન દૂઘ એડ કરવું. ફરી સતત હલાવતા રેવાનું છે. દૂઘ બધું એબજૉર્બ થઇ જતા ફરી પાછું 2 ટી સ્પૂન દૂઘ એડ કરવું.

9) લોટ શેકાવા માંડે એટલે લોટનું ટ્ર્કચર બદલાય જાય છે. લોટ બ્રાઉન થાય એટલે સ્ટવ ઑફ કરી દેવાનો પણ વાસણ ગરમ હોવાથી ધીમે ધીમે લોટને હલાવતા રહેવાનું જેથી કરીને લોટ નીચે બેસી ના જાય.

10) હવે લચકા માટેની ચાસણી તૈયાર કરવાની છે. તે માટે એક વાસણમાં 300 ગ્રામ ખાંડ લો. સાથે જ ખાંડ થી અડધા ક્વોન્ટીટીમાં પાણી એડ કરો. મેં 500 ગ્રામ અડદના લોટની સાથે 300 ગ્રામ ખાંડ લીધી છે. સ્વાદ મુજબ ખાંડ વધુ ઓછી કરી શકો છો. શરૂઆતમાં સ્ટવની ફલેમ ફાસ્ટ રાખવી તેમજ ખાંડ ઓગળતી જાય તેમ સ્ટવની ફલેમ ધીમી કરતી જવાની છે.

11) ચાસણીમાં બબલ્સ પડતા દેખાય એટલે ચાસણીના 2-3 ટીપાં એક વાસણમાં લઈને ચેક કરી લેવી. ચાસણી એક તારથી પણ ઓછી લેવાની છે. લચકો બનવવા માટે કડક ચાસણી લેવાની જરૂર નથી.

12) એક તારની ચાસણી બને એટલે સ્ટવની આંચ બંધ કરી દેવી તેમજ લોટમાં 1 સ્પૂન સુંઠ પાઉડર અને બારીક કાપેલા ડ્રાયફ્રૂટસ એડ કરી લેવા.તમે અહીંયા ગંઠોળા પાઉડર અથવા અડદિયાનો મસાલો પણ એડ કરી શકો છો.

13) હવે તેમાં ચાસણી એડ કરી બધું સારી રીતે મિક્સ કરો.

14) સતત ચલાવતા રહીને મિક્સ કરો. બધું જ ઘી લોટમાં એબઝોર્બ થઈ જાય ત્યાંસુધી મિક્સ કરવાનું છે. શરૂઆતમાં ઘી છૂટું પડતું લાગશે પરંતુ મિક્સ કરવાથી બધું ઘી લોટમાં એબઝોર્બ થઈ જશે.

15) હાથ અડી શકાય તેટલો ગરમ હોય ત્યારે લચકો સર્વ કરી શકાય છે. લચકાને સર્વિગ બાઉલમાં લઈને ડાયફ્રુટ્સ અને ખસખસ થી ગાર્નિસ કરી ગરમાગરમ સર્વ કરો.

તો મિત્રો, આ શિયાળમાં તમે પણ બનાવજો, ખુબ જ ટેસ્ટી બને છે જે બધાને ભાવશે પણ ખુબ, બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી તમારાથી પણ અડદિયાનો લચકો પરફેક્ટ બને.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *