ઉત્તપમ – બાળકોની સ્કૂલ ફરીથી શરુ થઇ ગઈ હશે તો હવે આ વાનગી ડબ્બામાં જરૂર આપજો.

ઉત્તાપમ…

આજે હું લઈને આવી છું દક્ષિણ ગુજરાત ની એક પ્રખ્યાત વાનગી…..ઉત્તાપમ..

સામગ્રી…

  • એક વાડકી રવો
  • અડધી વાડકી દંહી.
  • એક વાડકી ઝીણું સમાયેલું શાક…જેમાં કોબીજ,ટામેટું,કેપ્સીકમ,ડુંગળી અને કોથમીર લેવા.

બનાવવાની રીત….

એક કલાક પહેલા સોજીને દંહીમા પલાળીને રાખો.

ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

હવે બરાબર નલાવો .

જરુર પડે તો પાણી ઉમેરો.

ગેસ પર તવો ગરમ કરી એના ઉપર થોડું ખીરું રેડો હવે તરત જ એની ઉપર શાકભાજી મૂકો.

હવે ધીમા ગેસે ચડવા દો.

એની ફરતે તેલ રેડો.

હવે લગભગ સાત આઠ મિનિટ પછી એને ફેરવો.

ફરીથી એની ફરતે થોડું તેલ લગાવો.

ચાર પાંચ મિનિટ પછી એને ઉતારી લો.

બસ તૈયાર છે ગરમાગરમ ઉત્તાપમ…..એને દહી,સાંભાર,અથવા કોપરાંની ચટણી સાથે પીરસી શકાય છે.

આપને આ રેસીપી પસંદ આવી હોયતો કોમેન્ટ જરુર આપજો.

આભાર🙏🏻

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *