અદરક કેન્ડી
ઠંડી માં આપણે આદુ નો ઉપયોગ વધારે કરતા હોઇએ છે.
શરદી , ખાસી, કફ માટે આદુ બહુ ઉપયોગી છે. આદુ છોકરાઓને ભાવતો નથી હોતો એટલે ખાસ આ રેસીપી તૈયાર કરી છે. તમે પણ કરી જુવો ….બહુ જ ગમશે.
સામગ્રી :-
- ૧૦૦ ગ્રામ આદુ
- ૧ વાટકી – ખાંડ
- ૧ વાટકી – પાણી
- ૪ ચમચા – મધ
- ૧ ચમચો – લીંબુ નો રસ
- ૪ – લવિંગ નો પાવડર
- ૩ ચમચા – પીસેલી ખાંડ
રીત :- સૌથી પેહલા બધી સામગ્રી ભેગી કરી લેવી.
આદુ ની છાલ ઉતારી તેની પેસ્ટ બનાવી લેવી.
એક પ્યાન માં આદુ , ખાંડ , મધ , પાણી , લવિંગ નું પાવડર ,બધું ભેગું કરી ખાંડ ઓગળે એટલે ગેસ ધીમા આચપર કરી દો.
પછી તેમાં લીંબુ નો રસ નાખી ધીમા ગેસપેર ૧૫- ૨૦ મિનિટ ઉકળવા દેવું …
પછી એક થાળી માં બટર પેપર મૂકી તેમાં ચમચી થી નાની નાની કેન્ડી પાડવી.૧૦ મિનિટ પછી કેન્ડી કાઢી લેવી ઉપર થી પીસેલી ખાંડ ભભરાવી જેથી કેન્ડી એકબીજાને ચોંટે નહીં .
તો તૈયાર છે બનાવામાં એકદમ સહેલી અને સાથે હેલ્થી તો ખરીજ આદુ કેન્ડી …..તમે મુખવાસ તરીકે દરોરોજ ૨ કેન્ડી ખાસો તો શરદી, ખાસી ,કફ થી કાયમ દૂર રેહશો……
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.