પનીર ની સબ્જી બહુ અલગ અલગ રીતે બનતી હોય છે. આજે આપણે લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર મલાઈ પનીર ની રેસીપી બનાવીશુ તમે પણ આ રીતે બનાવી જોજો ટેસ્ટી લાગશે , તો ચાલો રેસીપી જોઈ લઈએ.
સામગ્રી
- ૩ ચમચી તેલ
- ૧/૨ ચમચી હળદર
- ૬-૭ કાજુ ના ટુકડા
- ૧.૫ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
- ૩ કપ ટોમેટો પ્યૂરી
- ચમચી મીઠું
- ૧ ચમચી ગરમ મસાલા
- ૧ ચમચી સબ્જી સ્પેશ્યલ મસાલા ( ઓપ્શનલ)
- ૨ કપ પનીર ક્યુબ
- અડધો કપ દહીં
- અડધી ચમચી ધાણાજીરું પાઉડર
- અડધી ચમચી ગરમ મસાલો
સૌ થી પેલા એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે હળદર , કાજુ ના ટુકડા , લાલ મરચું પાઉડર ,, ટામેટા ની પ્યૂરી નાખી દો , મીઠું , ગરમ મસાલો , સબ્જી મસાલો નાખી બરાબર મિક્સ કરી લો.
બરાબર મિક્સ કરી લો ઢાંકી અને કૂક થવા દો ત્યાર બાદ ૩-૪ મીનીટ થાય એટલે તેમાં ૨ કેપ્સિકમ ટુકડા કરેલા નાખી દેવાના છે . પછી ઢાંકી દઈ- પાઉડર , ગરમ મસાલો નાખી , પનીર નાખી મિક્સ કરી સાઈડ પર રાખી દેવાનું. અને ૧૦ મીનીટ માટે કુક થવા દેવાનું છે.
હવે ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી એક બાઉલ માં દહીં , ધાણાજીરું , ગરમ મસાલો નાખી મિક્સ કરી લો. અને સાઈડ પર રાખી દો.
ગ્રેવી માં ૧૦ મિનિટ જેવું થઇ જાય એટલે મલાઈ નાખી દો અને મિક્સ કરી લો. ગ્રેવી ને પાતળી કરવા ૧ કપ જેટલું પાણી નાખી દો. પછી પનીર જે સાઈડ માં રાખેલું તે નાખી દો અને મિક્સ કરી ઢાંકી દઈ અને ફરી થી ૨-૩ મિનિટ કૂક થવા દો જે થી પનીર અને ગ્રેવી બંને સરસ મિક્સ થઇ જાય.
પછી સમારેલી કોથમીર નાખી દો અને મિક્સ કરી લો. પરાઠા , નાન કે રોટલી જોડે સર્વ કરો . ખુબ ટેસ્ટી લાગે છે આ શાક લસણ કે ડુંગળી વગર પણ , ગરમ ગરમ ખાઈઓ અથવા તો ટિફિન માં પણ લઇ જય શકાય.
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.