પોટેટો લોલીપોપ્સ – નાની મોટી કોઈપણ પાર્ટીમાં બનાવો આ સ્ટાર્ટર અને ખુશ કરી દો બધાને…

મિત્રો, આજે હું તમને પોટેટો લોલીપોપ્સ માટેની રેસિપિ આપી રહી છું. જે ખરેખર ટેસ્ટી અને ક્રીસ્પી બને છે. બધાને ખૂબજ ભાવે એવા આ પોટેટો લોલીપોપ્સ ક્રીસમસ પાર્ટી હોય કે ન્યુ યર પાર્ટી, મોટા લોકોની પાર્ટી કે બાળકોની પાર્ટી હોય, ખૂબજ સુપર હીટ રહે છે. ગેસ્ટ આવવાના હોય તો અગાઉથી પોટેટો લોલીપોપ્સ પ્રી પ્રીપેર કરી ફ્રીઝ માં રાખી દ્યો. ગેસ્ટ આવે ત્યારે ફ્રાય કરી ગરમાગરમ પીરસો. તો આવનાર ગેસ્ટ ખરેખર તમારી પ્રશંસા કરી તમને ફરી આ લોલીપોપ્સ બનાવવા પ્રોત્સાહિત કરશે.

થોડા જ ઇંગ્રેડિયંટ્સથી બની જતા આ પોટેટો લોલીપોપ્સ બાફેલા બટેટા, બ્રેડ અને ઘરમાં જ રહેલા થોડા જ સ્પાઇસથી બની જાય છે. જેથી તમે ગમે ત્યારે આ રેસિપિ બનાવી શકો છે.

Advertisement

તો ચોક્કસથી મારી આપેલી આ રેસિપિ ફોલો કરીને બનાવશો તો પર્ફેક્ટ ટેસ્ટી અને ક્રીસ્પી બનશે.

પોટેટો લોલીપોપ્સ બનાવવા માટેની સામગ્રી:

Advertisement
 • 4 બાફેલા બટેટા
 • 4 બ્રેડ-બટેટાના મિશ્રણ માટે + 3 બ્રેડ – પોપ્સને તેમાં રોલ કરવા માટે
 • ½ કપ બારીક સમારેલી ઓનિયન
 • 2 થી 3 ટેબલસ્પુન બારીક સમારેલી કોથમરી
 • 1 લીલુ મરચુ બારીક કાપેલું કે વાટેલું
 • 1 ટેબલ સ્પુન જિંજર-ગાર્લિક પેસ્ટ – તેમાં લીલું લસણ હોય તો પણ ચાલે
 • 1 ટી સ્પુન લાલ મરચું પાવડર
 • 1 ટી સ્પુન આમચુર પાવડર
 • 1 ½ ટી સ્પુન સૂકા ધાણા પાવડર

મેંદા ની સ્લરી બનાવવા માટેની સામગ્રી :

 • 3 ટેબલસ્પુન મેંદો
 • ¼ ટી સ્પુન મીઠું
 • પાણી જરુર મુજબ
 • 1 ટી સ્પુન ઇટાલિયન સિઝનીંગ બ્રેડ ક્રમ્સ માં ઉમેરવા માટે
 • 1 ટી સ્પુન પેપ્રીકા બ્રેડ ક્રામ્સ માં ઉમેરવા માટે
 • ઓઇલ – પોપ્સ ફ્રાય કરવા માટે
 • ઓઇલ – હાથ ગ્રીસ કરવા માટે

પોટેટો લોલીપોપ્સ બનાવવા માટેની રીત :

Advertisement


સૌ પ્રથમ પ્રેશર કુકરમાં 4 બટેટા 4 વ્હિસલ કરી કૂક કરી લ્યો.


ત્યારબાદ 4-4 બ્રેડ અલગ અલગ થી ગ્રાઇંડરમાં ગ્રાઇંડ કરી ક્રમ્સ બનાવી લ્યો. અને 4-4 બ્રેડ ના ક્રમ્બ્સ

Advertisement


અલગ અલગ બાઉલમાં ટ્રાંસફર કરો. જેથી લેવામાં સરળતા રહે.


* બટેટા કૂક થઇ જાય એટલે તરત જ કુકર માંથી કાઢી લેવા જેથી તેમાં પાણી ચડી ના જાય.

Advertisement

* વધારે પાણીવાળા બટેટા કે વધારે ગરમ બટેટાથી પોપ્સ બનાવવાથી ક્યારેક પોપ્સ સ્પ્લિટર ( ફાટે) થાય છે.

ગરમ બટેટાથી પોપ્સ બનાવ્યા હોય તો બનેલા પોપ્સ થોડીવાર ફ્રીઝ માં રાખી ઠંડા કરી લેવા પછી જ ફ્રાય કરવા.

Advertisement

*****


એક મિક્સિંગ બાઉલ લઇ તેમાં છાલ ઉતારેલા ઠંડા કરેલા બટેટા લઇ મેશ કરી લ્યો.

Advertisement

*ખમણીથી ખમણવા નહી તેમ કરવાથી પોપ્સ ખાવામાં લેસિસ આવશે. પોપ્સ ખાવાની મજા નહી આવે .


મેશ કરેલા બટેટામાં ¾ કપ ફ્રેશ બ્રેડ ક્રામ્સ કે 4 ફ્રેશ બ્રેડ ના ક્રામ્સ ઉમેરો.

Advertisement


½ કપ બારીક સમારેલી ઓનિયન, 2-3 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, 1 લીલુ મરચુ બારીક કાપેલું કે વાટેલું, 1 ટેબલ સ્પુન જિંજર-ગાર્લિક પેસ્ટ – તેમાં લીલું લસણ હોય તો પણ ચાલે, 1 ટી સ્પુન લાલ મરચું પાવડર, 1 ટી સ્પુન આમચુર પાવડર, 1 ½ ટી સ્પુન સૂકા ધાણાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.


બધું સરસ થી મિક્સ કરી લ્યો. હવે મિક્સિંગ બાઉલ એક બાજુ રાખી દ્યો.

Advertisement


*હવે મેંદા ની સ્લરી બનાવવા માટે એક નાનું બાઉલ લઇ તેમાં 3 ટેબલ સ્પુન મેંદો લ્યો. તેમાં થોડું થોડું પાણી ઉમેરી પુડલાના બેટર જેવી ઘટ્ટ, રની, સ્મુઘ સ્લરી બનાવો.


એક બાજુ રાખી દ્યો.

Advertisement

*હવે બાકી વધેલા-અલગ રાખેલા ફ્રેશ બ્રેડ ક્રમ્સ એક પ્લેટમાં લયો.


તેમાં 1 ટી સ્પુન ઇટાલિયન સિઝ્નિંગ અને 1 ટી સ્પુન પેપ્રિકા ઉમેરી બધું મિક્સ કરી લ્યો.

Advertisement


*હવે બન્ને હાથની હથેળીઓ ઓઇલથી ગ્રીસ કરી લ્યો. લોલીપોપ્સના મિશ્રણ માંથી નાના બોલ્સ બનાવી લ્યો. 14 થી 15 બોલ્સ બનાવો.


હવે મેંદાના મિશ્રણ(સ્લરી) માં, એક પોટેટો લોલીપોપ્સ નો બોલ લઈ બરાબર સ્લરી લાગી જાય એ રીતે ડીપ કરો.

Advertisement


*સ્લરી માં ડીપ કરતી વખતે પોપ્સને ફોર્ક –કાંટા ચમચીમાં મૂકી ડીપ કરો. જેથી વધારાની સ્લરી નિતરી જાય.


ત્યારબાદ સ્લરીમાં ડીપ કરેલા આ બોલ ને સ્પાઇસ ઉમેરલા બ્રેડ ક્રામ્સમાં રોલ કરી બરાબર ક્રમ્સ લગાવી દ્યો. આ પ્રમાણે બાકીના મિશ્રણ માંથી બધા બોલ્સ બનાવી લ્યો.

Advertisement


*ત્યારબાદ બોલ હાથમાં લઇ સહેજ પ્રેસ કરી રોલ કરી લ્યો. એટલે બરાબર તેના પર સ્પાયસી ક્રમ્સ સ્ટીક થઇ જશે. જેથી ફાય કરતી વખતે ક્રમ્સ ઓઇલમાં જરાપણ નહી નીકળે. અને ઓઇલ જરાપણ ખરાબ નહી થાય.


હવે પોટેટો લોલીપોપ્સ ફ્રાય કરવા માટે તૈયાર છે

Advertisement

ફ્રાયપેનમાં ઓઇલ ગરમ મૂકી ઓઇલ બરાબર ગરમ કરી લ્યો.

હવે ફ્લૈમ મિડિયમ રાખી 3-4 લોલીપોપ્સ એકસાથે ફ્રાય કરો.

Advertisement


ફ્રાય કરતી વખતે પોપ્સની ઉપરની સાઇડપર પણ ઝારા વડે થોડું થોડું ઓઇલ રેડતા રહેવું.


પોટેટો લોલીપોપ્સ ગોલ્ડન અને ક્રીસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી, ઓઇલ નિતારીને પ્લેટમાં કાઢી લ્યો. દરેક લોલી પોપ્સ માં ટૂથ પિક્સ લગાવી દ્યો.

Advertisement

તો હવે પોટેટો લોલીપોપ્સ સર્વ કરવા માટે તૈયાર છે.

પોટેટો લોલીપોપ્સ ને લીલી મિંટ ચટણી, ટોમેટો સોસ કે કર્ડના ડીપ સાથે સર્વ કરો.

Advertisement


કોઇપણ નું ખાવા માટે મન લોભાવે તેવા આ ગોલ્ડન બ્રાઉન, ક્રીસ્પી પોટેટો લોલીપોપ્સ પાર્ટી માં કે ઘરે આવેલા ગેસ્ટસ ને ટેસ્ટ કરાવો, ચોક્કસ તમારી પ્રશંસા કરશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *