મીની બ્રેડ ઉત્તપા – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી, શીખો સ્ટેપ બાય સ્ટેપ…

મીની બ્રેડ ઉત્તપા:

આજે હું અહિં બ્રેડ માંથી બનતી રેસિપિ આપી રહી છું. જે સૌથી વધારે બાળકોને પસંદ પડશે. બનાવવામાં પણ ખુબજ સરળ હોવાથી ગૃહિણીઓને પણ ગમશે. સ્વાદમાં પણ ટેસ્ટી છે તો બધાને જરુરથી ભાવશે. બ્રેક્ફાસ્ટ કે ડીનરમાં પણ ચાલશે અને બાળકોના લંચ બોક્સમાં આપી શકાય તેવી આ ક્વિક અને ઇઝી રેસિપિ છે. ગેસ્ટ આવ્યા હોય તોપણ તમે ઝડપથી બનાવીને પીરસી શકો છો ….. આમ મારી આ મલ્ટી પર્પઝ રેસિપિ ખરેખર બધાને ખુબજ ઉપયોગી થઇ પડશે. તે જરુર થી ફોલો કરીને બનાવજો.

મીની બ્રેડ ઉત્તપા બનાવવા માટેની સામગ્રી:

  • 6 સ્લાઇઝ બ્રેડ
  • 1 કપ સુજી-રવો
  • 1 કપ દહિં
  • 1 ટેબલસ્પુન લીલું લસણ – બારીક કાપેલું
  • 1 ટેબલ સ્પુન ગ્રીન કેપ્સિકમ ‌– બારીક કાપેલું
  • 1 ટી સ્પુન લીલું મરચુ – બારીક કાપેલું
  • જરુર મુજબ બટર મિલ્ક
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 1 ઓનિયન બારીક કાપેલી
  • 1 ટમેટું – બારીક કાપેલું
  • 1 ઇંચ આદુ ના સ્લિવર્સ
  • ½ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ¼ ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ

મીની બ્રેડ ઉત્તપા બનાવવા માટેની રીત :

બ્રેડ ની 6 સ્લાઇઝ લ્યો. તેના મોટાપીસ કરો અને તેને મોટા જારમાં ગ્રાઇંડ કરી લ્યો.

હવે તે જ જાર માં 1 કપ સોજી – રવો ઉમેરો.

ત્યારબાદ તેમાં જ 1 કપ દહિં ઉમેરો. બધુ સાથે ગ્રાઇંડ કરી લ્યો.

હવે તેમાં બટર મિલ્ક ઉમેરી ફરીથી ગ્રાઇંડ કરો.

ઉત્તપા બને તેવી થીક – ડ્રોપીંગ કંસિસટંસી થાય તેટલી બટર મિલ્ક ઉમેરી મિક્સ કરો.

હવે ગ્રાઇંડ કરેલા બેટરમાં 1 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સિકમ, 1 ટેબલસ્પુન લીલું લસણ – બારીક કાપેલું, 1 ટી સ્પુન લીલું મરચુ – બારીક કાપેલું, 1 ટી સ્પુન આખુ જીરું, 1 ઇંચ આદુ ના સ્લિવર્સ, ½ ટી સ્પુન લાલ મરચું પાવડર, ½ ટી સ્પુન ગરમ મસાલો અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી બરાબર મિક્ષ કરો.

હવે તેમાં 1 ટમેટું – બારીક કાપેલું અને 1 બારીક કાપેલી ઓનિયન ઉમેરી ફરીથી મિક્ષ કરો. ત્યારબાદ બધું મિક્ષ કરેલા આ બેટરને ½ કલાક રેસ્ટ આપો.

½ કલાક પછી જ્યારે મિનિ બ્રેડ ઉત્તપા બનાવવા હોય ત્યારે જ તેમાં ¼ ટી સ્પુન ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી ફ્લફી થાય ત્યા સુધી ફીણી લ્યો.

હવે એક નોન સ્ટીક તવા લઇ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.

ગરમ થાય એટલે તેમાં 6-7 ડ્રોપ્સ ઓઇલ મૂકી સ્પ્રેડ કરો.

નાના ઉત્તપાનો શેઇપ આપવા માટે સ્ટીલની રીંગ લઇ ઓઇલ થી ગ્રીસ કરો. અને નોન સ્ટીક તવા પર વચ્ચે મૂકો.

એટલે બધાજ મિનિ બ્રેડ ઉત્તપા એક સરખી સાઇઝ અને શેઇપના થશે.

તેમાં વચ્ચે બનાવેલ બેટર 2 ચમચા જેટલું સ્પ્રેડ કરી નાના ઉત્તપાનો શેઇપ આપો.

2 મિનિટ પછી રિંગ લઇ લ્યો. કેમકે તેનો હવે સરસ મિનિ રાઉંડ શેઇપ આવી ગયો છે.

હવે ½ ટી સ્પુન ઓઇલ મૂકી નીચેની સાઇડ ગોલ્ડન બ્રાઉન કૂક કરો. ઉત્તપાની ઉપરની સાઇડ થોડું ઓઇલ મૂકી પલટાવી લ્યો.

પલટાવીને બાકીની સાઇડ પણ ગોલ્ડન કૂક કરી લ્યો.

સર્વીંગ પ્લેટમાં મૂકી ગરમા ગરમ સર્વ કરો.

ગાર્નિશિંગ:

તેના પર ચેરી વચ્ચેથી હાફ કરી આઇસ બનાવો. અને કેપ્સિકમ કાપીને સ્માઇલ બનાવો. ગ્રીન ચટણીથી નોઝનો શેઇપ આપી મિનિ બ્રેડ ઉત્તપા પર સ્માઇલિ ફેઇસ એરેંજ કરો. બાળકો આ રીતે ગાર્નિશ કરેલા મિનિ બ્રેડ ઉત્તપા હોંશે હોંશે ખાશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *