પાલક : પાલક વ્યક્તિ ને જીવન માં ખુબજ ફાયદાકારક છે, પાચનતંત્ર ફાયદો રહે છે
હિમોગ્લોબીન વધે છે, કેલ્શિયમ, પણ મળે છે,, બાળકો, વૃદ્વ લોકો ને ફાયદાકારક છે., પાલક દરેક રીતે ઉપયોગી છે તેનો જ્યુસ , શાક, પરાઠા, સ્લાડ, દરેક રીતે ઉપયોગી છે, પાલક જલ્દી પચી જાય છે, બીમાર લોકો માટે પાચનતંત્ર માં રાહત આપે છે. આંખ નું તેજ પણ વધે છે. પાલક નો ઉપયોગ , નિયમિત કરવો જોઈએ. ત્વચા માટે ફાયદાકારક છે, પાલક ની પેસ્ટ ફેસ પર લગાવા માં આવે ચહેરો નિખરી ઉઠે છે. વાળ ખરતા અટકાવે છે.
પનીર પણ હેલ્ધી છે, પ્રોટિન મળે છે, કેલ્શિયમ મળે છે, દાંત મજબૂત કરે છે, દૂધ થી બને છે પનીર એટલે તાકાત પણ આપે છે, વિટામિન 2 હોય છે, કિડની, ડાયાબિટીસ માટે ઉપયોગી છે..
સામગ્રી
- પાલક 250 ગ્રામ
- પનીર 150 ગ્રામ
- ચીઝ 50 ગ્રામ
- ડુંગળી 2 નંગ
- ટામેટાં 2 નંગ
- સૂકું લસણ ની કળી 10 નંગ
- આદું નાનો ટૂકડો
- લીલા મરચા 2 નંગ
- દહીં મોળું અરધો કપ
- જીરૂ 2 ચમચી
- તમાલપત્ર 2 થી 3 નંગ
- સુકા લાલ મરચાં 2નંગ
- લાલ મરચું એક ચમચી
- હળદર એક ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ મસાલો 2 ચમચી
- તેલ જરૂર મુજબ
- ઘી 2 ચમચી
- ધાણા જીરૂ
- ઘી 2 ચમચી
- પાણી જરૂર મુજબ
રીત:
(1)સૌ પ્રથમ પાલક ને ધોઈને પાણી માં 5 મિનિટ માટે ગેસ ચાલુ કરીને બાફવાં મુકવી. પછી પાલક ને ઠડું પાણી નાખીને મિક્સરમાં માં ફેરવી દેવી.
(2)ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં, ધોઈને કટ કરી દેવા.
(3)બીજા જાર માં ક્ર્સ ડુંગળી, લસણ, આદું, મરચા, ને પછી ટામેટાં બધું ક્ર્સ કરી દેવું.
(4)ગેસ ચાલુ કરીને એક પેન માં તેલ નાંખવું પછી ધી નાખવું, ગરમ થાય એટલે જીરૂ નાખવું, પછી લસણ, ડુંગળી, આદું, મરચા પેસ્ટ નાંખવી. પછી તેમાં સૂકું લાલ મરચું, તમાલપત્ર નાંખવું, ડુંગળી ને ઉપર ની પેસ્ટ નાખવી.
(5)પછી બધુ મિક્ષ થાય પછી ટામેટાં ની પેસ્ટ નાંખવી બધા મસાલા નાંખવા, મરચું હળદરન, ગરમ મસાલો, મીઠું, ધાણા જીરૂ, બધું નાખીને પછી પાલક ની પેસ્ટ નાંખવી. થોડુ ચીઝ નાખવું.
(6)પછી દહીં નાંખવું, પછી પનીર ના ટૂકડા ને ધી માં થોડા શેકીને ને ગરમ પાણી માં 5 મિનીટ રાખીને પછી પાણી સાથ પનીર ના ટુકડા પણ નાખવા.
(7)પછી પનીર નાખ્યા બાદ થોડું પાણી નાખી ને 5 થી 7 મિનિટ બાદ શાક થઇ જાય પછી તેને પ્લેટ માં સર્વ કરવા, ઉપર ચીઝ નું છીણ નાખવું આ પાલક પનીર રોટી, નાન, સાથ ખાઈ શકો છો.
જો મિત્રો પાલક પનીર તમે બધા જરૂર થી બનાવજો , મિત્રો મારી રેસિપી કેવી લાગી, , કોમેન્ટ કરશો, like, share કરશો.
રસોઈની રાણી : ફોરમ ભોજક
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.