ગોટાળો – આ ગોટાળો રોટલી સાથે ખાવાની ખુબ જ મજા આવે છે તો એકવાર જરૂર બનાવજો…

કેમ છો મિત્રો હું આજે તમારા સમક્ષ ગોટાળા ની રેસીપી લઇ ને આવી આવી છું …જે ઢોસા સાથે ખવાય છે ..જે ચીઝ અને પનીર નું કોમ્બિનેશન થી બને છે .જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે …..પણ સાથે સાથે આ ગોટાળો રોટલી સાથે ખાવાની પણ એટલી જ મજા આવે આવે છે તો ચાલો શીખી લઈશું ….

સામગ્રી :

  • – 4 નંગ કાંદો
  • – ૩નંગ ટમેટાં
  • – ૨ચમચી બટર (મેં ઘર નુ માખણ લીધુ છે)
  • – 2 ચમચી તેલ
  • – ૧ચમચી આદૂ મરચું ની પેસ્ટ
  • – 1 ચમચી લસણ ની પેસ્ટ
  • – 1 ચમચી ગરમ મસાલો
  • – 1 ચમચી લાલ મરચું પાવડર
  • – મીઠુ સ્વાદમુજબ
  • – 200ગ્રામ પનીર
  • – 5 ચીઝ ક્યુબ
  • – 3 ચમચી લીલા ધાણા કાપેલા

રીત :

સ્ટેપ :1

– કાંદો અને ટમેટા ને ઝીણા સમારી લેવા એક કઢાઈ મા તેલ અને બટર લઈ ગેસ પર ગરમ કરવા મુકવું. ગરમ ઠસી એટલે તેમા કાંદો અને લસણ ની પેસ્ટ ઉમેરવી. પછી તેમા આદૂ મરચા ની પેસ્ટ નાખવી. કાદા સંતળાંઈ જય એટલે તેમા કપ્ર્લ ટમેટા નાખવા.ટમેટા ચડી જય અટલે તેમા ગરમ મસાલો અને લાલ મરચુ પાવડર ઉમેરવો સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.એક કપ પાણી નાખી ને થોડી વાર થવા દેવું

સ્ટેપ :2

તેલ છુટુ પડે એટલે તેમા પનીર છીણી ને અથવા જીના સમારેલા ાખવું. પછી લીલા ધાણા નાખવા. તેલ ઉપર આવે એટલે તેમા ચીઝ છીણી ને નાખવું. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો..

Step:3

પછી ઢોસા ના પૂળા કે પાંવ સાથે સર્વ કરવુ. ઢોસા ના પૂળા અને લીલી ચટણી સાથે સર્વ થાય છે. પણ મેં રોટલી સાથે સર્વ કર્યું છે ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *