ચોખાના લોટની ચકરી – ફરસાણ વાળા વેચે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને ક્રિસ્પી…

ફ્રેન્ડ્સ આજે અમે તમારા માટે ચોખાના લોટની ચકરી બનાવવાની રેસિપી બતાવવાની છું.જણાવી દઉં કે, આ રેસિપી જાણી લીધા પછી તમે પણ જાતે જ ચોખાના લોટની એકદમ ટેસ્ટ અને ક્રિસ્પી ચકરી બનાવી શકશો. આ ચકરી બનાવવી ઘણી સરળ છે. બાળકો ની સાથે મોટા ઓ ની પણ ભાવતી ચકરી. વેકેશન હોય એટલે નાસ્તાની ડિમાન્ડ ઘરમાં અવારનવાર થતી રહે છે.

ચકરી એક ભારતીય પરંપરાગત નાસ્તો છે. જે દેખાવમાં એકદમ ગોળ ગોળ ને ખાવામાં એકદમ નમકીન છે. મોટે ભાગે એ બધાને જ ભાવે છે. આ નમકીન ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે. અને આને બનાવવા માટે પણ અલગ અલગ લોટનો ઉપયોગ થાય છે. જેમકે મહારાષ્ટ્રમાં ચકલીના નામે આ નમકીન ફેમસ છે ને ગુજરાતમાં ચકરી ના નામથી ઓળખાય છે. આને બનાવવા માટે ગુજરાતી લોકો મોટે ભાગે ચોખા ના લોટનો જ ઉપયોગ કરે છે. આમાં આદું મરચાની પેસ્ટ નો ઉપયોગ થતો હોવાથી આરામથી પચી પણ જાય છે.

Advertisement

તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને બનાવીએ ગુજરાતીઓના ઘરે ઘરે બનતી ચકરી .

સામગ્રી :

Advertisement
  • ચોખા નો લોટ – ૩ કપ
  • દહીં – ૧/૪ કપ
  • તલ – ૩ મોટી ચમચી
  • હળદળ – ૨ નાની ચમચી
  • લાલ મરચાનું પાઉડર – ૨ મોટી ચમચી
  • વાટેલા આદુ મરચાં – ૪ મોટી ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

સ્ટૅપ ૧

Advertisement

સૌ પ્રથમ એક બાઉલ માં ચોખા નો લોટ લો. એમાં બધી સામગ્રી ઉમેરો .

સ્ટૅપ ૨ :

Advertisement

થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. કણક ના તો બહુ કઠણ અને ના તો બહુ ઢીલો હોવો જોઈએ. લોટ ને 2 થી 3 મિનિટ માટે મસળો.

સ્ટૅપ 3:

Advertisement

હવે ચકરી નો લોટ તૈયાર છે. એટ્લે ચકરી બનાવવા સંચાની અને ચકરીની જાળીની જરૂર પડશે. તો તમે એ લઈને સંચાને અંદરના ભાગે અને જાળીને તેલ વાળી કરી દેવી જેથી ચકરી બનાવટી વખતે લોટ ચોટે નહી.

સ્ટૅપ ૪:

Advertisement

હવે લોટ ને ઉભો રોલ વાળો અને સંચામાં લોટ ભરો. સંચા ને બંધ કરી ગેસ પર તાવડી માં તેલ ધીમા તાપે ગરમ કરવા મૂકી દો.

સ્ટૅપ ૫:

Advertisement

એક પ્લેટમાં ચકરી પાડો. એના માટે તમારે સંચાને ગોળ ગોળ ધુમાવીને એક પ્લેટમાં ફોટામાં બતાવેલ છે એમ ચકરી પાડવાની છે. યાદ રહે ચકરી તૂટી ન જાય, નહીતર એ એના આકારમાં તળાશે નહી.

Step ૬:

Advertisement

હવે ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકીને તેને ગરમ થવા દો ને તાવેતા ની મદદથી એક એક ચકરી લઈને ગરમ તેલમાં તળો. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે.અને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.આ સમયે ધ્યાન રહે કે તે એક બાજુ બ્રાઉન થઇ જાય ત્યાર બાદ તેને પલટાવી દેવાની છે. જયારે ચકરી બંને સાઇડથી બ્રાઉન થઇ ગયા પછી તેને બહાર કાઢી લેવાની છે.

સ્ટૅપ ૬:

Advertisement

એક ડીશ માં એબ્સોર્બ પેપર મુકો. ચકરી તળી ને એ ડીશ માં મુકો જેથી વધારા નું તેલ એબ્સોર્બ થઇ જશે. આ રીતે બધી ચકરી તળી લો.

Step ૭

Advertisement

ઠંડી થાય એટ્લે એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

તૈયાર છે ટેસ્ટી ઈન્ડિયન સ્નેક્સ ડિશ ચકરી.આ ચકરી એક અઢવાડિયું ચાલશે. બાળકો ને વેકેશન માં બનાવી ને ખવડાવવો

Advertisement

તો ચોક્કસ થી ટ્રાય કરો આ ચકરી ની રેસિપી..

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *