બ્રેડ વગરની સેન્ડવિચ – બાળકો હવે સેન્ડવિચ ખાવાની જીદ્દ કરે તો તેમને બનાવી આપો આ સેન્ડવિચ ફટાફટ..

ફ્રેન્ડ્સ, “ બ્રેડ વગરની હેલ્થી સેન્ડવિચ” ની રેસિપી લાવી છું ..હા સેન્ડવિચ પણ બ્રેડ વગર ની !!!!!!!

આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો ખરેખર ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે અને સાથે મેંદા વગર ની છે heathy પણ છે તો જરૂર થી એક વાર ટ્રાય કરજો પછી વારંવાર બનાવવાનું મન થશે.

મોટાભાગે સવારના કે રાત ના જમવામાં કે નાસ્તામાં માં અમુક હલકી અને ટેસ્ટી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે, અને એવું પણ વિચારતા હોઈએ છીએ કે સવારનો નાસ્તો શરીરની તંદુરસ્તી માટે પરફેક્ટ હોય. મોટાભાગે લોકોની એવી જ કોશિશ હોય છે કે સવારનો કે સાંજનો નાસ્તો કે રાત નું જમવાનું સહેલાઈથી અને ઓછા સમયમાં બની જાય.

પણ એ સમજણમાં જ નથી આવતું કે આખરે શું બનાવવું?

એવામાં આજે અમે તમારા માટે નાસ્તાની કે જમવાની એવી સરળ રેસિપી લઈને આવી છું જેને તમે માત્ર ઓછા સમયમાં અને એકદમ હેલ્થી બનાવી શકશો, જેને તમે સવાર કે સાંજના નાસ્તા કે જમવા માટે બનાવી શકશો.

“બ્રેડની વગર ની હેલ્થી સેન્ડવિચ “ બનાવવા જોઈશે…

સામગ્રી :

  • ૧/૨ કપ રવો
  • ૧/૨ કપ દહીં
  • ૧/૪ કપ સમારેલા લીલા કેપ્સિકમ
  • ૧/૪ કપ સમારેલા કાંદા
  • 1/૪ કપ છીણેલું ગાજર
  • ૧/૨ કપ સમારેલાટામેટા
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  • 1/૨ ચમચી રેડ ચીલી ફ્લૅક્સ
  • 1/૪ ચમચી ઓરેગાનો
  • ૧/૪ ચમચી કાળા મરી પાવડર
  • 1 ચમચી આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી બેકિંગ સોડા / ઇનો નું પેકેટ
  • બટર toaster માં ગ્રીસ કરવા જેટલું
  • મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

સ્ટૅપ ૧ એક બાઉલ માં રવો લેવો. તેમાં દહીં ઉમેરવું. પછી બરાબર મિક્સ કરી ઓછામાંઓછુ ૩૦ મિનિટ ઢાંકીને રાખવું.

સ્ટૅપ ૨ બનાવેલા બેટર માં 2 ઝીણા સમારેલા કાંદા, કેપ્સિકમ અને ઇનો સિવાય ની બીજી બધી સામગ્રી ઉમેરવી. પાણી નાખી એક ઘટ બેટર તૈયાર કરવું.રવાનું બેટર ઘટ્ટ હોવું જોઈએ

સ્ટૅપ 3 હવે તેમાં eno નાખવો. અને મિક્સ કરવું.

સ્ટૅપ ૪ હવે ટોસ્ટર ને બટર થી ગ્રીસ કરી થોડું ગરમ કરવું.

સ્ટૅપ ૫ તૈયાર કરેલું બેટર ને ગ્રીસ કરેલા ગેસ પર કરી શકાય તેવા griller અથવા toaster માં મૂકવું .

સ્ટૅપ 6 હવે toaster બંધ કરી લગભગ ૧૦-૧૫ મિનિટ માં સેન્ડવિચ તૈયાર થયી જશે .

• તમે કોઈ પણ સ્ટફિન્ગ ઉમેરી શકો છો .ચીઝ પણ ઉમેરી શકો છો.

• તમે આજ રીતે બટાકા ની કે કેળા મટર સેન્ડવિચ બી બનાયી શકો છો.

આ સેન્ડવિચ જરૂર થી બનાવજો,, ખુબ જ ટેસ્ટી લાગે છે અને તે બાળકોને પણ ખુબજ ભાવે એવી રેસીપી છે. તમે આ સેન્ડવિચ ચીઝ સોસ કે ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *