ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “નાના બાળકોની મનપસંદ એવી ફટાફટ બની જઈ એવી ના મેંદો, ના તેલ, ના બટર, ના ઓવન ટૂટી-ફ્રૂટી રવા કેક” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને તરત જ ખાવાનું મન થઇ જઈ એવી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ એવી મીઠી મધુર બનશે.નાના બાળકોને તો કેક બોઉં જ પ્રિય હોય છે.જયારે ભૂખ લાગે ત્યારે ઘરે જ બનાવી આપો એકદમ રાજી રાજી થઈને હોશે હોશે ખાવા લાગશે.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવશો ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરેં અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી??
સામગ્રી :
- ૧ કપ સોજી
- ૩/૪ કપ ખાંડ
- ૧/૪ કપ ઘઉં નો લોટ
- ૧ ટી સ્પૂન બેકિંગ પાવડર
- ૧/૨ ટી સ્પૂન બેકિંગ સોડા
- ૧ કપ દહીં
- ૧/૪ કપ ઘી
- ૧/૪ કપ દૂધ
- ૧/૪ કપ ટૂટી-ફ્રૂટી
- ૨ ટેબલ સ્પૂન ઘઉં નો લોટ ઉપર થી ભભરાવવા
- મીઠું કઢાઈ માં પાથરવા માટે
રીત :
૧. એક મિક્સર જાર માં સોજી અને ખાંડ ને થોડું ફેરવી લો.
૨. હવે એક બાઉલ માં સોજી ખાંડ નું મિશ્રણ, ઘઉં નો લોટ અને દહીં બરોબર મિક્સ કરી ને ૩૦ મિનિટ ઢાંકી ને મૂકી દો.
૩. હવે એક જાડા તળિયા ની કઢાઈ માં નીચે મીઠું પાથરી ને ઉપર એક સ્ટેન્ડ મૂકી ને કઢાઈ ને ઢાંકી ને ૨૦ મિનિટ જેવું ગરમ કરી લો.
૪. ટૂટી-ફ્રૂટી ને એક બોઉલ માં લઇ ને એમાં ૨ ટેબલ સ્પૂન ઘઉં નો લોટ બરોબર મિક્સ કરી લેવો.
૫. હવે એક બેકિંગ ટીન માં તેલ લગાડી ને ઉપર થી કોરો લોટ ભભરાવી ને એને તૈયાર કરી લો.
૬. હવે સોજી ના મિશ્રણ ને ૩૦ મિનિટ પછી બરોબર હલાવી ને એમાં ઘી અને દૂધ મિક્સ કરી લેવા.
૭. હવે આ મિશ્રણ માં બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને ટૂટી-ફ્રૂટી મિક્સ કરી લો.
૮. તૈયાર મિશ્રણ ને બકીંગ ટીન માં પાથરી દો અને ૨ વાર ટ્રે ને ધીમે થી પછાડી ને બધી હવા કાઢી લો.
૯.આ ટીન ને ગરમ કરેલી કઢાઈ માં મૂકી દો.
૧૦. ઢાકી ને ૪૦ મિનિટ ધીમી થી માધ્યમ આંચ પર બેક થવા દો.
૧૧. હવે ટૂથપીક ની મદદ થી ચેક કરી લો.
૧૨. કેક ને ઠંડી થાય એટલે બકીંગ ટીન માં થી કાઢી લો અને કટકા કરી ને ડબ્બા માં ભરી લો.
વિડિઓ રેસિપી :
રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા
Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.