આજે આપણે નાના મોટા સૌને પસંદ એવા પિઝા બનાવીશું. તો આ પિઝા આપણે યીસ્ટ અને ઓવન વગર જ કડાઈમાં બનાવીશું.
• તો ચાલો જોઈએ અને રેસીપી પસંદ આવે તો Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.
સામગ્રી:-
ટોપિંગ માટે:-
- 2 સમારેલાં કેપ્સીકમ
- 1 સમારેલ ટામેટું
- 2 સમારેલી ડુંગળી
- 2 ચમચી તેલ
- 4 થી 5 કળી લસણ
- 1 ચમચી બટર
• પિઝા નો બેઝ:-
- • 1 બાઉલ મેંદો
- • ¼ ચમચી બેકિંગ સોડા
- • ½ ચમચી બેકિંગ પાવડર
- • સ્વાદ પ્રમાણે મીઠું
- • ½ ચમચી સુગર પાવડર
- • 1 બાઉલ મોળું દહીં
- • 1 ચમચી તેલ
- • પિઝા સોસ
- • ચિલી ફ્લેક્સ
- • ઓરેગાનો
- • મિક્સ હબ્સૅ
- • મોઝરેલા ચીઝ
- • કેચપ
રીત:-
• સ્ટેપ 1:-સોપ્રથમ પીઝા માટે ટોપિંગ તૈયાર કરીશું. તો એક કડાઈમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમેરી એમાં લસણ સાંતળી લો. અને થોડું સાંતળેલું બટર એક બાઉલમાં લો. અને બધા જ વેજીટેબલ ને ગાલિૅક બટર માં સેલો ફ્રાય કરી લો. તો પિઝા નું ટોપિંગ તૈયાર છે
• સ્ટેપ 2:-હવે આપણે પિઝા નો બેઝ તૈયાર કરીશું. તો એ પહેલાં આપણે કડાઈમાં ને પ્રિહિટ કરવા માટે મૂકીશું. તો એ માટે એક કડાઈમાં મીઠું નાખીને એમાં સ્ટેન્ડ મૂકો અને ઢાંકી દો.
• સ્ટેપ 3:-હવે લોટ બાંધવા માટે 1 બાઉલ મેંદો લો. ¼ ચમચી બેંકિંગ સોડા, ½ ચમચી બેકિંગ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ½ ચમચી સુગર પાવડર, ઉમેરી થોડું થોડું દહીં ઉમેરી લોટ બાંધી લો. અને 1 ચમચી તેલ ઉમેરી મસળી લો અને લોટ ઢીલો જ બાંધી લેવો.
• સ્ટેપ 4:-હવે જે ગાલિક બટર જે સાઈડમાં રાખ્યું હતું એનાથી પ્લેટ ગ્રીસ કરી લો અને એમાં એક ખુલ્લું લો અને પ્લેટ માં જ હાથથી થેલીને પિઝા નો રોટલો તૈયાર કરો. અને ફોકૅ થી કાંટા કરી લો. અને ઉપર પિઝા નો સોસ ઉમેરી ને પાથરી લો.
• સ્ટેપ 5:-ત્યારબાદ ટોપિંગ પાથરી લો અને ઉપરથી ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હબૅ ઉમેરી લો.
• સ્ટેપ 6:-ત્યારબાદ પિઝા ની કિનારીને ગાલિક બટર થી ગ્રીસ કરો અને ઉપર મોઝરેલા ચીઝ ઉમેરી લો. અને પ્રિહિટ થયેલી કઢાઈમાં આ પ્લેટ મૂકી દો. અને ઢાંકી ને 10 થી 15 મિનિટ માટે ધીમી આંચ પર કુક થવા દો.
• સ્ટેપ 7:-તો હવે પિઝા તૈયાર છે અને ઉપરથી ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હબૅ અને કેચપ ઉમેરી પિઝા સવૅ કરો.
વિડિઓ રેસિપી :
રસોઈની રાણી : ડિમ્પલ પટેલ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.