ખજૂર અખરોટ કેક – નો સુગર ,નો મૈદા, નો આઈસિંગ, નો બેક હેલ્થી કેક…

આજ ના દિવસ માટે એક મસ્ત હેલ્થી અને સુગર ફ્રી કેક લઈને આવી છું.. જેને એકદમ સરસ રીતે કેવી રીતે બનાવવી એ જોઈશું આમાં આપણે આજે ગહુ નો લોટ અને રાગી નો લોટ અને અખરોટ, ખજૂર, ગોળ ,આ બધી સામગ્રી વાપરીને કેક બનાવી શું…ઘરના બાળકો અને વડીલો ને પણ ખાઈને ખૂપ જ મજા આવશે… આ કેક એવો બનશે કે વધારે ખવાઇ જશે તો પણ ટેન્શન નહિ..સાથે સાથે આજે સામગ્રી થી કેક બનવાની છે તેના બેનિફિટ પણ જોઈ શું… તો ચાલો મિત્રો જલ્દી થી જોઈ લઈ યે રીત અને સામગ્રી …તમે પણ તમારા વેલેન્ટાઈન માટે ચોક્કસ થી ટ્રાય કરજો…

ખજૂર અખરોટ કેક (સુગર ફ્રી). “નો સુગર ,નો મૈદા, નો આઈસિંગ,નો બેક તો પણ એકદમ હેલ્થી કેક”…😋😋💪

  • 1/4 કપ – ખજૂર
  • 1/4 કપ – અખરોટ
  • 1/4 કપ – દૂધ
  • અર્ધો કપ – ગહું નો લોટ
  • અર્ધો કપ – રાગી નો લોટ
  • અર્ધો કપ – ગોળ
  • બે ચમચી – કોકો પાઉડર
  • અર્ધી ચમચી – બેકિંગ પાઉડર
  • અર્ધી ચમચી – બેકિંગ સોડા
  • અર્ધો કપ -સિંગ તેલ
  • કેક બેક કરવા હાંડવા નો કુકર

રીત

સૌ પ્રથમ કેક માટેની બધી સામગ્રી માપ પ્રમાણે કાઢી લેવી.પછી એક મોટા બાઉલમાં રાગી નો લોટ, અને ગહું નો લોટ,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચાળીને લેવો.

હવે મિક્સર જારમાં ગોળ અને તેલ સરખું મિકસ કરી લેવું.એકદમ સોફ્ટ થાય ત્યાંસુધી ફેરવી લેવું.હવે તેમાં ખજૂર નાખી ફેરવવું.

હવે ગોળ અને તેલ વારા મિશ્રણ માં લોટ મિક્સ કરતા જવું. બેટર તૈયાર કરવું. જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરવું. હવે તેમાં કોકો પાઉડર ઉમેરવું.છેલ્લે કટ કરેલા અખરોટ ઉમેરી બેટર તૈયાર કરવું.

હવે કૂકર ગરમ કરવા મૂકવું. હવે કોઈ પણ શેપ નો મોલ્ડ લઈ નીચે તેલ લગાવી થોડો લોટ છાંટવો.તેમાં કેક નું બેટર ઉમેરી ઉપરથી થોડા અખરોટ ના ટુકડા ઉમેરવા.હવે કુકર માં મૂકી ઢાંકણ બંધ કરો 45 મિનિટ માટે મિડીયમ ફ્લેમ પર કેક બેક કરવો. મસ્ત કેક તૈયાર થશે.

તો તૈયાર છે સ્વાદિષ્ટ હેલ્થી સુગરફ્રી ખજૂર અખરોટ કેક .. ❤️❤️

અખરોટ:-

1-રોજ બે થી ત્રણ અખરોટ ખાવાથી હૃદયરોગનું જોખમ ખૂબ જ ઘટી જાય છે

2-દૂધ અને ડેરી પદાર્થોમાંથી પ્રોટીન તો મળે છે પરંતુ તેમાં ફાઈબર નથી હોતા. પરંતુ અખરોટમાં આ બંને વસ્તુ ભરપૂર માત્રામાં હોય છે. અખરોટ ખાવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

ખજૂર :-

1- ખજૂરમાં કોઈ ચરબી નથી, તમારા રોજિંદા ખોરાકમાં ધીમે ધીમે તમારા શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડી શકે છે.

2-ખજૂર પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી, તે અસરકારક રીતે તમારા શરીરના બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે છે.

ગોળ:-

રોજ રાત્રે જમ્યા પછી દૂધ સાથે ગોળ ખાંવાતી તમને રાહતનો અનુભવ થશે અને તમારું એનર્જી લેવલ પણ વધશે. એટલે કે થાક કે નબળાઈ દૂર કરવા માટે રાત્રે ગોળનું સેવન કરવું એક સારો ઉપાય છે.

રાગી :-

રાગી ના સેવન થી લાંબા સમયથી સુધી પેટને ભરેલું રાખે છે અને ભૂખ લાગતી અટકાવે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે. અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

સ્કીન માટે અતિ ઉત્તમઃ છે રાગી યુવાન અને સ્કીનની જાળવણી માટે કામ કરે છે. તેમાં રહેલા મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ અને પિમ્પ્લસ અટકાવે છે….

નોંધ – કેક બેક કરતી વખતે કુકર મા નિચે પાણી નથી નાખવાનું અને વિસલ નથી લાગવાની..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *