ઇંસ્ટંટ ફ્રેશ અચાર – ઉનાળામાં શાક ખાવાની સાથે મળી જાય જો એવું અથાણું તો જલસો થઇ જાય…

ઇંસ્ટંટ ફ્રેશ અચાર :

ઉનાળાની સિઝનમાં પાકી કેરી આવે ત્યાર પહેલા નાની નાની કાચી કેરી આવવા લાગે છે. તેને ખાખડી કેરી કહેવામાં આવે છે. આ કેરીઓનું સરસ અચાર બનાવી શકાય. તેમાં માત્ર લાલ મરચુ પાવડર અને સોલ્ટ ઉમેરીને પણ અચાર બનાવી શકાય છે. બાળકોને આ અચાર ખૂબજ ભાવતું હોય છે. અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંટ ફ્રેશ અચારની રેસિપિ આપી રહી છું. તેમાં ગાજર –મરચાના કોમ્બીનેશન કરીને ખૂબજ સ્વાદિષ્ટ અચાર બનાવ્યુ છે. જે રેડી મસાલો ઉમેરી ઇંસ્ટંટ બનાવ્યુ છે.

ઇંસ્ટંટ ફ્રેશ અચાર બનાવવા માટેની સામગ્રી :

  • 10 – 12 નાના વઢવાણી મરચા અથવા નાના તીખા
  • 12-15 ખાખડી કેરી
  • 1 મિડિયમ સાઇઝનું ગાજર
  • 3 ટેબલ સ્પુન ખાટી કેરીનો રેડી મસાલો (સાંભાર)
  • 1 ½ ટી સ્પુન સોલ્ટ
  • 1 ટી સ્પુન હળદર પાવડર
  • 4-5 ટેબલ સ્પુન ઓઇલ

ઇંસ્ટંટ ફ્રેશ અચાર બનાવવાની રીત :

સૌ પ્રથમ નાની ફ્રેશ ખાખડી કેરીને ધોઇને, કોરી કરીને થોડી પાતળી, ઉભી ચીરીઓ કરી એક બાઉલમાં સમારી લ્યો.

ગાજરની છાલ ઉતારી તેને ધોઇને કોરુ કરીને પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ઉભી ચીરીઓ કરી બાઉલામાં સમારી લ્યો.

10-12 નાના થોડા તીખા હોય તેવા, મળે તો વઢવાણી કે બીજા પ્રકારના મરચા લઇ, ધોઇ ને કોરા કરી લ્યો. ત્યારબાદ ઉભા 2 પાર્ટમાં સમારી તેમાંથી બી વાળો ભાગ રીમુવ કરો.

હવે સમારેલી ખાખડી કેરી, ગાજર અને લીલા મરચા… દરેક બાઉલમાં ½, ½ , ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરી દ્યો. ત્યારબાદ 1 ટી સ્પુન હળદરમાંથી ત્રણ ભાગ કરી ત્રણેય બાઉલમાં ઉમેરો.

હવે ખાખડી, ગાજર અને મરચામાં સોલ્ટ અને હળદર સરસથી મિક્ષ કરીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો.

10 થી 15 મિનિટ પછી સોલ્ટ અને હળદરવાળા ખાખડી, ગાજર અને મરચાને એક મોટા બાઉલ માં લઈ મિક્ષ કરી લ્યો.( હળદર સોલ્ટ્નું પાણી સહિત ).

હવે તેના પર 3 ટેબલ સ્પુન ખાટી કેરીનો રેડી મસાલો – સંભાર ઉમેરી મિક્ષ કરી લ્યો. તેના પર 2 ટેબલસ્પુન ઓઇલ ઉમેરો.( ગરમ કર્યા વગરનું ). બરાબર મિક્સ કરી લ્યો, જેથી અચારમાં મસાલો સરસ રીતે લાગી જાય.

બાઉલમાં અચાર સ્પુન વડે થોડું દબાવીને થોડીવાર રહેવા દ્યો.

• રેડી ખાટી કેરીના સંભાર-મસાલામાં સોલ્ટ હોય છે, તેથી બનાવેલા અચારમાં આગળ પડતું સોલ્ટ ઉમેરવું નહી. માત્ર થોડી હળદર અને સોલ્ટ અગાઉ ખાખડી કેરી, ગાજર અને મરચાને મેરીનેટ કરવા માટે ઉમેરવાથી ઇંસ્ટંટ ફ્રેશ અચાર ખૂબજ સ્વાદિષ્ટ બનશે.

15 મિનિટબાદ હવે બધું અચાર સ્પુન વડે બરાબર હલાવી લ્યો. હવે ઇંસ્ટંટ ફ્રેશ અચાર સર્વ કરવા માટે રેડી છે. થેપલા, પરોઠા સાથે સર્વ કરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

ગ્લાસના જારને ગરમ પાણીથી ક્લીન કરી, કપડાથી કોરો કરી તડકામાં સુકાવો. બરાબર સુકાઇ જાય પછી ભેજ રહીત ગ્લાસના જારમાં પહેલા 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી અંદરથી ઓઇલ લગાવી લ્યો. ત્યારબાદ તેમાં ઇંસટંટ ફ્રેશ અચાર ભરી લ્યો. સ્પુન વડે દબાવી લ્યો. બાકીનું 1 ટેબલ સ્પુન ઓઇલ તેમાં ઉપર પોર કરીને ઢાંકણ એર ટાઇટ કરો.

તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના નાના મોટા બધા લોકોને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *