સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત દૂધ ની મીઠાઈ થાબડી અથવા થાબડી પેંડા તમારા ઘરે બનાવી શકશો.

થાબડી અથવા થાબડી પેંડા

મિત્રો આપણા ગુજરાતી તહેવારો ની મોસમ આવે છે તો રક્ષાબંધન કે કોઈ પણ તહેવાર માં મોઢામાં પાણી લાવી દે તેવી, સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત દૂધ ની મીઠાઈ ઝડપી બનતી સૌથી સહેલી પ્રખ્યાત મીઠાઈ થાબડી આજે અપને શીખવીશ જે ખુબજ થોડી મિનિટો માં જરૂરિયાત પ્રમાણે મીઠાસ રાખી ને શુદ્ધ થાબડી છે ,બજાર માં મળતી થાબડી કરતા ઘરે બનાવેલી થાબડી વધારે શુદ્ધ બનશે થાબડી બનાવ ની સરળ રીત મારી YOUTUBE CHANNE માં પણ આપી છે

સામગ્રી

(૧) ૨૦૦ ગ્રામ પનીર

(૨) ૨૦૦ ગ્રામ કન્ડેન્સે મિલ્ક

(૩) ૨૦૦ ગ્રામ મિલ્ક પાવડર

(૪) ૪ થી ૫ ચમચી જીણી દળેલી ખાંડ

(૫) ૨ થી ૩ ચમચી ઘી

(૬) જરૂર પ્રમાણે એલચી અને જાયફળ

(૭) જરૂર પ્રમાણે સૂકો મેવો

સૌથી પહેલા ૪ થી ૫ ચમચી ખાંડ ને એક વાસણ માં ગરમ કરો અને કેરેમલ બનાવો ,પછી તેમાં ૪ થી ૫ ચમચી પાણી ઉમેરો , હવે તેમાં ૨૦૦ ગ્રામ કન્ડેન્સે મિલ્ક ઉમેરો ધીમા તપે ગરમ કરો પછી તેમાં ૨૦૦ ગ્રામ મિક્સર માં પીસેલું પનીર ઉમેરો પાછું ધીમા તપે ગરમ કરો પછી તેમાં ૨૦૦ ગ્રામ મિલ્ક પાવડર ઉમેરો પાછું ધીમા તપે ગરમ કરો ૧ ચમચી ઘી ઉમેરો પાછું ગરમ કરી બ્રાવન કલર થાઈ પછી પાછું ઘી ઉમેરી ધીમા તાપે ગરમ કરો અને હલાવતા રહો , પછી તેમાં કાજુ,બદામ ,પિસ્તા જેવો સૂકો મેવો જરૂર પ્રમાણે ઉમેરો ,આ રીતે સહેલાય થી થોડી મિનિટો માં જ ઘરની ,શુદ્ધ થાબડી તૈયાર , આ થાબડી બનાવ ની રીત મારી યોઉટુંબે ચેનલ માં પણ આપી છે જે જૉ ને પણ બનાવી શકો છો જે તમે રક્ષાબંધન કે કોઈ તહેવાર માં ભાઈ,સાગા કે મિત્રો ને ખવડાવી શકો છો

વાનગી બનાવવાની સંપૂર્ણ રેસિપી :

આવી જ અવનવી સ્વાદિષ્ટ રેસિપી શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

સૌજન્ય : Website-www.jignaskitchen.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *