આલુ ટિક્કી ચાટ – બર્થડે પાર્ટી હોય કે કિટિ પાર્ટી મિત્રોને આ રેસિપિ ફોલો કરીને જારુર થી ખવડાવો આલુ ટિક્કી ચાટ…

આલુ ટિક્કી ચાટ:

બર્થડે પાર્ટી હોય કે કિટિ પાર્ટી મિત્રોને આ રેસિપિ ફોલો કરીને જારુર થી ખવડાવો આલુ ટિક્કી ચાટ ….

આલુ ટિક્કી ચાટ એ બધાને પસંદ એવા અનેક સ્ટ્રીટ ફુડ માનું એક સ્ટ્રીટ ફુડ – ફરસાણ છે. રજાના દિવસો માં નાના મોટા સૌ આવા સ્ટ્રીટ ફુડ ખાવાની મજા લેતા હોય છે. આલૂ ટિક્કી ચાટ બનાવવી ખુબજ સરળ હોવાથી ઘરે પણ બનાવી શકાય છે. ઘરે બનાવાવાથી ક્વોલિટી, કોંટિટિ અને ક્લિઅરનેસ પર્ફેક્ટ રહે છે. હેલ્થ માટે પણ ફાયદાકારક બની રહે છે. આજે હું બધાના માટે અહિં આલુ ટિક્કી ચાટની રેસિપિ આપી રહી છું, તો જરુરથી ઘરે બનાવીને આ સ્ટ્રીટ ફુડની રજામાં મજા લેજો. સ્ટ્રીટ ફુડ ખાવા માટે લાઇનમાં ઉભા રહીને રાહ પણ નહી જોવી પડે.

આલુ ટિક્કી ચાટ માટેની સામગ્રી :

  • 5 મિડિયમ સાઇઝના બટેટા
  • 4 ટેબલ સ્પુન પૌઆ
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટી સ્પુન ફુદીના પાવડર
  • ½ ટી સ્પુન આમચુર પાવડર
  • ઓઇલ જરુરમુજબ- ટીક્કી રોસ્ટ કરવામાટે
  • ¼ ટી સ્પુન ચાટ મસાલા
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 2 ટેબલસ્પુન ઓનિયન (ઓપ્શનલ)
  • ½ ટી સ્પુન જિંજર ગાર્લિક પેસ્ટ (ગાર્લિક ઓપ્શનલ)
  • 1 ટી સ્પુન લીલા મરચાની પેસ્ટ અથવા બારીક કાપેલા

ચાટ માટે:

  • 1 કપ દહિં …. જરુર મુજબ –થોડું સોલ્ટ ઉમેરી શકાય
  • 10-12 નાની પુરી
  • 2 ટેબલ સ્પુન ગ્રીન ચટણી
  • 2 ટેબલ સ્પુન સ્વીટ ચટણી
  • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • પિચ સોલ્ટ
  • 2 -3 ટેબલ સ્પુન ઓનિયન – બારીક કાપેલી
  • નાયલોન સેવ – જરુર મુજબ
  • 1 ટી સ્પુન શેકેલા જીરાનો પાવડર
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • કોથમરી બારીક કાપેલી

ટિક્કી બનાવવાની રીત:

સૌ પ્રથમ બટેટા ધોઇને 4 વ્હિસલ કરી.બટેટા બાફી લ્યો. તેની છાલ ઉતારી બાઉલમાં મેશર થી બટેટા મેશ કરી લ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર, ½ ટી સ્પુન ગરમ મસાલો, ½ ટી સ્પુન ફુદીના પાવડર, ½ ટી સ્પુન આમચુર પાવડર, 2 ટેબલ સ્પુન ઓનિયન, ¼ ટી સ્પુન ચાટ મસાલા, સોલ્ટ સ્વાદ મુજબ, ½ ટી સ્પુન જિંજર ગાર્લિક પેસ્ટ, 1 ટી સ્પુન લીલા મરચાની પેસ્ટ કે બારીક કાપેલા અને બારીક કાપેલી કોથમરી ઉમેરી દ્યો.

હવે 4 ટેબલસ્પુન પૌઆ ધોઇને 5 મિનિટ રેસ્ટ આપી બટેટાના મીશ્રણમાં ઉમેરો.

હવે તેમાં ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરી બધું જરા મસળીને મિક્સ કરી લ્યો.

હવે તેમાંથી નાના બોલ્સ બનાવી ઉપરથી પ્રેસ કરી આલુ ટીક્કી બનાવી લો.

હવે નોન સ્ટિક તવામાં જરુર મુજબ ઓઇલ મૂકી ગારમ થાય એટલે તેમાં ટિક્કીઓ રોસ્ટ કરી લ્યો. ઓઇલ મૂકી ટિક્કી નીચેની બાજુ રોસ્ટ થઇ ગોલ્ડન કલરની થાય એટલે પલટવી દ્યો. ફરી થોડું ઓઇલ મૂકી બાકીની સાઇડ પણ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી રોસ્ટ કરી લ્યો.

હવે રોસ્ટ થયેલી આલુ ટિક્કી પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. બાકીની આલુ ટિક્કી પણ ગોલ્ડન રોસ્ટ કરી લ્યો.

હવે સર્વિંગ બાઉલ લઇ તેમાં 2-3 આલુ ટિક્કી મૂકો. તેના પર નાની નાની પુરીના પીસ કરી મુકો.

તેનાં પર દહિંથી ટોપિંગ કરો.

તેના પર સ્વીટ ચટણી અને ગ્રીન ચટણી મુકી થોડી સ્પ્રેડ કરો. હવે તેના પર જરા કાશ્મીરી લાલ મરચુ અને પિંચ સોલ્ટ, ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર જરુર મુજબ સ્પ્રિંકલ કરો.

હવે તેના પર નાયલોન સેવ અને બારીક સમારેલી કોથમરી સ્પ્રિંકલ કરો.

( બારીક સમારેલું લીલુ મરચુ પણ સ્પ્રીંકલ કરી શકો છો).

હવે તૈયાર છે સ્ટ્રીટ ફુડ આલુ ટિક્કી ચાટ જે બધાને ખુબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *