આમળાંનો શિરો – આથેલાં આમળાં તો ખાતા જ હશો હવે બનાવો શિરો, હેલ્થી અને ટેસ્ટી..

આમળા માંથી….

આપણે આથેલા આમળા, કેન્ડી, આમળા નું જુઇસ, બધું બનાવતા હોઈએ છે.

આમળા નો શિરો કોઈએ બનાયો છે ?

તો ચાલો આજે આપણે એકદમ ઈઝી રીત માં બનાવીશું….

આમળા ના સેવન થી કેટલા ફાયદા થાય છે તે પણ આપણે રેસીપી સાથે જણીશું……

આમળાં નો શિરો :-

  • ૨૫૦ ગ્રામ – બોઇલ આમળાં
  • ૪- ચમચા – રવો
  • ૧૦૦ ગ્રામ – મોળો માવો
  • ૨ ચમચા – દેશી ઘી
  • ૨૦૦ ગ્રામ – ખાંડ
  • મિક્સ બધા ડ્રાયફ્રુટ

રીત:-

૧. સૌથી પ્રથમ બોઇલર માં આમળા ને બોઇલ કરવા અને પછી બોઇલ આમળા ને છીણી લેવું

૨- હવે પેન માં ઘી ગરમ કરવું પછી તેમાં છીણેલા આમળા ઉમેરવા…

૩- રવો ઉમેરીને બરાબર શેકી લેવુ… થોડું શેકાઈ જાય પછી માવો ઉમેરી ફરી શેકવું.

૪- હવે તેમાં ખાંડ ઉમેરી સરખું હલાવ્યા કરવું.

૫- પછી તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ એડ કરવાં

૬- બસ આમ ગરમાગરમ આમળાનો હલવો સર્વે કરો….

આમળાં થી ફાયદા ……..

૧- આમળા ની અંદર કેરોટીન, ફોસ્ફરસ અને કેલ્શિમ ભરપૂર પ્રમાણમાં હોય છે.

૨- તેની અંદર જે મિનરલ્સ અને વીટામિન્સ હોય છે તે આપણને ઘણા બધા રોગો થી અટકાવે છે.

image source

૩- આમળા નું જ્યુસ પીવાથી વજન પણ ઓછું થાયછે.

૪- આમળા આપણા બોડી ને ડીટેક્સ કરે છે.

૫- કબજિયાત ની તકલીફ દૂર કરે છે.

૬- સ્કીન હમેંશા જવાન રાખે છે .

image source

આવા ઘણા બધા ફાયદા આપણાંને આમળાં માંથી મળે છે.

તો ચોક્કસ થી એનો ઉપયોગ કરવો જોઈએ.

આવી જ રીતે કઈક અવનવું બનાવીશું તો સર્વે ને ભાવશે.

તો ચોક્કસ થી બનાવજો હેલ્થી આમળા નો શિરો..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *