આમ પાપડ – એકવાર બનાવીને સ્ટોર કરી લો આ આમપાપડ, નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે પાકી કેરી ના આમ પાપડ બનાવવાની રીત જોઈશું.જે આપણે આઠ થી દસ મહિના સુધી ખાઈ શકીએ છીએ.કેરી ની સીઝન વગર પણ તમે કેરી ની મજા માણી શકો છો એટલા ટેસ્ટી બને છે કોઈપણ પુડિંગ માં કે કેક માં નાખી શકો છો.બાળકો ને તો આ પ્રિય હોય છે આ ચોકલેટ ની જેમ આપો તો તે ખુશ થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • કેસર પાકી કેરી

રીત

1- આપણે બે પાકી કેસર કેરી લઈ લઈશું.તમે બદામ કેરી પણ લઈ શકો છો. આપુસ કેરી પણ લઈ શકો છો.કોઈપણ કેરી લઈ શકો છો.કેરી એકદમ પાકી હોવી જોઈએ જેથી તેની પ્યુરી સરસ બને.

2- તમે વીડિયોમાં જોઇ શકો છો કે કેરી ને કટ કરી ને મિક્સર બાઉલ માં લઇ લીધી છે હવે તેની પ્યુરી કરી લઈશું. આપણે પાણી વગર જ પ્યુરી બનાવી લીધી છે જે તમે વીડિયોમાં જોઇ શકો છો.એકદમ ઘટ્ટ પ્યુરી બની છે હવે આપણે તેને કુક કરી લઈએ.

3- કુક કરવા માટે એક પેન લઈ લઈશું. હવે પ્યુરી ને કપ ના માપ થી એડ કરીશું. બીજી અડધી કપ છે એટલે દોઢ કપ પ્યુરી છે તે આપણે લઈ લઈશું હવે દોઢ કપ પ્યુરી ની સામે અડધો કપ ખાંડ લઈ લઈશું.

4- હવે ખાંડ ને આપણે મિક્સ કરી લઈશું.હવે આ મિશ્રણ ને ધીમા ગેસ પર સતત હલાવતા તેને ઉકાળી લેવાનું છે એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને હલાવી લઈશું ધ્યાન એ વાત નું રાખવાનું છે કે તેને સેજ પણ છોડવાનું નથી.

5- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે મિશ્રણ સરસ ઉકળવા લાગ્યું છે. આમ પાપડ બનાવવો ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય છે આ આઠ થી નવ મહિના સુધી સારા રહે છે.

6- તમે આમ પાપડ ની કોઈપણ રેસિપી બનાવી શકો છો તમે કેક માં પણ નાખી શકો છો તો અત્યારે કેરી ખૂબ જ મળી રહી છે બજાર માં તો તમે બનાવી શકો છો.અને તડકો પણ સારો છે એટલે જલ્દી બની જશે.હવે દસ મિનિટ થઈ ગઈ છે કેરી નો રસ એકદમ ઘટ્ટ થઈ ગયો છે.

7- આપણે ગેસ ધીમો જ રાખ્યો હતો અને તેને સતત હલાવતા તેને કુક કરી લીધો છે તમારે ચેક કરવું હોય તો એક ડિશ માં એક ટપકું પાડવાનું અને તે સેજ પણ પસરે નઈ એટલે સમજી જવાનું કે આમ પાપડ માટે આ મિશ્રણ રેડી છે.

8- હજુ ઠંડું થઈ એટલે ઘટ્ટ થશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણ ને આપણે થોડું ઠંડું થવા દઈશું. આમ પાપડ ને પાથરવા માટે એક મોટી સ્ટીલ ની થાળી લઈ લીધી છે અને થોડા ઘી થી ગ્રીસ કરી લીધી છે.હવે આપણે આમ પાપડ ને ડિશ માં કાઢી લઈશું.

9- તમારે જેટલો જાડો કે પાતળો જોઈએ તે રીતે તમે પાથરી શકો છો ધ્યાન એ રાખવાનું કે તેને થોડું ઠંડું થવા દઈશું પછી તેને પાથરી લેવાનું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આમ પાપડ સરસ પથરાઈ ગયો છે હવે તેને બે દિવસ તડકા માં મૂકી દઈશું.તમે ઘર માં પંખા નીચે પણ મૂકી શકો છો અથવા તડકે પણ મૂકી શકો છો.

10- તડકે મૂકવાથી તેનો ભેજ જલ્દી સુકાઈ જાય છે દિવસે તડકા માં અને રાતે તેને ઘર માં લઇ લેવાનું છે તમે ચાહો તો ઉપર એક કોટન નું પાતળુ કપડું પાથરી શકો છો.જેથી તેમાં ધૂળ ના જાય તો હવે તેને તડકા માં મૂકી દઈએ.તમે વીડિયોમાં જોઇ શકો છો કે ઉપર વાઇટ પાતળું કપડું પાથરી લીધું છે.હવે તેને આપણે તાપ માં મૂકી દઈશું.

11- તમે વીડિયોમાં જોઇ શકો છો કે એક જ દિવસ માં આમ પાપડ સુકાઈ ગયા છે હવે તેને કટ કરી લઈશું.તમારે જે સાઈઝ ના કટ જોઈએ તે સાઈઝ ના કટ આપી શકો છો.અહીંયા આપણે નાના નાના કટ આપી શકો છો જેથી તે ઇઝીલી નીકળી જશે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ રોલ થાય છે જો એકદમ પાતળો રોલ હશે તો તે રોલ તૂટી જશે એટલે સેજ જાડો જ રાખવાનો.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ રોલ બન્યો છે હવે આ રીતે બાકી ના રોલ કરી લઈએ.

12- તમે વીડિયોમાં જોઇ શકો છો કે એક થી દોઢ કપ ની મેંગો ની પ્યુરી માંથી આમ પાપડ ના સરસ પીસ કરી લીધા છે એકદમ સોફ્ટ બન્યા છે આ તમે આઠ થી નવ મહિના સુધી તેને સ્ટોર કરી શકો છો.એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રીઝ માં સ્ટોર કરી ને રાખી શકો છો.તો તમે જરૂર થી એકવાર ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *