આચારી મેથીના થેપલા અને ગ્રીન સુકી ભાજી – ગુજરાતીઓનાં ફેવરિટ એવા થેપલા હવે આવી રીતે બનાવજો…

આજે આપણે બનાવીશું આચારી મેથીના થેપલા અને ગ્રીન સુકી ભાજી. આ વીડિયો ખાસ જોજો બહુ અલગ છે. તો ચાલો જોઈએ તેની સામગ્રી.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • મેથી
  • અથાણાનો મસાલો
  • તલ
  • મીઠું
  • રેગ્યુલર મસાલા

રીત-


1-સૌથી પહેલા આપણે લોટ બાંધી દઈશું. આપણે દોઢ કપ લોટ લઈશું તેમાં અડધી ચમચી હળદર નાખી શું. ૧ ચમચી લાલ મરચું પાવડર નાખી શું. અને ધાણાજીરૂ એક ચમચી એડ કરીશું.

2-હવે તેમાં થોડી હિંગ નાંખી શું. મીઠું સ્વાદ મુજબ.હવે ૧ ચમચી તલ એડ કરીશું. આપણે ગળ્યું અથાણું એટલે કે ગોળ અને કેરીનો રસો છે તે બે ચમચી નાખીશું. આમાં ગળ્યું અને તિખુ બને છે એટલે તેમાં નાખવાની જરૂર નથી.

3-હવે તે સોફ્ટ થાય એના માટે 2 ચમચી દહી નાખીશું. મોણ નાખીશું. હવે ઝીણી સમારેલી મેથી એડ કરીશું. આ તમે ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. હવે તેને હાથથી બધું મિક્સ કરી લઈશું.

4-હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખી ને લોટ બાંધી શું નહિ તો લોટ ઢીલો થઇ જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ નો કલર સરસ આવી ગયો છે.હવે લોટ બંધાઈ ગયો છે.તેને 30 મીનીટ રેસ્ટ આપીશું. અત્યારે આપણો લોટ ઢીલો નથી થોડો કઠણ છે. હવે તેને ઢાંકીને મૂકી દઈશું.

5-થોડીવારમાં થેપલા નો લોટ તૈયાર થઇ ગયો છે. હવે ઓઇલ લગાવીને મસળી લઈશું. ચાલો હવે તેના થેપલા બનાવી લઈએ. એક બોલ સાઇઝનું ગુલ્લુ લઈશું અને ઘઉંનો કરકરો લોટ ભભરાવી લઈશું. પછી તેને વણી લઈશું.

6-હવે લોઢી ગરમ થાય એટલે તેમાં સેકી લઈશું.હવે ઉપરની બાજુ કલર બદલાઈ ગયો છે. એટલે તેને પલટાવી લઈશું. હવે તેલ મૂકીને સેકી લઈશું.હવે બીજી બાજુ ફેરવી લઈશું. બીજી બાજુ પણ તેલ મુકીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા થેપલા નો કલર સરસ આવી ગયો છે.

7-હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આવી જ રીતે બીજા બનાવી દઈશું. હવે આપણે ગ્રીન સુકી ભાજી બનાવીશું.

સામગ્રી

  • બાફેલા બટાકા
  • ધાણા
  • મીઠું
  • લીલા મરચા
  • મીઠા લીમડાના પાન
  • ખાંડ
  • લીંબુનો રસ

રીત-

1-સૌથી પહેલા એક કડાઈ લઈશું. તેમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી તેમા જીરું નાખી શું.

2- હવે તેમાં બે સમારેલા લીલાં મરચાં નાખીશું.અને તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.આમાં આપણે બધો લીલો મસાલો કરીશું. આ અચારી થેપલા જોડે બહુ સરસ લાગે છે.

3-હવે તેમાં બાફેલા બટાકા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તેને ઢાંકીને કુક થવા દઈશું. હવે તેમાં એક મોટી ચમચી ખાંડ નાખીશું.

4-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ક્રિસ્પીનેશ આવે છે બટાકામાં. હવે ફરીથી ઢાંકીને કુક કરી લઈશું. ગોલ્ડન કલર થાય ત્યાં સુધી કુક કરી લઈશું.

5-હવે તેમાં ફ્રેશ લીલા ધાણા નાખીશું. આમાં ધાણા ભરપૂર પ્રમાણમાં નાખવાના. આનાથી જ ટેસ્ટ આવશે. હવે તેને હલાવી લઈશું. અને આનાથી જ ગ્રીન કલર આવશે.

6- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી ગ્રીન સુકી ભાજી તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કર્યા પછી હવે લીંબુનો રસ નાખીશું.

7- આપણી ગ્રીન સુકીભાજી તૈયાર થઈ જાય છે તો તેને સર્વે કરીશું. ગરમાગરમ અચારી થેપલા અને સુકી ભાજી તૈયાર થઈ ગયું છે. તો આ ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *