આખા રીંગણ નું ચટાકેદાર શાક – જેમને રીંગણ નહિ ભાવતા હોય તેમને પણ પસંદ આવશે…

આજે આપણે જોઈશું રીંગણ ભરવાની ઝંઝટ વગર બનાવો આખા રીંગણ નું ચટાકેદાર શાક. આ તમે એકવાર ચોક્કસથી બનાવજો અને બધા ને ઘર માં પસંદ આવશે તો વિડિયો ને અંત સુધી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ

સામગ્રી

  • મીઠું
  • તલ નો ભુક્કો
  • સીંગદાણા નો ભુક્કો
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • તજ
  • તમાલપત્ર
  • સૂકું લાલ મરચું
  • લસણ
  • આદુ
  • હળદર
  • ગરમ મસાલો
  • બટેકા
  • રાય
  • તેલ
  • ગોળ
  • કોથમીર
  • ટામેટા ની પ્યુરી
  • કાશ્મીરી લાલ મરચું
  • રીંગણ
  • જીરું

રીત

1- હવે આપણે જે નાના રીંગણ આવે છે તે ૫૦૦ગ્રામ લઈ લઈશું.તેનો ઉપર ના ભાગ ને કાઢી ને કટ કરી લઈશું અને વચ્ચે થી કટ કરી લઈશું અને અંદર થી સારું છે કે નઈ તે ચેક કરી લઈશું રીંગણ ને કટ કરી પાણી માં નાખી દઈશું જેથી તે કાળા ના પડે.

2- હવે સાથે આપણે બે બટેકા લઈ લઈશું તેના પણ ટુકડા કરી લઈશું.હવે એક પેન કે કડાઈ માં અડધો કપ તેલ લઈશું હવે તેલ ગરમ થાય એટલે જે રીંગણ કટ કરેલા હતા તે એડ કરીશું બટેકા પણ એડ કરીશું તેમાં મીઠું પણ એડ કરીશું જેથી તે સારી રીતે કુક થાય.

3- હવે ઢાંકી ને રીંગણ અને બટેકા ને સારી રીતે કુક કરી લઈશું તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું છ થી સાત મિનિટ માં રીંગણ અને બટેકા બન્ને સરસ કુક થઈ જશે સોફ્ટ થઈ જાય પછી બન્ને વસ્તુ ને કાઢી લઈશું.હવે તે જ તેલ માં એક ચમચી રાય અને એક ચમચી જીરૂ નાખીશું.

4- હવે તેમાં બે તમાલપત્ર,બે તજ ના ટુકડા,બે સૂકા લાલ મરચા એડ કરીશું હવે તેમાં બે ચમચી આદુ મરચા અને લસણ ક્રશ કરેલા એડ કરીશું અને તેને ધીમા ગેસ પર હલાવતા જઈ એક મિનિટ જેવું સાંતળી લો.

5- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું અને બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ ૧/૪કપ સફેદ તલ નો પાવડર નાખીશુ,ત્યારબાદ અડધો કપ સીંગદાણા નો પાવડર નાખીશું બધું મિક્સ કરતા જઈ તેલ છુટુ પડે ત્યાં સુધી તેને કુક થવા દઈશું.

6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ છુટુ પડી રહ્યું છે હવે તેમાં એક કપ પાકા ટામેટાં ની પ્યુરી એડ કરીશું. ત્યારબાદ તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું,હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું ત્યારબાદ એક ચમચી ધાણજીરૂ પાવડર એડ કરીશું અને એક ચમચી ગરમ મસાલો નાખી ને મિક્સ કરી લઈશું.

7- શાક માં તલ અને સીંગદાણા નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને ગ્રેવી પણ એકદમ ઘટ્ટ બનશે હવે ઢાંકી ને છ થી સાત મિનિટ માટે કુક થવા દેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ગ્રેવી કુક થઈ જાય પછી તેમાં દોઢ કપ પાણી એડ કરીશું.

8- જો તમારે પાતળી ગ્રેવી જોઈએ તો થોડું વધારે પાણી એડ કરી શકાય હવે જે રીંગણ બટેકા જે સાઈડ માં રાખ્યા હતા તે એડ કરીશું હળવા હાથે મિક્સ કરી લઈશું હવે એક ચમચી ગોળ નાખીશું તમે ખાંડ પણ લઈ શકો છો.

9- હવે પાચ મિનિટ માટે ફરી થી ઢાંકી ને કુક કરી લઈશું તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને સરસ કલર આવ્યો છે હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર સમારી એડ કરી લઈશું.

10- તો બિલકુલ તૈયાર છે આ ચટાકેદાર શાક તમે રાઈસ પરોઠા કે રોટલી સાથે સર્વે કરી શકો છો જો તમે આ રીતે રીંગણ નું શાક ના બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ભરવા ની ઝંઝટ વગર આખા રીંગણ નું શાક આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *